scorecardresearch
Premium

મોંઘવારી! શાકભાજી, દાળ અને મસાલોના ભાવમાં તેજી, આ રાજ્યમાં સૌથી વધારે મોંઘવારી

Inflation in december : કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પર આધારિત ફુગાવો નવેમ્બર 2023માં 5.55 ટકા અને ડિસેમ્બર 2022માં 5.72 ટકા હતો. આંકડા પ્રમાણે દિલ્હીમાં સૌથી ઓછી 2.95 ટકા ફુગાવો રહ્યો જ્યારે સૌથી વધારે 8.73 ટકા ફુગાવો ઓડિશામાં રહ્યો હતો.

Inflation, NSO data, business news
ડિસેમ્બરમાં મોંઘવારી વધી, ફાઇલ તસવીર

Inflation in december : છૂટક ફુગાવામાં ઉપરનું વલણ ચાલુ છે. શાકભાજી, કઠોળ અને મસાલાની કિંમતના કારણે રિટેલ ફુગાવો ડિસેમ્બરમાં ઝડપથી વધીને 5.69 ટકાની ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પર આધારિત ફુગાવો નવેમ્બર 2023માં 5.55 ટકા અને ડિસેમ્બર 2022માં 5.72 ટકા હતો. આંકડા પ્રમાણે દિલ્હીમાં સૌથી ઓછી 2.95 ટકા ફુગાવો રહ્યો જ્યારે સૌથી વધારે 8.73 ટકા ફુગાવો ઓડિશામાં રહ્યો હતો.

શાકભાજીમાં મોંઘવારી ડિસેમ્બરમાં વાર્ષિક આધાર પર 27.64 ટકા રહી

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO)ના ડેટા અનુસાર ડિસેમ્બર 2023માં ખાદ્ય ચીજોની છૂટક મોંઘવારી વધીને 9.53 ટકા થયો, જે અગાઉના મહિનામાં 8.70 ટકા અને ડિસેમ્બર, 2022માં 4.90 ટકા હતો. આ પહેલા ગયા વર્ષે ઓગસ્ટમાં મોંઘવારી દર 6.83 ટકાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. તાજેતરના આંકડા અનુસાર ડિસેમ્બરમાં વાર્ષિક ધોરણે શાકભાજીનો મોંઘવારી દર 27.64 ટકા રહ્યો હતો. તે પછી, કઠોળ અને મસાલામાં અનુક્રમે 20.73 ટકા અને 19.69 ટકાનો વધારો થયો હતો. જોકે, સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન તેલ અને ચરબીના ભાવમાં 14.96 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ડિસેમ્બરમાં છૂટક ફુગાવો ગ્રામીણ વિસ્તારોમાં 5.93 ટકા હતો જ્યારે શહેરી વિસ્તારોમાં તે 5.46 ટકા હતો. જો કે, ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો શહેરી વિસ્તારોની સરખામણીએ ઓછો રહ્યો છે.

આ પણ વાંચોઃ- Today Weather Updates : ઉત્તર ભારતમાં ધુમ્મસ અને કોલ્ડ વેવનું એલર્ટ, ગુજરાતમાં કેવી છે સ્થિતિ?

ફુગાવામાં વધારો ખાદ્યપદાર્થો અને પીણાના ભાવમાં વધારાને કારણે થયો છે.

ડેટા પર ટિપ્પણી કરતાં, ICRA રેટિંગ્સ ચીફ ઇકોનોમિસ્ટ અદિતિ નાયરે જણાવ્યું હતું કે માસિક ધોરણે ગ્રાહક ભાવ સૂચકાંક ફુગાવામાં વધારો ખાદ્યપદાર્થો અને પીણાંના ભાવમાં વધારો થવાને કારણે છે. અન્ય પેટા-જૂથોમાં, વાર્ષિક ધોરણે કિંમતો કાં તો નરમ પડી છે અથવા લગભગ સ્થિર છે. તેમણે કહ્યું કે, ખાદ્ય પદાર્થોમાં, અપેક્ષા મુજબ, શાકભાજીએ મોંઘવારી વધારવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. NSOના ડેટા અનુસાર, ડિસેમ્બરમાં દિલ્હીમાં સૌથી ઓછો ફુગાવો 2.95 ટકા હતો જ્યારે ઓડિશામાં સૌથી વધુ ફુગાવો 8.73 ટકા હતો.

સૌથી ઓછો ફુગાવો દિલ્હીમાં 2.95 ટકા હતો જ્યારે સૌથી વધુ ફુગાવો ઓડિશામાં 8.73 ટકા હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO)ના ડેટા અનુસાર, ખાદ્ય ચીજવસ્તુઓની છૂટક ફુગાવો ડિસેમ્બર, 2023માં વધીને 9.53 ટકા થયો હતો, જે અગાઉના મહિનામાં 8.70 ટકા અને ડિસેમ્બર, 2022માં 4.90 ટકા હતો. તાજેતરના આંકડા અનુસાર ડિસેમ્બરમાં વાર્ષિક ધોરણે શાકભાજીનો મોંઘવારી દર 27.64 ટકા રહ્યો હતો. તે પછી કઠોળ અને મસાલાના ભાવમાં અનુક્રમે 20.73 ટકા અને 19.69 ટકાનો વધારો થયો હતો. જોકે, સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન તેલ અને ચરબીના ભાવમાં 14.96 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

Web Title: Inflation increased in the month of december by nso data highest in this state ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×