scorecardresearch
Premium

Infinix Zero 40 Series : 108MP રિયર અને 50MP સેલ્ફી કેમેરા સાથે ઇન્ફિનિક્સ ઝીરો 40 સીરીઝ લોન્ઝ, જાણો કિંમત અને ફિચર્સ

Infinix Zero 40 Series : ઇન્ફિનિક્સે પસંદગીના ગ્લોબલ માર્કેટમાં ઇન્ફિનિક્સ ઝીરો 40 5જી સીરીઝ લોન્ચ કરી, ઇન્ફિનિક્સ ઝીરો 40 5G અને Zero 40 4Gની કિંમત અને ફીચર્સ વિશે જાણો.

Infinix Zero 40 Series, Infinix
Infinix Zero 40 Series launched: ઇન્ફિનિક્સે પસંદગીના ગ્લોબલ માર્કેટમાં ઇન્ફિનિક્સ ઝીરો 40 5જી સીરીઝ લોન્ચ કરી

Infinix Zero 40 Series launched: ઇન્ફિનિક્સે પસંદગીના ગ્લોબલ માર્કેટમાં ઇન્ફિનિક્સ ઝીરો 40 5જી સીરીઝ લોન્ચ કરી હતી. નવી સીરીઝમાં કંપનીએ ઇન્ફિનિક્સ ઝીરો 40 5જી અને ઇન્ફિનિક્સ ઝીરો 40 4જી હેન્ડસેટ લોન્ચ કર્યા છે. આ બંને ઇન્ફિનિક્સ ઝીરો 40 સીરીઝના સ્માર્ટફોનમાં 108MP પ્રાઇમરી રિયર કેમેરા, 50MP ફ્રન્ટ કેમેરા અને AMOLED ડિસ્પ્લે જેવા ફિચર્સ મળે છે. ઇન્ફિનિક્સ ઝીરો 40 5G અને Zero 40 4Gની કિંમત અને ફીચર્સ વિશે જાણો.

ઇન્ફિનિક્સ ઝીરો 40 5G, ઇન્ફિનિક્સ ઝીરો 40 4G કિંમત

ઇન્ફિનિક્સ ઝીરો 40 5જી સ્માર્ટફોનની કિંમત 399 ડોલર (લગભગ 33,500 રૂપિયા) રાખવામાં આવી છે. જ્યારે 4G વેરિએન્ટને 289 ડોલર (લગભગ 24,200 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર આ હેન્ડસેટની કિંમત અલગ અલગ દેશોમાં અલગ-અલગ હોઇ શકે છે.

ફોનનું 5G વર્ઝન ટાઇટેનિયમ, રોક બ્લેક અને વાયોલેટ ગાર્ડન કલરમાં ઉપલબ્ધ હશે. જ્યારે 4જી વેરિએન્ટને બ્લોસમ ગ્લો, મિસ્ટી એક્વા અને રોક બ્લોક કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. હાલ ભારતમાં આ સીરીઝને લોન્ચ કરવા સાથે જોડાયેલી કોઇ જાણકારી આપવામાં આવી નથી.

ઇન્ફિનિક્સ ઝીરો 40 5જી, ઇન્ફિનિક્સ ઝીરો 40 4G ફિચર્સ

ઇન્ફિનિક્સ ઝીરો 40 સિરીઝને 6.78 ઇંચની 3ડી કર્વ્ડ એમોલેડ ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્ક્રીન 144 હર્ટ્ઝ રિફ્રેશ રેટ, 1300 નીટ્સ સુધી પીક બ્રાઇટનેસ, કોર્નિંગ ગોરિલા ગ્લાસ પ્રોટેક્શનને સપોર્ટ કરે છે.

ઇન્ફિનિક્સ ઝીરો 40 5જી વેરિઅન્ટમાં મીડિયાટેક ડિમેન્સિટી 8200 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જ્યારે 4જી વેરિઅન્ટમાં મીડિયાટેક હેલિયો જી 100 ચિપસેટ આપવામાં આવ્યું છે. ફોન 24 જીબી સુધીની ડાયનેમિક રેમ સપોર્ટ કરે છે અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે આવે છે. બંને મોડેલો એન્ડ્રોઇડ 14 આધારિત ઇન્ફિનિક્સ યુઆઈ પર ચાલે છે.

આ પણ વાંચો – વનપ્લસ 11 સ્માર્ટફોનમાં જબરજસ્ત ડિસ્કાઉન્ટ ઓફર, ચેક કરો નવી કિંમત

કેમેરાની વાત કરીએ તો ઇન્ફિનિક્સ ઝીરો 40 સીરીઝમાં 108MPનો પ્રાઇમરી રિયર કેમેરો, 50MP અલ્ટ્રા વાઇડ કેમેરા આપવામાં આવ્યા છે. આ ફોનમાં 50 મેગાપિક્સલનું સેલ્ફી સેન્સર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં એક વ્લોગ મોડ પણ છે જે યુઝર્સને વ્લોગ્સ બનાવવામાં મદદ કરશે.

ઇનફિનિક્સ ઝીરો 40 અને ઝીરો 50 સિરીઝમાં 5000 એમએએચની બેટરી છે અને બંને ફોન 45 વોલ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. પરંતુ 5G વેરિએન્ટમાં 20W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. આ ફોનમાં એનએફસી કનેક્ટિવિટી પણ છે અને ગૂગલના જેમિની એઆઈ આસિસ્ટેન્ટ સપોર્ટ પણ મળે છે.

Web Title: Infinix zero 40 series launched price features specifications 5000mah battery ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×