Infinix Smart 9HD Launch In India: ઇન્ફિનિક્સ સ્માર્ટ 9એચડી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. તે લેટેસ્ટ ઇન્ફિનિક્સ સ્માર્ટ સીરિઝ સ્માર્ટફોન છે. ઇન્ફિનિક્સ સ્માર્ટ 9 એચડી સ્માર્ટફોન ભારતમાં 7000 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે. નવા ઇન્ફિનિક્સ સ્માર્ટફોનમાં 5000mAhની બેટરી, 6.7 ઇંચની મોટી ડિસ્પ્લે અને 6GB સુધીની રેમ આવે છે. ઇન્ફિનિક્સના આ એન્ટ્રી-લેવલ ફોનમાં શું છે ખાસ? જાણો કિંમત અને તમામ ફીચર્સ
Infinix Smart 9HD Price : ઇન્ફિનિક્સ સ્માર્ટ 9 એચડી કિંમત
ઇન્ફિનિક્સ સ્માર્ટ 9એચડી ફોન ભારતમાં 6699 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનમાં 3 જીબી રેમ સાથે 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. આ ફોન મિન્ટ ગ્રીન, કોરલ ગોલ્ડ, નિયો ટાઇટેનિયમ અને મેટાલિક બ્લેક કલરમાં આવે છે.
કંપનીનું કહેવું છે કે 4 ફેબ્રુઆરીએ સ્પેશિયલ ઓફર સાથે હેન્ડસેટને પ્રીપેડ ઓફરમાં 6199 રૂપિયામાં ખરીદી શકાશે.
Infinix Smart 9HD Specifications : ઇન્ફિનિક્સ સ્માર્ટ 9 એચડી સ્પેસિફિકેશન
ઇનફિનિક્સ સ્માર્ટ 9 એચડી સ્માર્ટફોનમાં 6.7 ઇંચની એચડી+ પંચ-હોલ ડિસ્પ્લે છે. સ્ક્રીનમાં 90 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને પીક બ્રાઇટનેસ 500 નીટ છે. હેન્ડસેટમાં ડીટીએસ ઓડિયો પ્રોસેસિંગ સાથે ડ્યુઅલ સ્પીકર્સ મળે છે. નવા ફોનમાં મીડિયાટેક હેલિયો જી50 2.2 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે. સ્માર્ટફોનમાં 3 જીબી રેમ છે જ્યારે 3 જીબી રેમને વર્ચ્યુઅલ રીતે વધારી શકાય છે.
ડિઝાઇનની વાત કરીએ તો ઇન્ફિનિક્સ સ્માર્ટ 9 એચડી ફોનમાં મલ્ટીલેયર ગ્લાસ ફિનિશ બેક આપવામાં આવ્યું છે. ફોનમાં એન્ટી ફિંગરપ્રિન્ટ ડિઝાઇન આપવામાં આવી છે. ફ્લેટ એજ સાથે, આ ડિવાઇસ પ્રીમિયમ લુક આપે છે. તેમાં IP54 સ્પ્લેશ-પ્રૂફ રેટિંગ આપવામાં આવ્યું છે.
ફોટોગ્રાફીની વાત કરીએ તો સ્માર્ટ 9એચડીમાં ક્વાડ એલઇડી ફ્લેશ અને ઝૂમ ફ્લેશ સાથે 13 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન એલઇડી ફ્લેશ સાથે આવે છે અને તેમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો | મેડ ઈન ઈન્ડિયા સ્માર્ટફોન માત્ર 6000 રૂપિયામાં, 1 વર્ષની વોરંટી સાથે ડોરસ્ટેપ સર્વિસ ફ્રી
ડિવાઇસને પાવર આપવા માટે 5000mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે એઆઇ ચાર્જ પ્રોટેક્શન સાથે આવે છે. આ ફોન એન્ડ્રોઇડ 14 ગો એડિશન પર ચાલે છે. Dynamic Bar માં યુઝર્સ જરૂરી નોટિફિકેશન જોઈ શકે છે.