scorecardresearch
Premium

108MP કેમેરા વાળો Infinix Note 40X 5G સ્માર્ટફોન લોન્ચ, 5000mAh બેટરીવાળા ફોનની કિંમત અને ફિચર્સ

Infinix Note 40X 5G : ઇન્ફિનિક્સે આજે (5 ઓગસ્ટ) ભારતમાં પોતાનો નવો નોટ-સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ઇન્ફિનિક્સ નોટ 40એક્સ 5જી કંપનીનો નવો સ્માર્ટફોન છે

infinix note 40x 5g launched, infinix note 40x 5g
Infinix Note 40X 5G launched : ઇન્ફિનિક્સે આજે (5 ઓગસ્ટ) ભારતમાં પોતાનો નવો નોટ-સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કર્યો

Infinix Note 40X 5G launched : ઇન્ફિનિક્સે આજે (5 ઓગસ્ટ) ભારતમાં પોતાનો નવો નોટ-સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ઇન્ફિનિક્સ નોટ 40એક્સ 5જી કંપનીનો નવો સ્માર્ટફોન છે અને તેમાં 12 જીબી સુધીની રેમ, 256 જીબી સુધીની સ્ટોરેજ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. નવા ઇન્ફિનિક્સ નોટ 40એક્સ 5જીમાં 108MPનો પ્રાઇમરી રિયર કેમેરા અને એપલ જેવો ડાયનેમિક આઇલેન્ડ આપવામાં આવ્યો છે.

આ સીરીઝમાં ઇન્ફિનિક્સ નોટ 40 પ્રો+ 5જી અને ઇન્ફિનિક્સ નોટ 40 પ્રો 5જી પણ આ પહેલા લોન્ચ કરવામાં આવી ચૂકી છે. આવો તમને જણાવીએ નવા નોટ 40X 5જીની કિંમત અને ફીચર્સ વિશે.

ઇન્ફિનિક્સ નોટ 40X 5G કિંમત (Infinix Note 40X 5G Price in India)

ઇન્ફિનિક્સ નોટ 40એક્સ 5જી સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે. જ્યારે 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 15,999 રૂપિયા છે. બેંક ઓફર્સની સાથે 12 જીબી રેમ વેરિઅન્ટને 14,999 રૂપિયામાં અને 8 જીબી બેઝ વેરિઅન્ટને 13,499 રૂપિયામાં ખરીદી શકાય છે. હેન્ડસેટ લાઇમ ગ્રીન, પામ બ્લુ અને સ્ટારલિટ બ્લેક કલરમાં આવે છે. હેન્ડસેટનું વેચાણ ફ્લિપકાર્ટ અને રિટેલ સ્ટોર્સ પર 9 ઓગસ્ટથી શરૂ થશે.

ઇન્ફિનિક્સ નોટ 40X 5G ફિચર્સ (Infinix Note 40X 5G specifications)

ઇન્ફિનક્સ નોટ 40એક્સ 5જી સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 આધારિત એક્સઓએસ 14 પર ચાલે છે. ફોનમાં 6.78 ઇંચની ફુલએચડી + (1,080×2,436 પિક્સલ) ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ અને પીક બ્રાઇટનેસ 500 નિટ્સ છે. આ ફોનમાં એપલ આઇફોનની જેમ ડાયનામિક પોર્ટ ફીચર આપવામાં આવ્યું છે, જેના પર ચાર્જિંગ, લો બેટરી જેવી માહિતી જોઇ શકાય છે.

આ પણ વાંચો – iPhone 15 Plus પર ઓફર, 17000થી ઓછી કિંમતમાં આવી રીતે તમને મળી શકે છે આઇફોન

ઇન્ફિનિક્સના આ હેન્ડસેટમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં 108 મેગાપિક્સલનું પ્રાઇમરી રિયર સેન્સર આપવામાં આવ્યું છે જે ક્વાડ-એલઇડી ફ્લેશ સાથે આવે છે. ફોનમાં ફ્રન્ટમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. સિક્યોરિટી માટે ડિવાઇસમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને એનએફસી જેવો સપોર્ટ આપવામાં આવ્યો છે.

હેન્ડસેટમાં ડીટીએસ ઓડિયો પ્રોસેસિંગ સાથે ડ્યુઅલ સ્પીકર્સ મળે છે. ઇન્ફિનિક્સ નોટ 40x 5જીમાં બ્લૂટૂથ 5.2, વાઇ-ફાઇ 5.0 જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ડિવાઇસને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 18W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને વાયર્ડ રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Web Title: Infinix note 40x 5g launched price specifications and features ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×