scorecardresearch
Premium

ઇન્ફિનિક્સ નોટ 40 સિરીઝ રેસિંગ એડિશન 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

Infinix Note 40 Series Racing Edition : ઇન્ફિનિક્સ નોટ 40 સીરીઝ રેસિંગ એડિશન ઓફ નોટ 40, નોટ 40 5જી, નોટ 40 પ્રો, નોટ 40 પ્રો 5જી અને નોટ 40 પ્રો + 5જી વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે

infinix note 40 series racing edition, infinix note 40 series
ઇન્ફિનિક્સ નોટ 40 સિરીઝ રેસિંગ એડિશન ગુરુવારે (7 જૂન 2024) લોન્ચ કરવામાં આવ્યો

Infinix Note 40 Series Racing Edition launched: ઇન્ફિનિક્સ નોટ 40 સિરીઝ રેસિંગ એડિશન ગુરુવારે (7 જૂન 2024) લોન્ચ કરવામાં આવ્યો છે. ઇન્ફિનિક્સ નોટ 40 સીરીઝ રેસિંગ એડિશન ઓફ નોટ 40, નોટ 40 5જી, નોટ 40 પ્રો, નોટ 40 પ્રો 5જી અને નોટ 40 પ્રો + 5જી વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. કંપનીએ રેસિંગ એડિશન માટે બીએમડબલ્યુ ગ્રુપ ડિઝાઇનવર્કસ સાથે ભાગીદારી કરી છે. આ ફોન સિલ્વર ફિનિશ, વર્ટિકલ રિજ સાથે આવે છે. તમને ઇન્ફિનિક્સ નોટ 40 સીરીઝ રેસિંગ એડિશનની કિંમત અને ફીચર્સ વિશે વિસ્તારથી જણાવીએ.

ઇન્ફિનિક્સ નોટ 40 રેસિંગ એડિશનની કિંમત (Infinix Note 40 Series Racing Edition price)

ઇન્ફિનિક્સ નોટ 40 રેસિંગ એડિશનની કિંમત 209 ડોલર (લગભગ 17,400 રૂપિયા)થી શરૂ થાય છે. જ્યારે નોટ 40 5જી રેસિંગ એડિશનની કિંમત 259 ડોલર (લગભગ 21,600 રૂપિયા)થી શરૂ થાય છે. ઇન્ફિનિક્સ નોટ 40 પ્રો રેસિંગ એડિશનની કિંમત 4જી અને 5જી વેરિઅન્ટ માટે અનુક્રમે 279 ડોલર (આશરે 23,300 રૂપિયા) અને 309 ડોલર (આશરે 25,800 રૂપિયા) રાખવામાં આવી છે. તે જ સમયે ટોપ-એન્ડ ઇન્ફિનિક્સ નોટ 40 પ્રો + 5 જી રેસિંગ એડિશનની કિંમત 329 ડોલર (લગભગ 27,500 રૂપિયા) થી શરૂ થાય છે.

ઇન્ફિનિક્સ નોટ 40 સિરીઝ રેસિંગ એડિશન સ્પેસિફિકેશન્સ (Infinix Note 40 Series Racing Edition specifications)

ઇન્ફિનિક્સ નોટ 40 રેસિંગ એડિશનની કિંમત નોટ 40 સિરીઝ રેસિંગ એડિશન સ્માર્ટફોનમાં પણ સ્ટાન્ડર્ડ વેરિઅન્ટના તમામ સ્પેસિફિકેશન્સ છે. નવા વેરિઅન્ટમાં માત્ર ડિઝાઇનનો તફાવત છે. રિયર પેનલ પર વર્ટિકલ રિજ છે જેનાથી ગ્રિપ સુધારે છે.

ઇન્ફિનિક્સ નોટ 40 અને નોટ 40 પ્રો

ઇન્ફિનિક્સ નોટ 40 અને નોટ 40 પ્રો સ્માર્ટફોનમાં મીડિયાટેક હેલિયો જી99 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જ્યારે બેસ અને પ્રો મોડલના 5G વેરિઅન્ટ અને નોટ 40 પ્રો+ માં મીડિયાટેક ડિમેન્સિટી 7020 ચિપસેટ છે. નોટ 40 અને નોટ 40 પ્રો સ્માર્ટફોનને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જ્યારે પ્રો+ વેરિઅન્ટમાં 4600mAhની બેટરી આપવામાં આવી છે.

નોટ 40 પ્રો+ 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, જ્યારે નોટ 40ના બેઝ વેરિઅન્ટના 4G અને 5G મોડલ 45W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. જ્યારે નોટ 40 પ્રોના 4જી અને 5 જી વેરિઅન્ટ 70W અને 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ તમામ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 આધારિત એક્સઓએસ સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં 108 મેગાપિક્સલ પ્રાઇમરી રિયર કેમેરા અને 32 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Web Title: Infinix note 40 series racing edition launched price features specifications ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×