scorecardresearch
Premium

Infinix Hot 60 5G+ Launch: ઇન્ફિનિક્સ હોટ 60 5જી સ્માર્ટફોન AI બટન સાથે લોન્ચ, કિંમત 10 હજારથી ઓછી

Infinix Hot 60 5G+ Launch In India : ઇન્ફિનિક્સ હોટ 60 5જી સ્માર્ટફોનને 5200mAh બેટરી અને 128GB સ્ટોરેજ સાથે રજૂ કરવામાં આવ્યો છે. ડિવાઇસમાં અલ્ટ્રાલિંક કનેક્ટિવિટી છે જેથી વપરાશકર્તાઓ નેટવર્ક વગર અથવા નબળા નેટવર્ક હોય તેવા સ્થળોએ વોઇસ કોલ્સ દ્વારા વાતચીત કરી શકે.

Infinix Hot 60 5G+ Price and Specifications: | Infinix Hot 60 5G+ launch | Infinix mobile
Infinix Hot 60 5G+ India Launch : ઇન્ફિનિક્સ હોટ 60 5જી સ્માર્ટફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 7020 ચિપસેટ અને IP64 રેટિંગ સાથે આવે છે. (Photo: @InfinixIndia)

Infinix Hot 60 5G+ Price in India: ઇન્ફિનિક્સ મોબાઇલ કંપનીએ ભારતમાં પોતાની હોટ સીરિઝનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ઇન્ફિનિક્સ હોટ 60 5જી+ કંપનીનો નવો ફોન છે અને તેમાં મીડિયાટેક ડિમેન્સિટી 7020 ચિપસેટ, 5200mAh બેટરી અને IP64 રેટેડ ડસ્ટ અને સ્પ્લેશ-રેઝિસ્ટન્ટ બિલ્ડ આપવામાં આવ્યું છે. ઇન્ફિનિક્સનો આ ફોન ગૂગલના સર્કલ ટુ સર્ચ, કસ્ટમાઇઝેબલ એઆઇ બટન અને ઇન્ફિનિક્સના ફોલેક્સ એઆઇ આસિસ્ટન્ટ સાથે આવે છે. નવા ઇન્ફિનિક્સ હોટ 60 5જી સ્માર્ટફોનમાં શું ખાસ છે? જાણો કિંમત અને ફીચર્સ વિશે દરેક વિગત

Infinix Hot 60 5G+ Price in India : ભારતમાં ઇન્ફિનિક્સ હોટ 60 5G+ કિંમત

ઇન્ફિનિક્સ હોટ 60 5જી+ ની કિંમત 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વિકલ્પ માટે 10,499 રૂપિયા છે. આ ફોનને શેડો બ્લૂ, સ્લિક બ્લેક, અને ટુન્ડ્રા ગ્રીન કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનનું વેચાણ ફ્લિપકાર્ટ પર 17 જુલાઈથી શરૂ થશે. આ સ્માર્ટફોન પર 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આમ ઇન્ફિનિક્સ હોટ 60 5જી સ્માર્ટફોન 10000 થી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે.

Infinix Hot 60 5G+ Specification : ઇન્ફિનિક્સ હોટ 60 5G+ સ્પેસિફિકેશન

ઇન્ફિનિક્સ હોટ 60 5જી+ સ્માર્ટફોનમાં 6.7 ઇંચની એચડી+ ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. સ્ક્રીનની પીક બ્રાઇટનેસ 700 નીટ્સ છે. તે મીડિયાટેક ડિમેન્સિટી 7020 ચીપસેટ, 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ XOS 15 સાથે આવે છે. ગેમ રમવાના શોખીનો માટે ઇન્ફિનિક્સ સ્માર્ટફોન વાજબી કિંમતે પાવરફુલ ગેમિંગ સ્માર્ટફોન છે.

ઇન્ફિનિક્સના લેટેસ્ટ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ડ્યુઅલ મોડ વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં અલ્ટ્રાલિંક કનેક્ટિવિટી છે જેથી વપરાશકર્તાઓ નેટવર્ક વગર અથવા નબળા નેટવર્ક હોય તેવા સ્થળોએ વોઇસ કોલ્સ દ્વારા વાતચીત કરી શકે. જો કે, આ ફીચર્સ માત્ર ઇન્ફિનિક્સ ટુ ઇન્ફિનિક્સ માટે સપોર્ટ કરે છે. સ્માર્ટફોનની જાડાઈ 7.8 મીમી છે.

Infinix Hot 60 5G+ સ્માર્ટફોનમાં HyperEngine 5.0 Lite Gaming Technology છે અને તેમાં XBoost AI Game Mode પણ છે. ડિવાઇસમાં પાવર આપવા માટે 5200mAhની મોટી બેટરી આપવામાં આવી છે. ફોન બાયપાસ ચાર્જિંગ અને રિવર્સ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટ આઇપી ૬૪ ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સને સપોર્ટ કરે છે.

ફોનની સૌથી મહત્વની વિશેષતા એ છે કે ફોનની જમણી બાજુએ કસ્ટમાઇઝેબલ થઇ શકે તેવું AI બટન આવે છે. સિંગલ-પ્રેસ અને લોંગ-પ્રેસ કરી ઘણા કાર્યો કરી શકે છે. ફોનમાં AI કોલ આસિસ્ટન્ટ, AI રાઇટિંગ આસિસ્ટન્ટ અને ગૂગલના સર્કલ ટુ સર્ચ ફીચર પણ આવે છે.

Web Title: Infinix hot 60 5g launch india with ai button price specifications features know here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×