Indian Railways UTS App Unreserved Train Tickets Book Online : ભારતીય રેલવે ટ્રેન એ દેશની જીવાદોરી સમાન છે. દરરોજ કરોડો ભારતીયો ટ્રેનમાં મુસાફરે કરે છે. ટ્રેનના જનરલ ડબ્બામાં મુસાફરી કરનાર લોકોની સંખ્યા પણ ઘણી વધારે છે. ટ્રેનના જનરલ ડબ્બામાં મુસાફરી કરવી જેટલી મુશ્કેલી છે તેટલી જ મુશ્કેલ છે જનરલ ડબ્બાની એટલે કે અન રિઝર્વ ટિકિટ મેળવવી. રેલવે પ્લેટફોર્મ પર ટ્રેનના જનરલ ડબ્બાની ટિકિટ મેળવવા લાંબી લાઇનોમાં ઉભા રહેવુ છે જે બહુ મુશ્કેલીવાળું અને કંટાળાજનક હોય છે. ઘણી વખત તો સમયસર ટિકિટ ન મળવાને કારણે ટ્રેન પણ જતી રહે છે.
ટ્રેનની જનરલ ટિકિટ ઓનલાઇન ખરીદો (General Train Ticket)
મુસાફરોને આવી મુશ્કેલીથી બચવા માટે ભારતીય રેલવે એક મોબાઇલ એપ પણ લોન્ચ કરેલી છે. જેની વડે તમે ટ્રેનના જનરલ ડબ્બાની ટિકિટ ઓનલાઇન ખરીદી શકો છો. જેનાથી તમને ટિકિટ ખરીદવા લાઇનમાં પણ ઉભા રહેવુ નહીં પડે અને કિંમત સમયની બચત થશે.
ટ્રેનના જનરલ ડબ્બાની ઓનલાઇન ટિકિટ વિશે બહુ ઓછા લોકોને માહિતી છે. તમે તમારા મોબાઈલથી જનરલ ટ્રેનની ટિકિટ બુક કરાવી શકો છો. અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરવા માટે તમારે તમારા મોબાઈલમાં રેલવેની યુટીએસ ઓન મોબાઈલ એપ ડાઉનલોડ કરવી પડશે, ત્યારબાદ તેની મદદથી તમે થોડીવારમાં ટિકિટ બુક કરી શકશો.
ઓનલાઈન ટ્રેનની જનરલ ટિકિટ બુક કરવાની રીત (How To Book Online Unreserved Train Tickets)
- સૌ પ્રથમ, જો તમે એન્ડ્રોઇડ યુઝર છો, તો Google Play Store પર જાઓ અને તમારા ફોનમાં UTS એપ ઇન્સ્ટોલ કરો. જો તમે iOS યુઝર્સ છો, તો તમે Apple App Store પરથી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો.
- તમારે એપ પર પોતાનું રજિસ્ટર કરાવવું પડશે.
- હવે તમારે પેમેન્ટ વિકલ્પ પસંદ કરવો પડશે અને રિચાર્જ કરવું પડશે.
- હવે તમે ઓનલાઈન જનરલ ટ્રેન ટિકિટ બુક કરી શકશો. આ ટિકિટ પેપરલેસ હશે.
- ટિકિટ બુક કરવા માટે તમારે ક્યાં જવું છે તેની માહિતી આપવી પડશે.
- હવે તમારે પેમેન્ટ કરી ટિકિટ બુક કરાવી શકશો. જો તમે ઈચ્છો, તો તમે ટિકિટ પ્રિન્ટ કરાવી શકો છો.
આ પણ વાંચો – રેલવે વિભાગ હવે ડબલ ડેકર ટ્રેન શરૂ કરશે; નવી ટ્રેનના કોચ, બેઠક વ્યવસ્થા અને ખાસિયતો વિશે જાણો વિગતવાર
ઓનલાઈન જનરલ ટિકિટ લેવાથી સમયની બચત થશે
UTS મોબાઇલ એપ વડે તમે માત્ર જનરલ ટિકિટ જ નહીં પરંતુ માસિક પાસ અને મોસમી ટિકિટ પણ બુક કરી શકો છો. UTS મોબાઈલ એપનો સૌથી મોટો ફાયદો એ છે કે તે તમારો કિંમતી સમય બચાવી શકે છે. તેમજ રેલવે કાઉન્ટર પર લાંબી લાઈનોની ઝંઝટમાંથી પણ બચાવશે.