How to get confirm train ticket: ભારતીય રેલવે દેશભરમાં અવરજવર કરવા માટે એક મુખ્ય ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે. સમયાંતરે રેલવે દ્વારા મોટા તહેવારો અને પ્રસંગોએ ખાસ ટ્રેનો દોડાવવામાં આવે છે. પરંતુ તેમ છતાં ટ્રેનોમાં વધુ ડિમાન્ડ અને સીટની ઓછી ઉપલબ્ધતાના કારણે લોકોને ટ્રેનની કન્ફર્મ ટિકિટ મળતી નથી. રેલવે મુસાફરોને ઘણી વખત વેઇટિંગ કે જનરલ ટિકિટ લઈને ટ્રેનમાં મુસાફરી કરવી પડે છે. ઘણી વખત એવું બને છે કે તત્કાલ ટિકિટ બુક કરાવ્યા પછી પણ કન્ફર્મ ટિકિટ મળતી નથી. આજે અમે તમને એક અનોખી રીત જણાવી રહ્યા છીએ, જેના વડે તમે ટ્રેનની કન્ફર્મ ટિકિટ મેળવી શકો છો. આઈઆરસીટીસીના આ ફીચર દ્વારા તમે ચાર્ટ તૈયાર થયા બાદ પણ સરળતાથી કન્ફર્મ ટિકિટ મેળવી શકો છો.
આજે અમે તમને જણાવી રહ્યા છીએ એ રીત જેના દ્વારા તમે ટ્રેનનો ચાર્ટ તૈયાર થયા બાદ ટ્રેનમાં સીટ ખાલી રહે છે તો તમે કેવી રીતે ટિકિટ બુક કરાવી શકો છો. ઘણી વખત એવું બને છે કે મુસાફર છેલ્લી ઘડીએ ટ્રેન ટિકિટ કેન્સલ કરાવે છે, તો IRCTCની આ સુવિધાની મદદથી તમે કન્ફર્મ ટિકિટ મેળવી શકો છો.
આઈઆરસીટીસી ચાર્ટ્સ / વેકેન્સી ફીચર (IRCTC Charts/Vacancy Features)
તમને જણાવી દઈએ કે આઈઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઈટ કે એપ પર તમને ચાર્ટ્સ/વેકેન્સી નામનું ફીચર જોવા મળશે. આ ફીચર દ્વારા તમે ચાર્ટ તૈયાર થયા બાદ પણ ચાલતી ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મેળવી શકો છો. નોંધનિય છે કે, આ ફીચર દ્વારા મુસાફરો જાણી શકે છે કે ટ્રેનના સ્લીપર કે એસી ક્લાસમાં કેટલી સીટ ખાલી છે. તમે ઇચ્છો તો સીટની ખાલી માહિતી ટીટીઇને બતાવી શકો છો અને તેમની પાસેથી ટિકિટ પણ મેળવી શકો છો.
ભારતીય રેલવે અનુસાર, ઘણી વખત એવું બને છે કે છેલ્લી ઘડીએ ટ્રેનની કન્ફર્મ સીટ પેસેન્જર દ્વારા કેન્સલ કરવામાં આવે છે અને પછી તેની ફાળવણી બીજા કોઈના નામે કરવામાં આવતી નથી. અને તે સમયે ચાર્ટ તૈયાર થયા બાદ તમે આ ચાર્ટ્સ / વેકેન્સી ફીચર દ્વારા ઓનલાઇન જોઇ શકો છો કે ટ્રેનના કયા કોચમાં કઇ સીટ ખાલી છે. જો તમને કોઈ સીટ ખાલી દેખાય તો તમે તે સીટને સરળતાથી બુક કરાવી શકો છો અને સીટ મેળવી શકો છો. ખાસ વાત એ છે કે જો તમે ઈમરજન્સીમાં ક્યાંક જઈ રહ્યા છો તો ટ્રેનમાં ચઢતી વખતે રિયલ ટાઈમ સ્ટેટસ પણ ચેક કરતા રહી શકો છો અને સીટ ખાલી હોય ત્યાં ટિકિટ બુક કરાવી શકો છો.

પ્રથમ ચાર્ટ ટ્રેન ઉપડવાના 4 કલાક પહેલા જોઈ શકાય છે જ્યારે બીજો ચાર્ટ ટ્રેનના ઉપડવાના 30 મિનિટ પહેલા જોઈ શકાય છે.
આઈઆરસીટીસી ચાર્ટ્સ/વેકેન્સી ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો
સૌથી પહેલા તમારા કોમ્પ્યુટર કે મોબાઈલમાં આઈઆરસીટીસીમાં લોગ ઇન કરો
તે પછી સોથી ઉપર દેખાતા જમણી બાજુ દેખાતા ચાર્ટ્સ / વેકેન્સી વિકલ્પ પર ક્લિક કરો
IRCTC એપ માં આ ઓપ્શન Train આઇકોન પર ક્લિક કર્યા બાદ દેખાશે
તમારી મુસાફરીની વિગતોની માહિતી જેમ કે ટ્રેન નંબર, મુસાફરીની તારીખ અને બોર્ડિંગ સ્ટેશનની માહિતિ દાખલ કરો
આ પણ વાંચો | વંદે ભારત મેટ્રો ટ્રેનની પ્રથમ ઝલક, ટ્રેનની સ્પીડથી લઇ અને કોચની ખાસિયત સહિત બધુ જ જાણો
માહિતી દાખલ કર્યા બાદ ‘Get Train Chart વિકલ્પ પર ટેપ કરો
આ પછી તમને સ્ક્રીન પર રિઝર્વેશન ચાર્ટ દેખાશે
હવે તમે દરેક ક્લાસના કોચ અને કોચમાં ખાલી બર્થની સંખ્યા જોઈ શકો છો
લેઆઉટ જોવા માટે તમે તમારા કોચ નંબર પર ક્લિક કરી શકો છો