Indian Railways Summer Special Trains : ભારતીય રેલવે દ્વારા સમયાંતર ખાસ પ્રસંગો માટે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરવામાં આવે છે. હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. સમર વેકેશનમાં બાળકો પોતાના વતન – સગાસંબંધીઓને ત્યાં કે ફરવા માટે જતા હોય છે. લોકોને તેમના ગંતવ્ય સ્થળે પહોંચવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે રેલવે દ્વારા સમર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે.
નોર્ધન રેલવે તરફથી જણાવવામાં આવ્યું છે કે રેલ યાત્રીઓની સુવિધા માટે અને વધારાની ભીડ ઓછી કરવા માટે રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમે તમને ખાસ કરીને સમર ટ્રેનોની સંપૂર્ણ યાદી વિશે જણાવી રહ્યા છીએ. અહીં જાણો સમર સ્પેશિયલ ટ્રેનના નંબર, રૂટ, ટાઇમ ટેબલની સંપૂર્ણ માહિતી
ટ્રેન 09557/09558 ભાવનગર – દિલ્હી કેન્ટ-ભાવનગર સ્પેશ્યલ ટ્રેન (18 ટ્રીપ્સ) (09557/09558 Bhavnagar-Delhi Cantt –Bhavnagar Special train
સમર સ્પેશિયલ ટ્રેન નંબર 09557 ભાવનગર દિલ્હી કેન્ટ સ્પેશિયલ ટ્રેનની કુલ 18 ટ્રીપ્સ કરવામાં આવશે. આ ટ્રેન દર શુક્રવારે 5 મે 2024 થી 8 જૂન 2024 સુધી દોડશે. આ ટ્રેન બપોરે 3 વાગે 15 મિનિટે ભાવનગરથી ઉપડશે અને બીજા દિવસે બપોરે 1 વાગે 10 મિનિટ દિલ્હી કેન્ટ સ્ટેશને પહોંચશે. પરત ફરતી વખતે ટ્રેન નંબર 09558 દિલ્હી કેન્ટથી દર શનિવારે બપોરે 3.25 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 12.25 વાગ્યે ભાવનગર પહોંચશે.
આ ટ્રેનમાં જનરલ, એસી અને સ્લીપર ક્લાસના કોચ લગાવવામાં આવ્યા છે.
09335/ 09336 ઇન્દોર – હાવરા – ઇન્દોર સ્પેશિયલ ટ્રેન (2 ટ્રિપ્સ) (09335/ 09336 INDORE-HOWRAH-INDORE Special train
ટ્રેન નંબર 09335 ઈન્દોર – હાવડા બે ટ્રીપ દોડાવવામાં આવશે. આ ટ્રેન ઈન્દોરથી 26 એપ્રિલ 2024 ના રોજ રાત્રે 10.30 વાગ્યે દોડશે અને 28 એપ્રિલે સવારે 7 વાગ્યે હાવડા પહોંચશે. પરત ફરતી વખતે ટ્રેન નંબર 09336 28 એપ્રિલના રોજ સવારે 10 વાગ્યે હાવડાથી ઉપડશે અને બીજા દિવસે સાંજે 7.30 વાગ્યે ઇન્દોર પહોંચશે.
આ ટ્રેનમાં જનરલ અને સ્લીપર ક્લાસના કોચ લગાવવામાં આવ્યા છે.
09043/09044 બાંદ્રા ટર્મિનસ – બરૌની જંક્શન – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન (02 ટ્રિપ્સ) (09043/09044 Bandra Terminus – Barauni Jn. – Bandra Terminus Special train
ટ્રેન નંબર 09043 બાંદ્રા ટર્મિનસ-બરૌનીની કુલ 2 ટ્રીપ માટે દોડાવવામાં આવશે. આ ટ્રેન 26 એપ્રિલે રાત્રે 11 વાગ્યે મુંબઇ બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને 28 એપ્રિલે રાત્રે 11.30 વાગ્યે બરૌની જંકશન પહોંચશે. પરત ફરતી વખતે ટ્રેન નંબર 09044 29 એપ્રિલના રોજ સવારે 10.20 વાગ્યે બરૌનીથી ઉપડશે અને 1 મેના રોજ સવારે 7.05 વાગ્યે બાંદ્રા ટર્મિનલ પર પહોંચશે.
આ ટ્રેનના તમામ કોચ સ્લીપર ક્લાસ છે.
01109/01110 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ – ગોરખપુર- છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્પેશિયલ (01109/01110 Chhatrapati Shivaji Maharaj Terminus – Gorakhpur- Chhatrapati Shivaji Maharaj Terminus Special
ટ્રેન નંબર 01109 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ – ગોરખપુરને કુલ 4 ટ્રીપ માટે દોડાવવામાં આવશે. ટ્રેન નંબર 01109 તારીખ 28 એપ્રિલ અને 2 મેના રોજ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી દોડશે. આ ટ્રેન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી રાત્રે 11.50 વાગ્યે ઉપડશે અને 30 એપ્રિલ અને 4 મેના રોજ સવારે 8.20 વાગ્યે ગોરખપુર પહોંચશે. પરત ફરતી દિશામાં ટ્રેન નંબર 01110 ગોરખપુરથી 30 એપ્રિલ અને 3 મેના રોજ સવારે 11.20 વાગ્યે ઉપડશે અને 1 અને 6 મેના રોજ રાત્રે 11.15 વાગ્યે મુંબઇ પહોંચશે.
આ આખી ટ્રેનમાં એસી કોચ લગાવવામાં આવ્યા છે.
03423/03424 ભાગલપુર – હરિદ્વાર – ભાગલપુર સ્પેશિયલ ટ્રેન (03423/03424 Bhagalpur – Haridwar – Bhagalpur Special train
ભારતીય રેલવે સમર સ્પેશિયલ ટ્રેન નંબર 03423ની કુલ 18 વખત દોડાવવામાં આવશે. 03423 ભાગલપુર – હરિદ્વાર – ભાગલપુર સ્પેશિયલ ટ્રેન 29 એપ્રિલથી 24 મે સુધી દર સોમવારે ચાલશે. આ ટ્રેન ભાગલપુરથી બપોરે 1.55 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે 5.55 વાગ્યે હરિદ્વાર પહોંચશે.
પરત ફરતી વખતે આ ટ્રેન નંબર 03424 03424 HW – BGP SPL 30 એપ્રિલ થી 25 મે 2024 સુધી દર મંગળવારે દોડશે. પરત ફરતી વખતે ટ્રેન હરિદ્વારથી સાંજે 7.55 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 9.20 વાગ્યે ભાગલપુર પહોંચશે.
આ ટ્રેનમાં એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ લગાવવામાં આવ્યા છે.
06225/06226 એસએસએસ હુબલી જેએન-યોગનગરી ઋષિકેશ – એસએસએસ હુબલી જેએન સમર એક્સપ સ્પેશ્યલ 06225/06226 SSS HUBBALLI JN -YOG NAGARI RISHIKESH – SSS HUBBALLI JN Summer Exp special
ભારતીય રેલવે દ્વારા સમર સ્પેશિયલ ટ્રેન નંબર 06225/06226 એસએસએસ હુબલી જેએન-યોગનગરી ઋષિકેશ – એસએસએસ હુબલી જેએન સમર એક્સપ સ્પેશ્યલની કુલ 10 ટ્રીપ કરવામાં આવશે. ટ્રેન નંબર 06225 એસએસએસ હુબલિ -યોગ નગરી ઋષિકેશ દર સોમવારે 29 એપ્રિલથી 27 મે વચ્ચે દોડશે. આ ટ્રેન હુબલી જંકશનથી રાત્રે 9.45 વાગ્યે ઉપડશે અને બુધવારે સાંજે 6.45 વાગ્યે યોગ સિટી રૂષિકેશ પહોંચશે.
આ પણ વાંચો | ઉત્તર ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન, અમદાવાદથી માત્ર બે કલાકના અંતરે, ઓછા બજેટમાં ભરપૂર મજા
રિટર્નમાં ટ્રેન નંબર 06226 યોગ નગરી ઋષિકેશ – એસએસએસ હુબલી – દર ગુરુવારે 2 મેથી 30 મે ની વચ્ચે સાંજે 5.55 વાગ્યે દોડશે. અને શનિવારે સાંજે સાડા પાંચ વાગ્યે હુબલી જંક્શન પહોંચશે. આ ટ્રેનમાં એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ છે.