scorecardresearch
Premium

Indian Railways: ટ્રેનમાં કેટલો સામાન લઇ જઇ શકાય છે? AC, સ્લિપર અને જનરલ કોચ માટે અલગ અલગ નિયમ

How Much Luggage Allowed In Train : રેલવે વિભાગે ટ્રેન મુસાફરી દરમિયાન સામાન લઇ જવાની મર્યાદા નક્કી કરી છે. ટ્રેનના ફર્સ્ટ એસી, સેકન્ડ એસી અને થર્ડ એસી, સ્લિપર તેમજ જનરલ કોચ માટે અલગ અલગ નિયમ છે.

indian railways | train | indian railways rules | trains news
Indian Railways : ભારતીય રેલવે. પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

How Much Luggage Limit In Train : ટ્રેન ભારતની જીવાદોરી સમાન છે. ભારતમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ઘરથી બહાર ગામ સગાસબંધીના ઘરે કે ફરવા જવા અથવા ઓફિસ આવવા જવા માટે લોકો ટ્રેનમાં મુસાફરી કરી છે. આપણે ટ્રેનમાં મુસાફરી કરીયે ત્યારે મોટી મોટી સુટકેશ બેગ સાથે લઇ જઇયે છીએ. જો કે ટ્રેનમાં મુસાફરી કરનાર મોટાભાગના લોકોને ટ્રેનમાં કેટલા કિલો લગેજ એટલે કે માલસામાન લઇ જવાની મંજૂરી છે તેના વિશે જાણકારી હોતી નથી. તમને જણાવી દઇયે કે, રેલવે મંત્રાલયે ટ્રેનમાં લગેજ લઇ જવાની મર્યાદા નક્કી છે, તેમાય ટ્રેનના એસી, સ્લિપર અને જનરલ કોચ પ્રમાણમાં લગેજ લિમિટ પણ અલગ અલગ છે.

Train Luggage Limit In : ટ્રેનમાં સામાન લઇ જવાની લિમિટ

રેલવે વિભાગે ટ્રેનના First AC કોચના મુસાફરો માટે પ્રતિ મુસાફરી દીઠ 70 કિલો માલસામાન લઇ જવાની મર્યાદા નક્કી કરી છે. ફર્સ્ટ એસી કોચના મુસાફરોને રેલવે ખાસ સુવિધા આપે છે. ટ્રેનના સેકન્ડ એસી કોચમાં મુસાફરી દરમિયાન તમે 60 કિલો સામાન લઇ જઇ શકો છો. તેવી જ રીતે થર્ડ એસીમાં 40 કિલો સામાન લઇ જવાની મંજૂરી છે.

ટ્રેનના સ્લિપર કેચમાં સૌથી વધારે લોકો પ્રવાસ કરે છે. સ્લિપર કોચમાં મુસાફર 40 કિલો સામાન લઇ શકે છે. તેવી જ રીતે જનરલ કોચમાં 35 કિલો સામાન લઇ જવાી મંજૂરી આપી છે.

વધારે સામાન હોય તો ચાર્જ લાગે?

એરપોર્ટ જેમ રેલવે સ્ટેશન પર પણ લગેજ કાઉન્ટર હોય છે, જ્યાં લગેજનું વજન કરવામાં આવે છે. જો લગેજનું વજન નિર્ધારિત મર્યાદા કરતા વધારે હોય તો ચાર્જ ચૂકવવો પડે છે. જો મુસાફર ચાર્જ ન ચૂકવે તો ટ્રેનમાં ચેકિંગ દરમિયાન પકડાય ત્યારે દંડ વસૂલવામાં આવે છે.

Web Title: Indian railways rules how much luggage limit in train ac to sleeper coach as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×