scorecardresearch
Premium

India’s Fastest Train: ભારતની સૌથી ઝડપી ટ્રેન કઇ છે? સ્પીડ, રૂટ સ્ટોપેજ અને ટ્રેન ભાડું સહિત તમામ વિગત જાણો

India Fastest Train: ભારતની સૌથી ઝડપી રાજધાની એક્સપ્રેસ ટ્રેન કઇ છે? અહીં સૌથી ઝડપી ટ્રેનનું નામ, સ્પીડ, સ્ટોપેજ અને ભાડાની વિગત સહિત તમામ વિગત જાણવા મળશે.

India Fastest Train | indian railways | rajdhani express train
India Fastest Train: ભારતની સૌથી ઝડપી રાજધાની એક્સપ્રેસ ટ્રેન વર્ષ 1972માં શરૂ કરવામાં આવી હતી. (Photo: Indian Railways)

India’s Fastest Train: ભારતીય રેલવે દુનિયાનું સૌથી મોટું ટ્રેન નેટવર્ક ધરાવે છે. ટ્રેન ભારતમાં જાહેર પરિવહનની જીવાદોરી સમાન છે. ભારતીય રેલવે દરરોજ હજારો ટ્રેન દોડાવે છે અને તેમા લાખો લોકો મુસાફરી કરી છે. ભારતીય રેલવેએ વર્ષ 1969માં રાજધાની એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી હતી. આ ટ્રેનનો હેતુ રાજ્યોના પાટનગરને દેશની રાજધાની સાથે જોડવાનો હતો. હાલ દેશમાં 20થી વધુ રાજધાની ટ્રેનો અલગ અલગ રૂટ પર દોડી રહી છે. પહેલી રાજધાની એક્સપ્રેસની વાત કરીએ તો પહેલી ટ્રેન દિલ્હી અને હાવડા વચ્ચે દોડી હતી. રાજધાની ટ્રેનને ભારતીય રેલવે નેટવર્કમાં પ્રીમિયમ મુસાફરીનું પ્રતીક માનવામાં આવે છે.

ભારતની સૌથી ઝડપી રાજધાની એક્સપ્રેસ ટ્રેન કઈ છે?

ભારતની સૌથી ઝડપી રાજધાની એક્સપ્રેસ 1972માં શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેન મુંબઈને નવી દિલ્હી સાથે જોડે છે. આ ટ્રેન મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન માંથી પસાર થાય છે. પોતાની સ્પીડ અને ખાસ સુવિધાઓ માટે લોકપ્રિય રાજધાની ટ્રેન હવે ભારતીય રેલવે સિસ્ટમનો મહત્વનો ભાગ બની ચૂકી છે.

ભારતની સૌથી ઝડપી ટ્રેનમાં રાજધાની ઉપરાંત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પણ સમાવેશ થાય છે. આ ટ્રેન 180 કિમી પ્રતિ કલાકની મહત્તમ સ્પીડ અનુસાર તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત ગતિમાન એક્સપ્રેસ ટ્રેન 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તેજસ એક્સપ્રેસની વાત કરીએ તો આ ટ્રેન 200 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ સુધી દોડી શકે છે. સિયાલદાહ દુરંતો એક્સપ્રેસ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. વળી, ભોપાલ શતાબ્દી એક્સપ્રેસ 150 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે.

Mumbai New Delhi Rajdhani Express Train : મુંબઈ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેન : અંતર અને સમય

મુંબઈ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ માત્ર 15 કલાક 32 મિનિટમાં 1384 કિમીનું અંતર કાપે છે. ત્યાર પછી નંબર આવે છે, તેજસ રાજધાની એક્સપ્રેસ (ટ્રેન નંબર 12953), જે 16 કલાક 33 મિનિટમાં પોતાની યાત્રા પૂરી કરે છે. આ ઉપરાંત CSMT-Hazrat Nizamuddin Rajdhani Express (ટ્રેન નંબર 22221) 17 કલાક 55 મિનિટમાં મુસાફરી પૂર્ણ કરે છે.

મુંબઈ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેનની સ્પીડ

મુંબઈ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ (ટ્રેન નંબર 12951/12952) મુંબઈ નવી દિલ્હી તેજસ રાજધાની એક્સપ્રેસ તરીકે પણ ઓળખાય છે. ટ્રેન મહત્તમ 140 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. આ સ્પીડની સાથે તે ભારતની સૌથી ઝડપી રાજધાની એક્સપ્રેસ છે.

મુંબઈ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેન રૂટ અને સ્ટોપેજ

મુંબઈ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેન સમગ્ર રૂટ પર માત્ર 6 સ્ટેશનો પર રોકાય છે – બોરીવલી, સુરત, વડોદરા જંકશન, રતલામ જંકશન, નાગદા જંક્શન અને કોટા જંકશન. ટ્રેન નંબર 12951 મુંબઈ સેન્ટ્રલ થી 17:00 કલાકે ઉપડે છે અને બીજા દિવસે 08:32 કલાકે નવી દિલ્હી પહોંચે છે. પરત ફરતી વખતે આ ટ્રેન નંબર 12952 નવી દિલ્હીથી 16:55 વાગ્યે ઉપડે છે અને 08:35 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચે છે.

મુંબઈ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેન કોચની સુવિધા

મુંબઈ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેનના કોચ કમ્પોઝિશનની વાત કરીએ તો 22 સંપૂર્ણ વાતાનુકૂલિત કોચનો સમાવેશ થાય છે: 12 થર્ડ એસી, 5 સેકન્ડ એસી, 1 ફર્સ્ટ એસી, 1 પેન્ટ્રી કાર અને લગેજ વેન. આ રૂપરેખાંકન મુસાફરો માટે આરામદાયક અને વૈભવી મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરે છે.

મુંબઈ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેન ભાડું : Mumbai New Delhi Rajdhani Express Train Ticket price fare

મુંબઈ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસની ટિકિટના ભાવ કોચ પ્રમાણ અલગ અલગ છે. એસી 3 ટિયર (3એ) નું ભાડું 3085 રૂપિયા, એસી 2 ટાયર (2એ)નું ભાડું 4245 રૂપિયા અને એસી ફર્સ્ટ ક્લાસ (1એ) નું ભાડું 5275 રૂપિયા છે.

Web Title: Indian railways fastest train rajdhani express speed route stoppages ticket fare as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×