Income Tax Refund Not Getting After ITR Filing for AS 2023-24: આવકવેરા રિફંડ તારીખ 2023: નાણાંકીય વર્ષ 2022-23 માટે 6.8 કરોડથી વધુ આવક કરદાતાઓએ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા છે. જેમાંથી મોટાભાગના કરદાતાઓએ રિફંડ મેળવ્યું છે અને કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે તેમને હજુ સુધી રિફંડ મળ્યું નથી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલાક કરદાતાઓએ આવકવેરા વિભાગને પૂછ્યું કે નિર્ધારિત ત રીખ પહેલા ITR ફાઇલ કર્યા પછી પણ રિફંડ કેમ નથી આવ્યું.
ટ્વીટર પર આવકવેરા વિભાગને ટેગ કરતાં કરદાતાએ પૂછ્યું, “મેં મારો ટેક્સ સમયસર ચૂકવ્યો, મેં નિર્ધારિત તારીખના ઘણા દિવસો પહેલા મારું ITR ફાઈલ કર્યું છે પરંતુ હજુ સુધી રિફંડ કેમ નથી મળ્યું? આ ટ્વીટમાં ટેક્સપેયર વે પીએમઓને પણ ટેગ કરવામાં આવ્યા હતા અને આ મામલાને ધ્યાનમાં લઈને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી. આના જવાબમાં, આવકવેરા વિભાગે કરદાતાઓને સંબંધિત બાબતોની વિગતો વિભાગને મેઇલ કરવાની સલાહ આપી. આવકવેરા વિભાગે ટ્વિટર પર જવાબમાં કહ્યું છે કે કૃપા કરીને તમારી વિગતો સાથે PAN અને તમારો મોબાઇલ નંબર orm@cpc.incometax.gov.in આ મેઇલ એડ્રેસ પર મે કરો જેથી વિભાગની ટીમ તમારો સંપર્ક કરી શકે.
તમને જણાવી દઇયે કે આકારણી વર્ષ 2023-24 માટે કોઈપણ દંડ વિના ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2023 હતી. આવકવેરા વિભાગની વેબસાઈટ પરના ડેટા અનુસાર 6 ઓગસ્ટ સુધી 6.8 કરોડથી વધુ ITR ફાઈલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 6 કરોડથી વધુના રિટર્ન વિભાગ દ્વારા ચકાસવામાં આવ્યા હતા. તેમજ હાલ આવકવેરા વિભાગ દ્વારા 4.34 કરોડથી વધુ રિટર્નનું પ્રોસેસિંગ કરવામાં આવી રહ્યુ છે.
આંકડા દર્શાવે છે કે કેટલાક કરદાતાઓને રિફંડમાં વિલંબનો સામનો કરવો પડી શકે છે કારણ કે 2 કરોડથી વધુ રિટર્ન હજુ પણ પ્રોસેસ થયા નથી. ઉપરાંત, કેટલાક કરદાતાઓ તેમના રિટર્નની ચકાસણી ન કરવાને કારણે વિલંબનો સામનો કરી શકે છે. કરદાતાઓએ આઇટીઆર ફાઇલ કર્યાના 30 દિવસની અંદર વેરિફિકેશન કરવું જરૂરી છે. આંકડા દર્શાવે છે કે 6 ઓગસ્ટ સુધીમાં, કરદાતાઓ દ્વારા 80 લાખથી વધુ રિટર્નની ચકાસણી કરવાની બાકી છે.
ટેક્સ એક્સપર્ટસના જણાવ્યા અનુસાર, રિફંડની ઝડપી પ્રક્રિયા ઘણા પરિબળો પર આધારિત હોય છે. આવકવેરા વિભાગ ITR ફાઇલ કર્યાની તારીખથી 20 થી 45 દિવસની અંદર રિફંડની પ્રક્રિયા કરવાનો પ્રયાસ કરે છે. જો કે, આ એક સામાન્ય સમયમર્યાદા છે. ITR પ્રક્રિયા કરવા અને આવકવેરા વિભાગ દ્વારા સૂચના મોકલવાની મહત્તમ સમય મર્યાદા નાણાકીય વર્ષના અંતથી 9 મહિના છે જેમાં રિટર્ન આપવામાં આવે છે. જો ITR ફાઇલિંગ દરમિયાન દાખલ કરેલી વિગતોમાં કોઈ વિસંગતતા ન હોય, તો આવકવેરા વિભાગ દ્વારા રિફંડ ચોક્કસપણે જારી કરવામાં આવશે.