scorecardresearch
Premium

Saving Account : આ 5 બેંકોમાં બચત ખાતું ખોલાવો, મિનિમમ બેલેન્સ રાખવાની ઝંઝટ દૂર

Zero Balance Saving Account Banks : આઈસીઆઈસીઆઈ બેંકે બચત ખાતામાં મિનિમમ બેલેન્સ લિમિટ 50 હજાર રૂપિયા કરતા ખાતાધારકો ચિંતિત છે. અહીં 5 બેંકોની યાદી આપી છે, જ્યાં બચત ખાતા માટે મિનિમમ બેલેન્સ લિમિટ રાખવાની ઝંઝટ નથી.

Saving Account | bank Saving Account | Zero Balance Saving Account | Zero Balance Bank Account | minimum balance limit Bank Account
Bank Saving Account : બેંક બચત ખાતું. (Photo: Freepik)

No Minimum Balance Limit OF Saving Account : આઈસીઆઈસીઆઈ બેંકે બચત ખાતા માટે મિનિમમ બેલેન્સ લિમિટ 5 ગણી વધારીને 50000 રૂપિયા કરી છે. ICICI બેંકના આ નિર્ણયથી બચત ખાતાધારકોને મોટો ફટકો લાગ્યો છે. અગાઉ આ બેંકના બચત ખાતામાં મિનિમમ બેલેન્સ લિમિટ 10 હજાર રૂપિયા હતી. જો તમારું ખાતું ICICI બેંકમાં છે અને તમે ઓછું મિનિમમ બેલેન્સ લિમિટ ધરાવતી બેંકમાં ખાતું ખોલાવવાનું વિચારો છો તો આ આર્ટીકલ તમારે જરૂર વાંચો જોઇએ. અહીં શૂન્ય બેલેન્સ પર બચત ખાતાની સુવિધા આપતી બેંકોની જાણકારી આપી છે.

SBI Saving Account : એસબીઆઈ બચત ખાતું

ભારતની સૌથી મોટી સરકારી બેંક સ્ટેક બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ પોતાના તમામ બચત ખાતામાં લઘુતમ બેલેન્સ રાખવાનો નિયમ હટાવી લીધો હતો. આ નીતિ હેઠળ, બેંક ખાતાધારકને હવે બેલેન્સ ઓછું થવા છતાં કોઇ પણ પ્રકારના દંડનો સામનો કરવો પડશે નહીં. SBIનું આ પગલું ગ્રાહક કેન્દ્રીત પહેલ દર્શાવે છે, જેનાથી કરોડો બચત ખાતાધારકોને ફાયદો થશે.

PNB Saving Account : પંજાબ નેશનલ બેંક બચત ખાતું

પંજાબ નેશનલ બેંકે તાજેતરમાં તમામ બચત ખાતામાં મિનિમમ એવરેજ બેલેન્સ નો નિયમ નાબૂદ કર્યો છે. અગાઉ આ સરકારી બેંક બચત ખાતામાં લઘુતમ બેલેન્સ ન હોય તો દંડ વસૂલતી હતી. PNB ના નવા નિયમથી ગ્રાહકોને નાણાકીય સગવડ મળશે અને બેંક અનુભવ સુધરશે.

Bank Of Baroda Saving Account : બેંક ઓફ બરોડા સેવિંગ એકાઉન્ટ

બેંક ઓફ બરોડા એ 1 જુલાઇ, 2025થી બચત ખાતામાં મિનિમમ એકાઉન્ટ બેલેન્સ ચાર્જ નાબૂદ કર્યો છે. જો કે પ્રીમિયમ સેવિંગ બેંક એકાઉન્ટ પર ચાર્જ વસૂલવાનું ચાલુ રાખશે. આ પ્રીમિયમ એકાઉન્ટમાં BOB માસ્ટર સ્ટ્રોક SB એકાઉન્ટ, BOB સુપર બચત ખાતું, BOB શુભ બચત ખાતું, BOB પ્લેટિનમ SB એકાઉન્ટ, BOB સંસ્થાકીય ખાતું અને અન્યનો સમાવેશ થાય છે.

Indian Bank Saving Account : ઈન્ડિયન બેંક બચત ખાતું

ઈન્ડિયન બેંકે પણ સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સનો નિયમ હટાવી દીધો છે. Indian Bank એ તાજેતરમાં ઘોષણા કરી હતી કે, તે 7, જુલાઇ 2026થી તમામ બચત ખાતા પર લઘુતમ બેલેન્સની શરત સંપૂર્ણપણ હટાવે છે. આ નિર્ણયનો ઉદ્દેશ્ય ગ્રાહકો પર નાણાકીય બોજ ઘટાડો અને બેંકિંગ સેવા તમામ માટે સુલભ કરવાનો છે. આ ખાસ પગલાંથી એવા કસ્ટમરને ફાયદો થશે, જે નાની રકમની નાણાકીય લેવડદેવડ માટે બેંક ખાતાનો ઉપયોગ કરે છે.

Canara Bank Saving Account : કેનેરા બેંક બચત ખાતું

કેનેરા બેંક પણ મે 2025માં પોતાના તમામ પ્રકારના બચત ખાતા, જેમ કે, નિયમિત બચત ખાતા, સેલેરી એકાઉન્ટ અને NRI સેવિંગ એકાઉન્ટ માટે સરેરાશ માસિક બેલેન્સના નિયમ નાબૂદ કરવાની ઘોષણા કરી છે. આ પહેલ થી કસ્ટમર વચ્ચે બેંકની લોકપ્રિયતા વધી છે, કારણ કે હવે લઘુતમ બેલેન્સ રાખવાની ચિંતા વગર પોતાના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવાની આઝાદી મળે છે.

Jan Dhan Account : જન ધન બેંક ખાતું

જન ધન યોજના હેઠળ શૂન્ય બેલેન્સ વગર બેંક ખાતું ખોલાવી શકાય છે. પ્રધાનમત્રી જન ધન યોજના હેઠળ ભારતનો કોઇ પણ નાગરિક જન ધન બેંક ખાતું ખોલાવી શકાય છે. જન ધન ખાતામાં પણ મિનિમમ બેલેન્સ રાખવાની કોઇ મર્યાદા નથી.

Web Title: Icici bank customer dont worry these banks minimum balance limit waiver for saving account as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×