scorecardresearch
Premium

આધાર કાર્ડ આ તારીખ સુધી મફતમાં અપડેટ કરો, નહીં લાગે કોઈ ચાર્જ, જાણી લો ડેડલાઈન

How to Update Aadhaar Card Online Free: આધાર કાર્ડ ઓનલાઇન ફ્રી માં અપડેટ કરવાની શું છે રીત? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

aadhaar card update, aadhaar card
Aadhaar Card Online Update : આધાર દેશના તમામ નાગરિકો માટે જરૂરી ઓળખપત્ર છે.

How to Update Aadhaar Card Online Free: આધાર દેશના તમામ નાગરિકો માટે જરૂરી ઓળખપત્ર છે. આધાર નોંધણી અને અપડેટ નિયમો 2016 હેઠળ દરેક આધાર કાર્ડધારકે દર 10 વર્ષે તેના ઓળખના પુરાવા અને સરનામાના દસ્તાવેજો અપડેટ કરાવવા જરૂરી છે.

UIDAI (યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા) સતત લોકોને તેમના આધારને અપડેટ કરવા માટે કહી રહી છે. આધાર અપડેટ માટે ઓળખપત્ર અને એડ્રેસ પ્રૂફના દસ્તાવેજો જરૂરી છે. આધાર કાર્ડને અપડેટ કરવાથી આધાર સંબંધિત છેતરપિંડીને રોકવામાં મદદ મળશે અને સાચી ડેમોગ્રાફિક ઇન્ફો માહિતીને અપડેટ કરવામાં પણ મદદ મળશે.

આધારને ફ્રી માં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 જૂન 2024

તમને જણાવી દઈએ કે MyAadhaar (માયઆધાર) પોર્ટલ પર આધારને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 જૂન 2024 છે. 14 જૂન બાદ લોકો ફી ભરીને જ પોતાની ઓળખ અને એડ્રેસ પ્રૂફ અપડેટ કરી શકશે. આ પહેલા UIDAIએ આ સુવિધાને 14 માર્ચ 2024 સુધી ફ્રી રાખી હતી પરંતુ બાદમાં ડેડલાઈન વધારીને 14 જૂન કરી દીધી હતી.

આધાર કાર્ડ અપડેટ માટે ફી

14 જૂન સુધી આધાર કાર્ડને ઓનલાઇન અપડેટ કરવા માટે કોઇ ફી નથી. જોકે તમારે ફિઝિકલ આધાર સેન્ટરની મુલાકાત લઈને અપડેટ કરવા માટે 50 રૂપિયા ચૂકવવા પડશે. 14 જૂન બાદ માયઆધાર પોર્ટલ પર આધાર કાર્ડના ડોક્યુમેન્ટ્સને ઓનલાઇન અપડેટ કરવા માટે 25 રૂપિયા ફી લાગશે.

આ પણ વાંચો – ચાર્ટ તૈયાર થયા બાદ ચાલતી ટ્રેનમાં મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ, જાણો કેવી રીતે

આધાર કાર્ડને મફતમાં કેવી રીતે અપડેટ કરશો?

સ્ટેપ 1: MyAadhaar પોર્ટલની મુલાકાત લો.

સ્ટેપ 2: ત્યારબાદ Login બટન પર ક્લિક કરો અને પછી તમારા આધાર નંબર, કેપ્ચા કોડ અને Send OTP બટન પર ક્લિક કરો. તે પછી ઓટીપી દાખલ કરો અને પછી Login બટન પર ક્લિક કરો.

સ્ટેપ 3: પછી ‘Document Update’ બટન પર ક્લિક કરો.

સ્ટેપ 4: ગાઇડલાઈન્સ વાંચ્યા બાદ Next બટન પર ટેપ કરો.

સ્ટેપ 5: ‘Verify Your Demographic Details’ પેજ પર જઇને ‘I verify that the
above details are correct’ બોક્સ પર ટિક કરો અને પછી Next પર ક્લિક કરો.

સ્ટેપ 6: ‘Proof of Identity’ અને ‘Proof of Address’ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને પછી ‘Submit’ બટન પર ક્લિક કરો.

સ્ટેપ 7: હવે તમને ઇમેઇલમાં સર્વિસ રિક્વેસ્ટ નંબર (Service Request Number (SRN) નંબર મળશે. તમે એસઆરએન મારફતે તમારા દસ્તાવેજ અપડેટની સ્થિતિને પણ ટ્રેક કરી શકો છો.

જો તમે બધા દસ્તાવેજો યોગ્ય રીતે આપ્યા છે તો તમારા આધાર કાર્ડની વિગતો 7 કાર્યકારી દિવસોમાં અપડેટ કરવામાં આવશે.

Web Title: How to update aadhaar card online free aadhaar update last date ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×