scorecardresearch
Premium

Google Storage: ગૂગલ સ્ટોરેજ ફુલ થઇ ગયું છે? આ 3 ટીપ્સ વડે મિનિટોમાં સ્પેસ ખાલી કરો અને પૈસા બચાવો

Google Storage Clean up: જો તમારા ગૂગલ એકાઉન્ટનું સ્ટોરેજ ફુલ થઇ ગયું છે અને જીમેઇલ પર ઇમેઇલ્સ નથી આવી રહ્યા, તો આ સરળ 3 ટીપ્સ વડે મિનિટોમાં સ્પેસ ખાલી કરો અને પૈસા પણ બચી જશે.

Google Storage Full Clean Up Space | Google Account Storage Clean Up | Google Drive Storage Clean Up
Google Account Storage Full Clean Up Space: ગૂગલ એકાઉન્ટ સ્ટોરેજ ખાલી કરવાની ટીપ્સ. (Photo: Freepik)

Google Account Storage Full Clean Up Space: ગૂગલ એક એવો શબ્દ છે જેની પાસે આપણા બધા પ્રશ્નોના જવાબ છે. પછી તે ક્યાંક રેસ્ટોરન્ટ શોધવાનું હોય કે પછી ઇતિહાસ વિશે કંઇક જાણવાનું હોય, ગૂગલ પાસે દરેક વાતનો જવાબ છે. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ઇન્ટિગ્રેશન પછી, બધું ખૂબ જ સરળ થઈ ગયું છે. ગૂગલની સૌથી લોકપ્રિય સેવાઓ જીમેઇલ, ફોટો, ડ્રાઇવ, મેપ્સ વગેરે છે. ગૂગલ પોતાના યૂઝર્સને કુલ 15GB ફ્રી સ્ટોરેજ આપે છે. પરંતુ દરેક જગ્યાએ ફોટો, વીડિયો ક્લિક કરીને તેને સેવ કરવાને કારણે ઘણી વખત સ્ટોરેજ ફુલ થઇ જાય છે અને એવું થાય છે કે જીમેલ પર ઇમેલ પણ આવતા બંધ થઇ જાય છે. જો તમે પણ ગૂગલ, જીમેલ પર એકાઉન્ટ સ્ટોરેજની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો આજે અમે તમને તે રીત જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે સરળતાથી તમારા ગૂગલ એકાઉન્ટની સ્પેસ ફ્રી કરી શકો છો.

ગૂગલ ફોરમમાં સ્ટોરેજને લગતા ઘણા પ્રશ્નો જોઈ શકાય છે. સૌથી સામાન્ય જવાબો એ છે કે ગૂગલ પાસેથી દર મહિને 130 રૂપિયામાં 100 જીબી ક્લાઉડ સ્ટોરેજ ખરીદવું. અને બીજા જવાબમાં ગૂગલને એકાઉન્ટની સ્ટોરેજ સ્પેસ ફ્રી કરવા માટે કહેવામાં આવ્યું છે. પરંતુ જો તમે પૈસા ખર્ચ કરવા નથી માંગતા અને ફ્રી સ્પેસ ઈચ્છો છો તો જાણો શું છે ગૂગલ પર સ્ટોરેજ પાછું મેળવવાની રીત.

તમને જણાવી દઇયે કે, 3 સરળ રીત વડે તમે Google Accountની સ્પેસ ખાલી કરી શકો છો. તમે સાઈઝ પ્રમાણે ફાઈલો ડિલીટ કરીને ગૂગલ ડ્રાઈવ, ગૂગલ ફોટોઝ અને ઈ-મેઈલમાં સ્પેસ ફ્રી કરી શકો છો.

Google ડ્રાઇવમાં માપ પ્રમાણે ફાઇલોને ડિલિટ કરો

  • ડેસ્કટોપ PC પર https://drive.google.com/#quota જાવ.
  • હવે તમારા જીમેલ એકાઉન્ટમાં લોગ ઇન કરો.
  • આ પછી, જે ફાઇલે સૌથી વધુ જગ્યા રોકે છે તે સૌથી પહેલા દેખાશે. એટલે કે તમારી ફાઇલો ઉતરતા ક્રમમાં દેખાવા લાગશે.
  • હવે તમે એવી ફાઇલોને ડિલીટ કરી શકો છો જેની તમને કાયમી જરૂર નથી.

ઈમેઈલ ડિલિટ કરો

  • સૌથી પહેલા Gmail.com જઇને તમારા ગૂગલ એકાઉન્ટમાં લોગ ઇન કરો.
  • હવે Search બારમાં જાઓ અને “has:attachment larger:10M” સર્ચ કરો.
  • આ પછી, તમે 10 MB થી વધુ સાઇઝ વાળા એટેચમેન્ટ સાથે તમામ ઇમેલની યાદી જોવા મળશે.
  • હવે તમારે જે ઇમેઇલની જરૂર ન હોય તે સિલેક્ટ કરો અને ડિલિટ બટન પર ટેપ કરો.
  • પછી Trash માં જાઓ અને તમારા એકાઉન્ટની જગ્યા ખાલી કરવા માટે empty trash button પર ટેપ કરો
  • હવે ડાબી બાજુના નેવિગેશન બારમાં જઇ Spam ફોલ્ડર પર જાઓ.
  • હવે ‘Delete all spam messages’ પર ક્લિક કરો અને પછી confirm પર ટેપ કરો.

Google ફોટોઝ માંથી સ્ટોરેજ કેવી રીતે ખાલી કરવું

  • સૌ પ્રથમ તમારા કોમ્પ્યુટર કે લેપટોપમાં https://photos.google.com/settings ઓપન કરો.
  • પછી તમારા ગૂગલ એકાઉન્ટમાં લોગ ઇન કરો
  • અપલોડ ક્વોલિટી ને ઓરિજિનલથી હાઇ ક્વોલિટીમાં બદલો.
  • આ પછી, ગૂગલ તમને સ્ટોરેજ રિકવર કરવા માટે કહેશે. આ પછી, તમારા પહેલાથી અપલોડ કરેલા ફોટા હાઇ ક્વોલિટીમાં કનવર્ટ થઇ જશે અને તમને સ્પેસ બચાવવામાં મદદ કરશે.

Web Title: How to google account storage clean up space on your google drive as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×