scorecardresearch
Premium

How To Find Lost Phone : ખોવાયેલ અથવા ચોરાયેલ એન્ડ્રોઇડ ફોન અથવા ટેબ્લેટ ઓફલાઈન હોવા છતાં કેવી રીતે શોધી શકાય?

How To Find Lost Phone : એન્ડ્રોઇડમાં Apple ની પ્રી-ઇન્સ્ટોલ કરેલી ‘Find My’ એપથી વિપરીત , યુઝર્સે Play Store પરથી ‘Find My Device’ એપ ઇન્સ્ટોલ કરવી પડશે.

How To Find Lost Phone
ખોવાયેલ અથવા ચોરાયેલ એન્ડ્રોઇડ ફોન અથવા ટેબ્લેટ ઓફલાઈન હોવા છતાં કેવી રીતે શોધી શકાય?

How To Find Lost Phone : ગૂગલે (Google) તાજેતરમાં તેની ‘ફાઇન્ડ માય ડિવાઇસ’ એપ (Find My Device App) ને એક નવા ફીચર્સ સાથે અપડેટ કરી છે જે યુઝર્સને તેમના ખોવાયેલા અથવા ચોરાયેલા ડિવાઇસ જેમ કે એન્ડ્રોઇડ સંચાલિત ફોન, ટેબ્લેટ અને હેડફોન શોધવાની મંજૂરી આપે છે, તેમની પાસે સિમ કાર્ડ અથવા સક્રિય ઇન્ટરનેટ કનેક્શન ન હોય તો પણ શોધી શકાય છે.

જો કે, Apple ની પ્રી-ઇન્સ્ટોલ કરેલી ‘Find My’ એપથી વિપરીત , યુઝર્સે Play Store પરથી ‘Find My Device’ એપ ઇન્સ્ટોલ કરવી પડશે. ઉપરાંત, ખોવાયેલ ફોન, ટેબ્લેટ અથવા હેડફોન ઑફલાઇન શોધવા માટે, યુઝર્સએ બીજા ફોનનો ઉપયોગ કરવો પડશે.

Find-My-Device
Find-My-Device

આ પણ વાંચો: Vande Bharat Train: ભારતીય રેલવે એ આપી ખુશખબર! વંદે ભારત સ્લીપર ટ્રેન બે મહિનામાં શરૂ થશે, જાણો ખાસિયતો

Find-My-Device-2
Find-My-Device-2

તમારા ડિવાઇસને My Devices નેટવર્કમાં કેવી રીતે એડ કરવું?

  • Find My Device ઍપ ખોલો અને તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો. તમે ડિવાઇસને My Device નેટવર્કમાં એડ કરવા માંગો છો સ્ક્રીન વિષે પૂછી શકે છે.
  • સ્ક્રીનના તળિયે આવેલા બ્લ્યુ બટન દબાવો જે કહે છે કે ‘સ્ક્રીન લોક એન્ટર કરો’. પછી, તમારે સ્ક્રીન પર બતાવેલ ડિવાઇસનો પિન એન્ટર કરવાની જરૂર પડશે.
  • જો તમને સ્ક્રીન ન દેખાય કે જ્યાં તમે ડિવાઇસને Find My Network પર એડ કરી શકો છો, તો તમારા ડિવાઇસ પર ‘સેટિંગ્સ’ એપ્લિકેશન ઓપન કરો, નીચે સ્ક્રોલ કરો, શોધો અને ‘Google’ પર ટેપ કરો.
  • પેજ પર, ‘Find My Device’ નામનો ઓપ્શન દેખાય એટલે તેના પર ક્લિક કરો અને ‘Find your offline devices’ પર ટેપ કરવા આગળ વધો. ઓપ્શન મૂળભૂત રીતે ‘ઓફ’ પર સેટ છે, પરંતુ તમે તેને તમારી ચોઈસ અનુસાર બદલી શકો છો.

જો તમે આ ટૉગલ શું કરે છે તે સમજવામાં અસમર્થ છો, તો વિગતવાર માહિતી મેળવવા માટે જમણી બાજુએ આવેલ ડાઉન એરો બટન દબાવો. તેને ‘માત્ર વધુ ટ્રાફિકવાળા એરિયા નેટવર્ક સાથે’ અથવા ‘બધા એરિયામાં નેટવર્ક સાથે’ પર સેટ કરો.

આ પણ વાંચો: OnePlus Nord CE 4 Lite 5G : વનપ્લસ નોર્ડ સીઈ 4 લાઈટ 5જી ભારતમાં 18 જૂને થશે લૉન્ચ, જાણો કિંમત અને ખાસિયત

તમારું Android ડિવાઇસ શોધવા માટે Find My Device નો ઉપયોગ કરો

તમારા ફોન પર Find My Device એપ લોંચ કરો અને તમારા Google એકાઉન્ટનો ઉપયોગ કરીને સાઇન ઇન કરો.

  • હવે, તમે જે ડિવાઇસને શોધવા માંગો છો તેના પર ટેપ કરો અને તમને ‘નજીકમાં શોધો'(Find Nearby) નામનો ઓપ્શન દેખાશે.
  • આમ કરવાથી એક નવી સ્ક્રીન ઓપન થશે જે તમને તમારા ખોવાયેલા ડિવાઇસની નિકટતા બતાવશે. જેમ જેમ તમે નજીક આવશો, રિંગ કલરથી ભરાઈ જશે.
  • આ ઉપરાંત, જો તમે તેની નજીક હોવા છતાં પણ ડિવાઇસને જોઈ શકતા નથી, તો સ્ક્રીનના તળિયે ‘પ્લે સાઉન્ડ’ બટન દબાવો.
  • જો ફોન તમારી નજીક નથી, તો યુઝર્સ ફાઇન્ડ માય ડિવાઇસ એપ્લિકેશનનો ઉપયોગ કરીને છેલ્લું જાણીતું લોકેશન પણ ચકાસી શકે છે.

Web Title: How to find lost phone google find my device offline technology sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×