How To Book Confirm Train Tickets : દિવાળીના તહેવારમાં મોટાભાગના લોકો પોતાના દેશ-વતનમાં કે બહારગામ ફરવા માટે જાય છે. ભારતમાં ઘણા લોકો ટ્રેનથી અવરજવર કરે છે. આથી દિવાળીના તહેવારોમાં ટ્રેન ટિકિટની માંગ પણ વધી જાય છે. સામાન્ય લોકો માટે દેશમાં મુસાફરી કરવાનો સૌથી સામાન્ય રસ્તો ભારતીય રેલ્વે છે. પરંતુ ટ્રેનની ટિકિટ બુક કરવી સરળ નથી. ખાસ કરીને ભીડવાળા ટ્રેન રૂટ અથવા લોકપ્રિય ટ્રેનોમાં. તહેવારોની સિઝનમાં આ ટ્રેનોમાં ટિકિટ બુક કરવી મુશ્કેલ કામ છે. જો કે તમે અમુક ટ્રીક અને ટીપ્સ અપનાવી સરળતાથી કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક કરાવી શકો છો. ડિજિટલ પેમેન્ટ એપ Paytm પરથી તમે કન્ફર્મ ટ્રેન ટિકિટ બુકિંગનો વિકલ્પ પણ મળે છે.
હવે Paytm એ સરળ ટિકિટ બુકિંગ માટે નવું ફીચર ‘ગેરંટીડ સીટ આસિસ્ટન્સ’ (Guaranteed Seat Assistance) લોન્ચ કર્યું છે. ચાલો તમને Paytm ના આ લેટેસ્ટ ફીચર વિશે જણાવીએ. આવો અમે તમને જણાવીએ કે આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો…

પેટીએમ ગેરંટીડ સીટ આસિસ્ટન્ટ શું છે? (Paytm Guaranteed Seat Assistance))
એપ યુઝર્સની સગવડતા મુજબ, આ ફિચર નજીકના બોર્ડિંગ સ્ટેશનો માટે ટ્રેન બુકિંગ કરવા અન્ય વિકલ્પો સૂચવે છે. તમને જણાવી દઈએ કે આ ફીચર ખાસ કરીને કન્ફર્મ ટ્રેન ટિકિટ મેળવવાની તકો વધારવા માટે બનાવવામાં આવ્યું છે.
Paytmની ગેરંટીડ સીટ સહાયનો ઉપયોગ કેવી રીતે કરવો? (How To use Paytm Guaranteed Seat Assistance)
- સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં Paytm એપ ખોલો. ખાતરી કરો કે તમારી એપ્લિકેશન લેટેસ્ટ વર્ઝન પર અપડેટ હોય
- હવે Paytmના ટ્રેન ટિકિટ બુકિંગ સેક્શનમાં જાઓ.
- પછી નીચે સ્ક્રોલ કરો અને ‘ગેરંટીડ સીટ અસિસ્ટન્સ’ (Guaranteed Seat Assistance) વિકલ્પ પસંદ કરો
- હવે ‘બુક નાઉ’ (Book Now) વિકલ્પ પર ટેપ કરો
- હવે તમારા ટ્રાવેલ સ્ટેશન એટલે ટ્રેનમાં બેસવાના અને ઉતરવાની વિગતો સાથે મુસાફરીની તારીખ દાખલ કરો. હવે ‘સર્ચ ટ્રેન’ વિકલ્પ પર ક્લિક કરો.
- હવે તમને એપમાં રેગ્યુલર ટ્રેનો અને રૂટની સાથે તમારા ગંતવ્ય સ્થાનની આસપાસના સ્ટેશનોના વિકલ્પો દેખાશે.
- હવે તમે તમારા મનપસંદગીના બોર્ડિંગ સ્ટેશન પરથી ટિકિટ બુક કરાવી શકો છો.

નોંધ: અત્રે નોંધવું યોગ્ય છે કે આ વિકલ્પ ફક્ત તે જ ટ્રેન ટિકિટ માટે ઉપલબ્ધ છે જેમાં ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં છે.
Guaranteed Seat Assistance ફીચર સાથે, મુસાફરોને પહેલા કરતા વધુ સગવડતા મળશે, ખાસ કરીને દિવાળી અને વધુ માંગવાળી રજાઓની સીઝનમાં. મુસાફરોએ લાંબી વેઇટિંગ લિસ્ટ અથવા ટિકિટની ઉપલબ્ધતા અંગે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.
તમને જણાવી દઈએ કે Paytm પર ટ્રેનની ટિકિટ બુક કરવા સિવાય ટ્રેનનું રિયલ ટાઈમ સ્ટેટસ અને PNR સ્ટેટસ ચેક કરવા જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.