Honor X9C Launched: Honor એ મલેશિયામાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Honor X9Cમાં 12GB સુધીની રેમ, સ્નેપડ્રેગન 6 જેન 1 પ્રોસેસર અને IP65M રેટિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. નવા Honor X9Cમાં 6600mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 66W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ઓનરનો આ લેટેસ્ટ સ્માર્ટફોન 108MP ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ, IP65M રેટિંગ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. નવો ફોન Honor X9bનું અપગ્રેડ વેરિઅન્ટ છે, જેને ફેબ્રુઆરી 2024માં લોન્ચ કરવામાં આવ્યો હતો. જાણો લેટેસ્ટ ઓનર સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ.
Honor X9c કિંમત
મલેશિયામાં Honor X9Cના 12 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,499 એમવાયઆર (લગભગ 28,700 રૂપિયા) છે. જ્યારે 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,699 એમવાયઆર (લગભગ 32,500 રૂપિયા) છે. ડિવાઇસને 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ સાથે લિસ્ટેડ છે પરંતુ તેની કિંમત જાહેર કરવામાં આવી નથી. આ ફોન જેડ સ્યાન, ટાઇટેનિયમ બ્લેક અને ટાઇટેનિયમ પર્પલ કલરમાં આવે છે. આ ડિવાઇસ સિંગાપોરમાં ઓનલાઇન રિટેલ સ્ટોર દ્વારા પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે.
Honor X9c ફિચર્સ
Honor X9Cમાં 6.78 ઇંચની 1.5K (1,224 x 2,700 પિક્સલ) એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્સ છે. સ્ક્રીન 4000નિટ્સ ટિપિકલ બ્રાઇટનેસને સપોર્ટ કરે છે અને તેમાં આઈ પ્રોટેક્શન ફિચર મળે છે. ફોનમાં સ્નેપડ્રેગન 6 જેન 1 ચિપસેટ અને એડ્રેનો એ710 જીપીયુ છે. હેન્ડસેટમાં 12 જીબી સુધીની રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. આ ડિવાઇસ એન્ડ્રોઇડ 14 બેસ્ડ મેજિકઓએસ 8.0 છે.
આ પણ વાંચો – 7400mAh બેટરી, 10.36 ઇંચ મોટી ડિસ્પ્લે વાળા બે જોરદાર ટેબ્લેટ, ઓછી કિંમતમાં ભારતમાં લોન્ચ, જાણો ફિચર્સ
Honorના આ ફોનને પાવર આપવા માટે 6600mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 66W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં ડ્યુઅલ 5જી, 4જી એલટીઇ, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.1, ઓટીજી, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ આપવામાં આવ્યા છે. હેન્ડસેટ 162.8 x 75.5 x 7.98 એમએમ અને વજન 189 ગ્રામ છે.
Honor X9cમાં ફોટોગ્રાફી માટે 108 મેગાપિક્સલનું પ્રાઇમરી રિયર સેન્સર આપવામાં આવ્યું છે જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સાથે આવે છે. ફોનમાં 5 મેગાપિક્સલનું અલ્ટ્રા વાઇડ સેન્સર પણ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.