scorecardresearch
Premium

Honor X9c 5G Launch: 108MP કેમેરો અને 6600mAh બેટરી સાથે 5G સ્માર્ટફોન લોન્ચ, ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે

Honor X9c 5G Launch In India : ઓનર એક્સ9સી 5જી સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 6 Gen 1 પ્રોસેસર, 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો અને ઘણા AI ફીચર્સ આવે છે. જાણો કિંમત, સ્પેસિફિકેશન અને ફીચર્સ સહિત તમામ વિગત

Honor X9c 5G Launch | Honor X9c 5G Price Features | Honor X9c phone | Honor mobile
Honor X9c 5G Launch Price India: ઓનર એક્સ9સી 5જ સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 6 Gen 1 ચિપસેટ આવે છે. (Photo: @HiHonorIndia)

Honor X9c 5G Price in India: ઓનર મોબાઈલ કંપનીએ ભારતમાં પોતાનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ઓનર એક્સ9સી 5જી (Honor X9c 5G) કંપનીનો લેટેસ્ટ હેન્ડસેટ છે અને તેમાં 108MPનો પ્રાઇમરી રિયર કેમેરા અને 8GB રેમ આવે છે. Honor X9c 5G સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 6 Gen 1 પ્રોસેસર, 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો અને ઘણા એઆઇ ફીચર્સ આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ સ્માર્ટફોન નવેમ્બર 2024 માં પસંદગીના વૈશ્વિક બજારોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. ચાલો નવા Honor X9C 5G સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે જાણીયે.

Honor X9c 5G Price in India : ઓનર એક્સ 9 સી 5જી કિંમત

Honor X9C 5Gની કિંમત 8GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 21,999 રૂપિયા છે. આ ફોન ઝેડ સાયન અને ટાઇટેનિયમ બ્લેક કલરમાં ઉપલબ્ધ છે. હેન્ડસેટનું વેચાણ દેશમાં 12 જુલાઈથી એક્સક્લુઝિવ રીતે એમેઝોન ઇન્ડિયા પર શરૂ થશે. ગ્રાહકો એસબીઆઈ અથવા આઈસીઆઈસીઆઈ બેંકના કાર્ડ દ્વારા ફોન પર 750 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

Honor X9c 5G Specifications : ઓનર એક્સ 9 સી 5જી સ્પેસિફિકેશન

Honor X9C 5જી સ્માર્ટફોનમાં 1.5K (1,224×2,700 પિક્સલ) કર્વ્ડ AMOLED ડિસ્પ્લે 5Gમાં 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે આપવામાં આવી છે. સ્ક્રીન ફ્લિકર-ફ્રી છે અને ઓછી સેન્ડ લાઇટ ટીવી રેઈનલેન્ડ સર્ટિફિકેશન ઓફર કરે છે. આ સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 6 જેન 1 ચિપસેટ આપવામાં આવ્યું છે. આ હેન્ડસેટમાં 8 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. આ ડિવાઇસ એન્ડ્રોઇડ 15 બેઝ્ડ MagicOS 9.0 આવે છે.

કેમેરાની વાત કરીએ તો Honor X9c 5G સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર ફોનમાં AI મોશન સેન્સિંગ, AI Erase, AI Deepfake Detection, AI Magic પોર્ટલ 2.0, અને AI Magic Capsule જેવા ઘણા એઆઇ ફીચર્સ આપવામાં આવ્યા છે.

Honor X9c 5G સ્માર્ટફોનને પાવર આપવા 6600mAhની સિલિકોન-કાર્બન બેટરી છે જે 66W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે, જેમાં એપર્ચર એફ / 1.7 અને ફોટોગ્રાફી માટે 5 મેગાપિક્સલનો વાઇડ સેન્સર આપવામાં આવ્યો છે. પ્રાઇમરી કેમેરા ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (ઓઆઇએસ) અને ઇલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબિલાઇઝેશન (ઇઆઇએસ)ને સપોર્ટ કરે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

કનેક્ટિવિટી માટે Honor 9X 5G સ્માર્ટફોનમાં કનેક્ટિવિટી માટે 5G, 4G, Wi-Fi, GPS, NFC, OTG અને USB ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટમાં એસજીએસ ડ્રોપ રેઝિસ્ટન્સ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ફોન 30 ડિગ્રી સેન્ટીગ્રેડથી ૫૫ ડિગ્રી સેન્ટીગ્રેડ જેવા આત્યંતિક તાપમાનમાં સારી રીતે ચાલવાનો દાવો કરવામાં આવે છે. ફોનમાં IP65M રેટેડ ડસ્ટ અને 360 ડિગ્રી વોટર-રેઝિસ્ટન્ટ બિલ્ડ આપવામાં આવ્યું છે. ફોનની જાડાઈ 7.98mm અને વજન 189 ગ્રામ છે.

Web Title: Honor x9c 5g launch with 108mp camera 6600mah battery price specifications and more know full details here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×