scorecardresearch
Premium

Honor X70 5G Launch: 8300mAh બેટરી સાથે પાવરફુલ 5G સ્માર્ટફોન લોન્ચ, 12GB સુધી રેમ અને 512GB સ્ટોરેજ

Honor X70 ભારતમાં લોન્ચ થયું : ઓનર એક્સ 70 5જી સ્માર્ટફોન 8300mAhની મોટી બેટરી સાથે 80W સુપરચાર્જ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. આ લેટેસ્ટ ઓનર સ્માર્ટફોન 8GB અને 12GB રેમ સાથે 128GB, 256 જીબી અને 512 જીબી સ્ટોરેજ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે.

Honor X70 Price And Features | Honor X70 5G Launch | Honor phone
Honor X70 India Launch : ઓનર એક્સ 70 5જી સ્માર્ટફોનમાં 50MPનો પ્રાઇમરી રિયર કેમેરો આવે છે. (Photo: Honor)

Honor X70 5G Price in India: ઓનર એક્સ 70 5જી સ્માર્ટફોન પરથી પડદો ઉંચકાયો છે. કંપનીએ ઓનર એક્સ 70 સ્માર્ટફોન ચીનમાં લોન્ચ કર્યો છે. Honor X70 સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 6 Gen 4 ચિપસેટ, 12 જીબી સુધીની રેમ અને 50MPનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. Honor X70 સ્માર્ટફોન 512GB સ્ટોરેજ વેરિઅન્ટ સાથે આવે છે. સ્માર્ટફોનની સૌથી મહત્વની ખાસિયત તેમાં આપવામાં આવેલી 8300mAhની મોટી બેટરી છે. ઓનરના આ નવા હેન્ડસેટમાં શું છે ખાસ? જાણો કિંમત અને ફીચર્સની દરેક વિગત

Honor X70 Specifications : ઓનર એક્સ 70 5જી સ્પેસિફિકેશન

ઓનર એક્સ 70 5જી સ્માર્ટફોનમાં 6.79 ઇંચ (2640×1200 પિક્સલ) 1.5K AMOLED 120Hz ડિસ્પ્લે છે. સ્ક્રીન 60 નીટ્સ પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. Honor X70 માં 2.3 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 6 Gen 4 4nm મોબાઇલ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે અને ગ્રાફિક્સ માટે એડ્રેનો 810GPU દ્વારા સંચાલિત છે.

આ સ્માર્ટફોનમાં 8GB/12GB રેમ અને 128GB/256GB/512GB ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યા છે. ફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ MagicOS 9.0 સાથે આવે છે. આ સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. Honor X70 સ્માર્ટફોનને પાવર આપવા માટે 8300mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 80W સુપરચાર્જ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. ફોનનું 512જીબી સ્ટોરેજ મોડલ 80W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

ફોટોગ્રાફી માટે Honor X70 સ્માર્ટફોનમાં 50MPનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે, જેમાં અપાર્ચર F/ 1.88, OIS, 4K વીડિયો રેકોર્ડિંગ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ઇન્ફ્રારેડ સેન્સર આપવામાં આવ્યું છે.

ડિવાઇસમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો, સ્ટીરિયો સ્પીકર્સ છે. હેન્ડસેટ ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ (IP69K + IP69 + IP68 + IP66) ધરાવે છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં 5જી, ડ્યુઅલસ 4જી VoLTE, વાઇ-ફાઇ 6 802.11ax, બ્લૂટૂથ 5.3, જીપીએસ, યુએસબી ટાઇપ-સી અને એનએફસી સામેલ છે.

HONOR X70 Price : ઓનર એક્સ 70 કિંમત

ઓનર એક્સ 70 સ્માર્ટફોનના 8GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1399 યુઆન (લગભગ 16,800 રૂપિયા) રાખવામાં આવી છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1599 યુઆન (લગભગ 19000 રૂપિયા) છે. જ્યારે 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1799 યુઆન (લગભગ 21,500 રૂપિયા) અને 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1999 યુઆન (લગભગ 24,000 રૂપિયા) છે. આ ફોન ચીનમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે અને તેનું વેચાણ 18 જુલાઈથી શરૂ થશે.

Web Title: Honor x70 5g launch with 8300mah battery 50mp price specifications check full details here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×