scorecardresearch
Premium

Honor V Purse : મોટા અને વજનદાર મોબાઇલને કહો ટાટા-બાયા, પર્સ જેવો ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ, જે તમને આપશે સ્ટાઇલિશ લૂક, ફિચર અને કિંમત વિશે જાણો વિગતવાર

Honor V Purse Features And Price Details : ઓનર વી પર્સનું ચીનમાં સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ઓનરના આ લેટેસ્ટ ફોલ્ડેબલ સ્માર્ટફોનને પર્સની જેમ પાકિટમાં રાખી શકાય છે. ઓનરના લેટેસ્ટ સ્માર્ટફોનની ખાસિયતો, ફિચર અને કિંમત વિશે જાણો વિગતવાર

Honor | Honor Smartphone | Honor V Purse launched | honor v purse price | honor v purse features | Honot foldable smartphone | chinese mobile | Latest 5G Smartphone
ઓનર V પર્સ સ્માર્ટફોન લોન્ચ

Honor V Purse Launched : ઓનર કંપનીએ થોડા સપ્તાહ પહેલા બર્લિનમાં આયોજિત IFA ઇવેન્ટમાં Honor V (ઓનર વી) પર્સ ફોલ્ડેબલ સ્માર્ટફોનનું પ્રદર્શન કર્યું હતું. હવે Honor એ ચીનમાં નવા ઓનર વી પર્સ ફોલ્ડેબલ સ્માર્ટફોનનું સત્તાવાર રીતે લોન્ચિંગ છે. ઓનર વી પર્સ – જેમ કે નામ પ્રમાણે જ એક સ્માર્ટફોન હોવા ઉપરાંત, ફેશનેબલ એક્સેસરી તરીકે પણ કામ આવે છે અને તેને પર્સ જેવો દેખાવ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે આ ડિવાઈસને ચેઈન, સ્ટ્રેપ અને ટેસેલ્સ સાથે વાપરી શકાય છે, જેનાથી તે પર્સ જેવું લાગે છે.

ઓનર વી પર્સ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન અને ફિચર્સ (Honor V Purse Features)

ઓનર વી પર્સમાં 16 GB રેમ અને 512 GB સુધીનું ઇનબિલ્ટ સ્ટોરેજ છે. આ સ્માર્ટફોનમાં 50MP પ્રાઈમરી રિયર કેમેરા આવે છે. આ ફોલ્ડેબલ ફોનમાં 7.1 ઇંચ અને 6.45 ઇંચની બે સ્ક્રીન છે. ચાલો આ લેટેસ્ટ Honor ફોનની કિંમત અને ફિચર્સ વિશે વધારે જાણીયે

ઓનલ વી પર્સ સ્માર્ટફોનની કિંમત (Honor V Purse Price)

ઓનસ વી પર્સના 16 GB રેમ અને 256 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 5999 ચાઇનીઝ યુઆન (લગભગ 69800 રૂપિયા) છે. તો 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 6599 ચાઇનીઝ યુઆન (લગભગ 75400 રૂપિયા)માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ચીનમાં Honor V પર્સનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. હાલમાં ગ્લોબલ માર્કેટમાં ડિવાઈસના લોન્ચને લગતી કોઈ માહિતી નથી.

ઓનર વી પર્સના સ્પેસિફિકેશન (Honor V Purse Specifications)

ઓનર વી પર્સ સ્માર્ટફોનમાં 6.45 ઇંચ કવર OLED ડિસ્પ્લે આવે છે જે (2348 × 1088 પિક્સેલ્સ) રિઝોલ્યુશન ઓફર કરે છે. હેન્ડસેટમાં 7.71 ઇંચની OLED ડિસ્પ્લે છે જે (2348×2016 પિક્સલ) રિઝોલ્યુશન સાથે આવે છે. સ્ક્રીન 1600 નિટ્સ પીક બ્રાઇટનેસ આપે છે.

ઓનરના આ ફોન Qualcomm Snapdragon 778G પ્રોસેસર છે જે TSMCની 6nm પ્રોસેસ પર આધારિત છે. ગ્રાફિક્સ માટે Adreno 642L જીપીયુ આપવામાં આવ્યું છે. ઓનર વી પર્સમાં 16GB રેમ સાથે 256 અને 512 GB ઇનબિલ્ટ સ્ટોરેજ છે. એનએમ કાર્ડ દ્વારા સ્ટોરેજને 256 GB સુધી વધારી શકાય છે.

ઓનર વી પર્સમાં એન્ડ્રોઇડ 13 આધારિત MagicOS 7.2 છે. ફોનને પાવર આપવા માટે, 35W ફાસ્ટ ચાર્જિંગ સાથે 4500mAh બેટરી આપવામાં આવી છે. હેન્ડસેટમાં યુએસબી 2.0 ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટ છે. ઓનરના આ ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી, 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ છે જેમાં અપર્ચર F/1.9 છે. સેલ્ફી અને વિડિયો કૉલિંગ માટે, અપર્ચર F/2.0 સાથેનો 8-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો ઉપલબ્ધ છે. આ ફોનમાં Honor Histen 7.1 ઓડિયો સાથે સ્ટીરિયો સ્પીકર્સ છે. સિક્યુરિટી માટે આ ફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર ઉપલબ્ધ છે. હેન્ડસેટના ડાઇમેન્શન જ્યારે ફોલ્ડ કરવામાં આવે ત્યારે 156.5 × 74.7 × 8.6mm અને અનફોલ્ડ કરવામાં આવે ત્યારે 156.5 × 135.6 × 4.3mm છે. ઓનર વી પર્સ સ્માર્ટફોનનું વજન 215 ગ્રામ છે.

આ પણ વાંચો |  જિયો એર ફાઇબર પ્લાન માટે જીએસટી સાથે કેટલા રૂપિયા ચૂકવવા પડશે, કઇ-કઇ ચેનલ અને ઓટીટી એપ્સ જોવા મળશે? જાણો બધું

Honor V પર્સમાં કનેક્ટિવિટી માટે ડ્યુઅલ-સિમ સપોર્ટ, 5G, વાઇ-ફાઇ 6 802.11 AX, બ્લૂટૂથ 5.2, NFC, GPS, GLONASS જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ઓનર વી પર્સ સ્માર્ટફોન ગ્લેશિયર બ્લુ, કેમેલીયા ગોલ્ડ અને એલિગન્ટ બ્લેક કલરમાં ઉપલબ્ધ છે.

Web Title: Honor v purse launched specifications features price foldable smartphone smartphone check all details here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×