HONOR Magic6 Pro launched: HTech વચન મુજબ પોતાનો નવો સ્માર્ટફોન Honor Magic6 Pro ભારતમાં લોન્ચ કર્યો છે. કંપનીના લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન અંગે કંપનીનું કહેવું છે કે Honor Magic 6 Proને શાનદાર બેટરી લાઇફ અને ઓડિયો માટે DXOMARK ગોલ્ડ લેબલ મળ્યું છે. Honor Magic6 Proમાં 50MP ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા, 180MP પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા અને 512GB સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. અમે તમને આ નવા ઓનર સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર જણાવીએ.
ઓનર મેજિક 6 પ્રો સ્પેસિફિકેશન્સ
Honor Magic 6 Pro સ્માર્ટફોનમાં 6.8 ઇંચની ફુલએચડી + (1280×2800 પિક્સલ) 120હર્ટ્ઝ એલટીપીઓ (1-120Hz), ક્વાડ-કર્વ્ડ OLED ફ્લોટિંગ સ્ક્રીન આપવામાં આવી છે જે 19.69: 9 આસ્પેક્ટ રેશિયો સાથે આવે છે. આ સ્ક્રીન HDR10+ અને 5000 નીટ્સ પીક બ્રાઇટનેસ અને ડોલ્બી વિઝનને સપોર્ટ કરે છે.
ઓનરના આ સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 8 જેન 3 4એનએમ મોબાઇલ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં ગ્રાફિક્સ માટે એડ્રેનો 750 જીપીયુ છે. આ ડિવાઇસમાં 12જીબી રેમ અને 512જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. HONOR Magic6 Pro ડ્યુઅલ સિમ સપોર્ટ ધરાવે છે. આ ફોન એન્ડ્રોઇડ 14 આધારિત મેજિક યુઆઇ 8.0 પર ચાલે છે.
Honor Magic 6 Pro સ્માર્ટફોનને પાવર આપવા માટે 5600mAhની બેટરી આપવામાં આવી છે જે 80W વાયર્ડ અને 66W વાયરલેસ Honor SuperChargeને સપોર્ટ કરે છે. ફોનમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ ઉપલબ્ધ છે. આ ફોન ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ (IP68) સાથે આવે છે. આ ડિવાઇસનું ડાઇમેન્શન 162.5×75.8×8.9 એમએમ અને વજન 229 ગ્રામ છે.
આ પણ વાંચો – 50MP કેમેરાવાળા સસ્તા રેડમી 12 ફોનની કિંમતમાં ઘટાડો, જાણો હવે કેટલા રૂપિયામાં મળી રહ્યો છે ફોન
રિયર કેમેરાની વાત કરીએ તો Honor Magic6 Pro સ્માર્ટફોનમાં અપર્ચર એફ/2.0 સાથે 50MP વાઇડ મેઇન કેમેરા ઓમ્નીવિઝન OVH9000 સેન્સર છે. સ્માર્ટફોનમાં 50 MPનો અલ્ટ્રા વાઇડ કેમેરા અને 180 MPનો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરો પણ છે. કેમેરા 4K વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં પાછળના ભાગમાં સિંગલ એલઇડી ફ્લેશ આપવામાં આવી છે.
સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ઓનરના આ હેન્ડસેટમાં 50MPનો ફ્રન્ટ કેમેરા અને 3D ડેપ્થ કેમેરા મળે છે જે 3D ફેસ અનલોક અને 4K વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે.
કનેક્ટિવિટી માટે Honor Magic6 Pro 5Gમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, વાઇ-ફાઇ 7, બ્લૂટૂથ 5.3, જીપીએસ/એ-જીપીએસ, યુએસબી ટાઇપ-સી અને એનએફસી જેવા ફીચર્સ ઉપલબ્ધ છે.
Honor Magic6 Pro કિંમત
Honor Magic 6 Pro સ્માર્ટફોનને ભારતમાં 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ સાથે 89,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન બ્લેક અને ગ્રીન કલરમાં આવે છે. આ ડિવાઇસ 15 ઓગસ્ટથી એમેઝોન ઇન્ડિયા, ઓફલાઇન સ્ટોર્સ અને ઓનરની વેબસાઇટ પર વેચાણ માટે ઉપલબ્ધ થશે. ગ્રાહકો 12 મહિના સુધીના નો-કોસ્ટ ઇએમઆઇ પર ફોન ખરીદી શકે છે.