scorecardresearch
Premium

Honor GT Launch: ઓનર જીટી સ્માર્ટફોન લોન્ચ, 16 GB રેમ અને 1 TB સ્ટોરેજ જેવા શાનદાર ફીચર્સ, જાણો કિંમત

Honor GT Price And Features: ઓનર જીટી સ્માર્ટફોનને 1 ટીબી સુધી સ્ટોરેજ, 16 જીબી સુધી રેમ, 6.7 ઇંચની મોટી ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો કિંમત અને ફિચર્સ

Honor GT Launch | Honor GT Price | Honor GT Camera
Honor GT Launch: ઓનર જીટી સ્માર્ટફોન 16 જીબી સુધીની રેમ અને 5300mAhની મોટી બેટરી સાથે લોન્ચ થયો છે. (Photo: Honor)

Honor GT Smartphone Launch: ઓનર જીટી સ્માર્ટફોન શાનદાર ફીચર સાથે લોન્ચ થયો છે. ઓનર કંપનીએ ચીનમાં પોતાનો લેટેસ્ટ ગેમિંગ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ઓનર જીટી સ્માર્ટફોનમાં 6.7 ઇંચની ફુલએચડી+ એમોલેડ ઓએસિસ આઇ પ્રોટેક્શન ગેમિંગ સ્ક્રીન આવે છે. ઓનર જીટી સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 8 જેન 3 ચિપસેટ, 16 જીબી સુધીની રેમ અને 5300mAhની મોટી બેટરી આપવામાં આવી છે. નવા ઓનર જીટી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણો.

HONOR GT Specifications : ઓનર જીટી સ્પેસિફિકેશન

ઓનર જીટી સ્માર્ટફોનમાં 6.7 ઇંચ (2664 x 1200 પિક્સલ) ફુલએચડી + OLED 120Hz ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીન 40 નીટ સુધી પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. ફોનમાં 3.3 ગીગાહર્ટ્ઝ ઓક્ટા કોર સ્નેપડ્રેગન 8 Gen 3 4nm મોબાઇલ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. તાજેતરના ઓનર હેન્ડસેટમાં Adreno 750 GPU છે.

નવા HONOR જીટી સ્માર્ટફોનમાં 12GB/16GB રેમ સાથે 256GB/512GB/1TB ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ Magic UI 9.0 સાથે આવે છે. આ હેન્ડસેટ ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે.

ઓનર જીટી સ્માર્ટફોનમં અપર્ચર F/1.95 સાથે 50 મેગાપિક્સલનો IMX906 સેન્સર આવે છે. આ ડિવાઇસમાં એપર્ચર એફ / 2.2 સાથે 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં મેક્રો શૂટિંગનો વિકલ્પ પણ છે. આ સ્માર્ટફોન એલઇડી ફ્લેશ સાથે આવે છે.

નવા ઓનર જીટી સ્માર્ટફોનમાં એપર્ચર એફ/ 2.45 સાથે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 161×74.2×7.7 એમએમ છે અને તેનું વજન 196 ગ્રામ છે. ઓનર જીટી સ્માર્ટફોનમાં USB ટાઇપ-સી ઓડિયો અને સ્ટીરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટને પાવર આપવા 5300 mAhની મોટી બેટરી છે જે 100W સુપરચાર્જ ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે આ ફોનમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 802.11ax, બ્લૂટૂથ 5.3, જીપીએસ, યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Honor GT Price : ઓનર જીટી કિંમત

ઓનર જીટી સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2199 યુઆન (લગભગ 25,630 રૂપિયા) છે. તો 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2399 યુઆન (લગભગ 27,960 રૂપિયા) રાખવામાં આવી છે.

લેટેસ્ટ ઓનર જીટી સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2599 યુઆન (લગભગ 30,295 રૂપિયા), 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2899 યુઆન (લગભગ 33,790 રૂપિયા) અને હાઇ-એન્ડ 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3299 યુઆન (લગભગ 38,450 રૂપિયા) રાખવામાં આવી છે.

આ પણ વાંચો | લાવા બ્લેઝ ડ્યુઓ 5જી સ્માર્ટફોન લોન્ચ, 64 એમપી કેમેરા અને 5000mAh બેટરી, જાણો કિંમત

ઓનર જીટી સ્માર્ટફોન ફેન્ટમ બ્લેક, આઇસ ક્રિસ્ટલ વ્હાઇટ અને ઓરોરા ગ્રીન કલર્સમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન હાલમાં ચીનમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે અને ચીનમાં તેનું વેચાણ 24 ડિસેમ્બરથી શરૂ થશે.

Web Title: Honor gt launch price specifications features battery camera smartphone news in gujarati as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×