Home Loan Without Income Proof: હોમ લોન પર ઘર ખરીદવું હવે વધુ સરળ બનશે. હવે ઘર ખરીદવા માટે સેલેરી સ્લીપ વગર બિન પગારદાર લોકોને પણ હોમ લોન તેવી વ્યવસ્થા વિશે કેન્દ્ર સરકાર વિચારી રહી છે. બજેટ 204માં સરકાર હોમ લોન માટે અરજી કરનારાઓ માટે સારી પોલિસી લાવી છે. ફાઈનાન્સ સર્વિસ સેક્રેટરી વિવેક જોશીએ જણાવ્યું હતું કે બજેટ 2024માં એમએસએમઇ માટે જાહેર કરાયેલા નવા ક્રેડિટ એસેસમેન્ટ મોડલ બાદ નાણાં મંત્રાલય હવે કોઇ વ્યક્તિના ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે હોમ લોન આપવા માટે સમાન પ્રોડક્ટ વિકસાવી રહ્યું છે. આ પગલું હોમ લોન માટે અરજી કરનાર વ્યક્તિઓ માટે ફાયદાકારક રહેશે, જેમની ક્રેડિટ પાત્રતા નક્કી કરવી સરળ નથી.
MSMEનું ધિરાણ મૂલ્યાંકન ડિજિટલ ફૂટપ્રિન્ટના આધાર પર થશે
બજેટ 2024 માં નાણામંત્રી નિર્મલા સીતારામણે ઘોષણા કરી હતી કે, જાહેર ક્ષેત્રની બેંકો (પીએસબી) બાહ્ય મૂલ્યાંકન પર આધાર રાખવાને બદલે એમએસએમઇ (સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો) નું ધિરાણ માટે મૂલ્યાંકન કરવા માટે તેમની આંતરિક ક્ષમતાનું નિર્માણ કરશે. નવા મોડલ હેઠળ બેન્કો એમએસએમઇની ક્રેડિટનું મૂલ્યાંકન તેના ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે કરશે, નહીં કે તેની બેલેન્સશીટના આધારે.
વિવેક જોશીએ ઈન્ડિયન એક્સપ્રેસને એક ઈન્ટરવ્યૂહમાં જણાવ્યું કે, આ રીતે, અમે હાઉસિંગ સેક્ટર માટે પણ એક પ્રોડક્ટ વિકસાવી રહ્યા છીએ. બેંકો આ મોડલ પર કામ કરી ચૂકી છે. હાલ બેંક માંથી હોમ લોન ફક્ત તે જ લોકોને મળે છે જેઓ પગારદાર છે અથવા ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે. જેમની પાસે આ (જરૂરી દસ્તાવેજો) નથી, તેમના માટે બેંકો તેમના ડિજિટલ ફૂટપ્રિન્ટને જોઈને તેમને (નવા મોડેલ હેઠળ) લોન આપી શકે છે.

તેમણે જણાવ્યું હતું કે નવા મોડેલ હેઠળ, નવું મોડલ એક ક્વાર્ટરની અંદર તૈયાર થવાની સંભાવના છે, બેંકો તેમની લોનનું મૂલ્યાંકન કરતી વખતે વ્યક્તિઓના વપરાશ અથવા ખર્ચની પેટર્નને ધ્યાનમાં લેશે. એમએસએમઈ માટે નવા ક્રેડિટ એસેસમેન્ટ મોડલ અંગે જોશીએ જણાવ્યું હતું કે, હાલમાં બેન્કો એમએસએમઈને લોન આપતા પહેલા તેમની બેલેન્સશીટ અને એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ પર ધ્યાન આપે છે. સરકાર હવે તેને બદલવાની યોજના બનાવી રહી છે.
તેમણે ઉમેર્યું કે, દરેક એમએસએમઇ બેલેન્સશીટ તૈયાર કરી શકતા નથી. બેંકો એમએસએમઇ ને કોર્પોરેટ્સ કંપની સમકક્ષ માને છે. મૂલ્યાંકન માટેની માર્ગદર્શિકાઓ (કોર્પોરેટ્સ માટે) સમાન પ્રકારની છે.
જોશીએ જણાવ્યું હતું કે મધ્યમ કદના એમએસએમઇ માટે બેંકોની ધિરાણ આવશ્યકતાઓનું પાલન કરવું સરળ છે, પરંતુ નાના ઉદ્યોગો માટે, ત્યાં કોઈ યોગ્ય બેલેન્સ શીટ નથી અને તેથી તેમને લોન મેળવવામાં મુશ્કેલી પડે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, એટલે અમે ડિજિટલ ફૂટપ્રિન્ટ પર આધારિત એમએસએમઇ માટે એક મોડલ વિકસાવીશું. બની શકે કે તે વ્યવસાયે દસ લોકોને રોજગારી આપી છે અને તેમને પગાર ચૂકવી રહ્યા છે, તેમના ઇપીએફ (એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ) યોગદાન ચૂકવે છે. તેથી, તેઓ આંકડા બનાવી રહ્યા છે, અને બેંકો (તે ડેટા સાથે) તેમની ક્રેકિટ એલિજિબિલિટીનું મૂલ્યાંકન કરી શકશે.

ઉદાહરણ તરીકે, કોઇની ચા અને સમોસા વેચવાની દુકાન છે, તો બેંક જાણે છે કે દુકાન સારી રીતે ચાલી રહી છે, પરંતુ નિયમો તેમને લોન આપવાની મંજૂરી આપતા નથી. ત્યારબાદ વ્યવસાયના માલિક પોતાનું બેંક ખાતું અથવા લાઈટ બિલ બતાવી શકે છે, જે બેંકને 5 લાખ રૂપિયા અથવા 10 લાખ રૂપિયાની હોમ લોન આપવાનું સુવિધાજનક બનાવશે. તેમણે કહ્યું કે આનાથી વધુ સંખ્યામાં એમએસએમઇને ધિરાણ આપવામાં મદદ મળશે. જોશીએ જણાવ્યું હતું કે, બેંકો એમએસએમઇ પાસેથી ચોક્કસ થ્રેશોલ્ડથી નીચે ધિરાણ માટે બાહ્ય ક્રેડિટ રેટિંગ પણ લે છે, જે એમએસએમઇ પર નાણાકીય બોજ લાદે છે.
આ પણ વાંચો | મુદ્રા યોજના માં 20 લાખ ની લોન બધાને નહીં મળે, જાણો કોને મળશે સરકારી યોજનાનો લાભ
જોશીએ જણાવ્યું હતું કે, અમે તેને (બાહ્ય ક્રેડિટ રેટિંગની જરૂરિયાત) નિરાશ કરી રહ્યા છીએ. અને તેના માટે અમે બેંકોને તેમની આંતરિક રેટિંગ્સ કરવા માટે કહી રહ્યા છીએ. બેંકો હજી પણ આવું કરે છે, ઉદાહરણ તરીકે, જો તમે બાહ્ય રેટિંગ લો છો, તો એવું નથી કે લોન ફક્ત તે આધારે જ આપવામાં આવશે. તેઓ તમને ફરીથી (આંતરિક રીતે) રેટિંગ આપશે.