scorecardresearch
Premium

Home Loan vs Rent: હોમ લોન લઇ ઘર ખરીદવું કે ભાડાના મકાનમાં રહેવું? શેમાં વધુ ફાયદો થશે?

Home Loan vs Rent Advantage And Disadvantage: હોમ લોન ઘર ખરીદવામાં મદદ કરે છે. લાંબા સમય સુધી નિયમિત હોમ લોનના હપ્તાની ચૂકવણી મુશ્કેલ હોય છે. ઘણા લોકો લોન ઇએમઆઈની મકાન ભાડા સાથે તુલના કરે છે, જે યોગ્ય નથી. બંનેના ફાયદા અને ગેરફાયદા અલગ અલગ છે.

Home Loan VS Rent House | Home Loan emi | House rent
Home Loan VS Rent House : હોમ લોન વિ ભાડાંનું મકાન. (Photo: Freepik)

Home Loan vs Rent Advantage And Disadvantage: હોમ લોન ઘર ખરીદવામાં મદદરૂપ થાય છે. પોતાની માલિકીનું ઘરનું ઘર ખરીદવાનો દરેક વ્યક્તિનું સપનું હોય છે. ભારતમાં ઘર માટે રહેવા માટે જ નહીં પણ સામાજીક અને આર્થિક માપદંડ તરીકે પણ જોવામાં આવે છે. હાલ મોટાભાગના લોકો હોમ લોન ઘર મકાન ખરીદે છે. જો કે હોમ લોન ઉંચા વ્યાજદર અને ચૂકવણીનો લાંબો સમય ઘણી વખત બોજારૂપ બની જાય છે. હોમ લોનની નિયમિત ચૂકવણી કરવી જરૂરી છે. આવી સ્થિતિમાં એક પ્રશ્ન થાય છે કે, હોમ લોન લઇ ઘર ખરીદવું કે ભાડાના મકાનમાં રહેવું બંને માંથી શેમા વધુ ફાયદો થશે?

EMIની તુલના ભાડા સાથે કરી શકાય નહીં

ફાઈનાન્સિયલ એક્સપર્ટ્સનું કહેવું છે કે, લોકો હોમ લોનના ઈએમઆઈની તુલના મકાન ભાડા સાથે કરે છે. આમ કરવું યોગ્ય નથી. સામાન્ય રીતે હોમ લોન ઇએમઆઇની રકમ મકાન ભાડાં કરતા બમણી કે ત્રણ ગણી હોય છે. એક વાત સારી છે કે, ધીમે ધીમે હોમ લોન ઇએમઆઈ અને ભાડાંની રકમ વચ્ચેનું અંતર ઘટવા લાગે છે. 15 – 20 વર્ષ બાદ ઇએમઆઈ પુરા થઇ જાય છે. જો કે હોમ લોન ઇએમઆઈની 15 થી 20 વર્ષ સુધી સતત ચૂકવણી જરૂરી છે. જો હોમ લોનનો કોઇ ઇએમઆઈ હપતો ચૂકી ગયા તો પેનલ્ટી લાગશે. તમારો ક્રેડિટ સ્કોર ઘટી શકે છે. જેનાથી ભવિષ્યમાં લોન મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.

ઘર ખરીદતા પહેલા એડવાન્સ પેમેન્ટ જરૂરી

હોમ લોન ઘર ખરીદવામાં મદદરૂપ થાય છે. જો કે ઘર ખરીદતા પહેલા એડવાન્સ પેમેન્ટ કરવું જોઇએ હોય છે. ફ્લેટ કે ટેનામેન્ટની કુલ કિંમતના 10 થી 25 ટકા જેટલી રકમનું એડવાન્સ પેમેન્ટ કરવાનું હોય છે. અમુક વ્યક્તિઓ માટે આટલી મોટી રકમની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ હોય છે. આથી ઘણી વખત નાછુટક પસંદ ન હોય તેવા ઘરમાં પણ રહેવું પડે છે. હંમેશા ઘર તમારી ઓફિસ કે દુકાનથી નજીકના વિસ્તારમાં હોવી જોઇએ, તેનાથી આવવા જવાનો સમય અને ખર્ચ બંને બચે છે. આથી જ ઘણા લોકો તેના કાર્યસ્થળની નજીક હોય તેવા વિસ્તારોમાં ભાડાના મકાનમાં રહેવાનું પસંદ કરે છે.

ભાડાના મકાનમાં રહેવાથી આર્થિક સ્વતંત્રતા

ભાડાના મકાનમાં રહેતા વ્યક્તિ પાસે ઘર બદલવાનો વિકલ્પ હોય છે. જો કે મોટાભાગના લોકો માને છે કે, પોતાના ઘરમાં રહેવાનું સુખનો અનુભવ અલગ હોય છે. પરંતુ એક્સપર્ટ્સનું કહેવું છે કે, જ્યાં સુધી હોમ લોનની સંપૂર્ણ ચૂકવણી ન થાય ત્યાં સુધી તે ઘર તમારું નહીં પણ બેંકનું ગણાય છે. જો કે હોમ લોનના હપ્તા નહીં ચૂકવો તો બેંક તે ઘર કે ફ્લેટ વેચી તેની બાકી રકમની વસૂલાત કરી શકે છે.

ઘર ખરીદવા માટે આર્થિક સદ્ધરતા જરૂરી

હોમ લોન ઘર ખરીદવું મજાકની વાત નથી. એક્સપર્ટ્સ કહે છે કે, હોમ લોન લઇ ઘર ખરીદવા માટે વ્યક્તિનું આર્થિક રીતે સદ્ધર હોવું જરૂરી છે. આર્થિક સદ્ધરતાના અર્થ છે વ્યક્તિ પાસે પોતાની માલિકીની ધન સંપત્તિ એટલી હોવી જોઇએ, જે જરૂર પડે ત્યારે વેચીને હોમ લોન ચૂકવણી શકાય. જો તમે માત્ર નોકરીના ભરોસે હોમ લોન લઇ ઘર ખરીદો છો તે ઘણું મુશ્કેલ હોય છે. ખાસ કરીને ખાનગી નોકરી કરનાર લોકોએ સમજી વિચારીને હોમ લોન લઇ ઘર ખરીદવાનો નિર્ણય લેવો જોઇએ.

Web Title: Home loan vs rent advantage and disadvantage which is best for you buying home or renting as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×