scorecardresearch
Premium

Home Loan Rate Cut: હોમ લોન સસ્તી થઇ, 6 બેંકોએ વ્યાજદર ઘટાડ્યા, જુઓ લિસ્ટ

Home Loan Rate Cut: હોમ લોન લેનારાઓ માટે સારા સમાચાર આવ્યા છે. આરબીઆઈ એ રેપો રેટ ઘટાડ્યા બાદ અગ્રણી બેંકો દ્વારા હોમ લોનના વ્યાજદર ઘટાડવામાં આવ્યા છે. કઇ બેંકે કેટલા વ્યાજદર ઘટાડ્યા તેની યાદી આપી છે.

Home loan rate cut | Home loan rate | Home loan EMI | home loan interest rate | cheapest home loan
Home Loan Rate Cut: હોમ લોનના વ્યાજદર ઘટ્યા છે. (Photo: Freepik)

Home Loan Interest Rate Cut: હોમ લોન લેનારાઓ માટે રાહતના સમાચાર છે. દેશની અગ્રણી બેંકોએ હોમ લોનના વ્યાજદર ઘટાડ્યા છે. આનાથી જેમણે અગાઉથી હોમ લોન લીધી છે અથવા જેઓ હોમ લોન લેવાના છે તેમને નીચા વ્યાજદરે બેંક લોન મળશે. તમને જણાવી દઇયે તાજેતરમાં આરબીઆઈ દ્વારા 5 વર્ષમાં પહેલીવાર રેપો રેટ 0.25 ટકા ઘટાડી 6.25 ટકા કર્યો છે. આથી બેંકો પણ હોમ લોન સહિત વિવિધ લોનના વ્યાજદર ઘટાડે તેની રાહ જોવાતી હતી.

6 બેંકોએ હોમ લોનના વ્યાજદર ઘટાડ્યા

આરબીઆઈ દ્વારા રેપો રેટ ઘટાડ્યા બાદ દેશની અગ્રણી 6 બેંકોએ હોમ લોનના વ્યાજદર ઘટાડ્યા છે. જેમા કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક (PNB), યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંક સહિત ઘણી અગ્રણી બેંકોએ વ્યાજદર ઘટાડ્યા છે. બેંકોના આ નિર્ણયથી હોમ લોન ઇએમઆઈ ઘટશે.

રિઝર્વ બેંકે રેપો રેટ ઘટાડ્યા પછી, ઘણી મોટી બેંકોએ તેમના રેપો રેટ લિંક્ડ ઇન્ટરેસ્ટ રેટ (RLLR) ઘટાડ્યા છે. તમે તેમની વિગતો અહીં જોઈ શકો છો.

Home Loan | Home Loan Rules | Home Loan EMI Payment | Home Loan Outstanding Rules | home loan emi calculator | home loan interest rate
Home Loan EMI: હોમ લોન ઇએમઆઈ સમયસર ચૂકવવો પડે છે. (Photo: Freepik)

Canara Nank : કેનેરા બેંક

કેનેરા બેંકે તેનો રેપો રેટ લિંક્ડ ઇન્ટરેસ્ટ રેટ 9.25 ટકા થી ઘટાડી 9.00 ટકા કર્યો છે. આ નવા રેટ 12 ફેબ્રુઆરી 2025 થી લાગુ થયા છે. આ નવા રેટ એવા લોન એકાઉન્ટ પર લાગુ થશે જે 12 ફેબ્રુઆરી, 2025 અથવા ત્યારબાદ ખુલ્યા અથવા RLLR સિસ્ટમમાં 3 વર્ષ પૂર્ણ કર્યા છે.

Bank Of Baroda : બેંક ઓફ બરોડા

બેંક ઓફ બરોડાનો નવો રેપો રેટ લિંક્ડ ઇન્ટરેસ્ટ રેટ 8.90 ટકા છે, જે 10 ફેબ્રુઆરી 2025 થી અમલમાં આવ્યો છે.

Bank Of India : બેંક ઓફ ઈન્ડિયા

બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટ લિંક્ડ ઇન્ટરેસ્ટ રેટ દર 9.35 ટકા થી ઘટાડીને 9.10 ટકા કર્યો છે, જે 7 ફેબ્રુઆરી, 2025 થી લાગુ થયો છે.

union bank of india : યુનિયન બેંક ઓફ ઈન્ડિયા

યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ 11 ફેબ્રુઆરી, 2025થી અમલમાં આવે તેમ RLLR 9.25 ટકાથી ઘટાડીને 9 ટકા કર્યો છે.

Punjab National Bank : પંજાબ નેશનલ બેંક

પંજાબ નેશનલ બેંક (PNB) એ પણ તેનો રેપો રેટ લિંક્ડ ઇન્ટરેસ્ટ રેટ 9.25% થી ઘટાડીને 9.00% કર્યો છે, જે 10 ફેબ્રુઆરી, 2025 થી અમલમાં આવ્યો છે.

Indian Overseas Bank :

ઇન્ડિયન ઓવરસીઝ બેંકે તેનો રેપો રેટ લિંક્ડ ઇન્ટરેસ્ટ રેટ 9.35 ટકાથી ઘટાડી 9.10 ટકા કર્યો છે, જે 11 ફેબ્રુઆરી, 2025થી લાગુ થયો છે.

What Is RLLR? રેપો રેટ લિંક્ડ ઇન્ટરેસ્ટ રેટ શું છે?

રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR) એ વ્યાજ દર છે જેના પર બેંક ગ્રાહકોને લોન આપે છે. આ દર રિઝર્વ બેંક દ્વારા નક્કી કરાયેલા રેપો રેટ સાથે જોડાયેલા હોય છે. ઓક્ટોબર 2019માં, RBI એ એક પરિપત્ર બહાર પાડીને બધી બેંકોને તેમની રિટેલ લોનને એક્સટર્નલ બેન્ચમાર્ક રેટ સાથે લિંક કરવા જણાવ્યું હતું. જે પછી મોટાભાગની બેંકો માટે રેપો રેટ બેન્ચમાર્ક બની ગયો છે. જો કોઈ ગ્રાહકે RLLR આધારિત હોમ લોન લીધી હોય, તો રેપો રેટમાં ફેરફાર સાથે તેનો વ્યાજદરમાં વધ ઘટ થાય છે. મોટાભાગની હોમ લોન ફ્લોટિંગ રેટ પર હોય છે, તેથી તેમના લોનના વ્યાજ દર RLLR સાથે જોડાયેલા હોય છે.

જુના અને નવા ગ્રાહકો પર શું અસર પડશે

RLLR માં ઘટાડાની અસર જુના અને નવા હોમ લોન કસ્ટમર પર અલગ અલગ હોય છે. નવી હોમ લોન લેનારાઓને વ્યાજદરમાં ઘટાડાનો લાભ તાત્કાલિક મળશે. પરંતુ જુના ગ્રાહકોને તેનો લાભ ત્યારે જ મળશે જ્યારે તેમના વ્યાજદર રિવાઇઝ કરવાનો સમય આવશે. સામાન્ય રીતે બેંકો દર ત્રણ કે છ મહિનામાં એકવાર ઈન્ટરેસ્ટ રેટ રિવાઇઝ કરે છે.

આ પણ વાંચો | હોમ લોન માટે સિબિલ ક્રેડિટ સ્કોર સુધારવાની 7 ટીપ્સ, બેંક આપશે ઓછા વ્યાજે લોન

શું હાલ હોમ લોન લેવી યોગ્ય રહેશે?

જો તમે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ તમારા માટે એક સારી તક હોઈ શકે છે. કારણ કે વ્યાજદર ઘટ્યા બાદ તમારે સમાન લોન માટે ઓછો ઇએમઆઈ ચૂકવવો પડશે. આ ઉપરાંત, બેંકો ઘણીવાર નવા ગ્રાહકોને આકર્ષવા માટે વધુ સારી શરતો સાથે લોન આપે છે.

Web Title: Home loan rate cut banks loan emi reduced after rbi rapo rate cut rllr as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×