scorecardresearch
Premium

Home Loan Calculation : હોમ લોનની ગણતરી કેવી રીતે થાય છે? બેન્કો કઇ પદ્ધતિનો ઉપયોગ કરે છે?

Home Loan Calculation : હાલ મોટાભાગના લોકો લોન લઇને મકાન-ઘર ખરીદતા હોય છે, લોનની મૂળ રકમ અને રિ-પેમેન્ટની રકમ – સમયગાળાના આધાર થાય છે હોમ લોનના EMIની ગણતરી

Home Loan Calculation : હોમ લોનની ગણતરી કેવી રીતે થાય છે? બેન્કો કઇ પદ્ધતિનો ઉપયોગ કરે છે?

Home Loan Calculation : હાલ મોટાભાગના લોકો લોન લઇને જ ઘર-મકાન કે ફ્લેટ ખરીદતા હોય છે. આ હોમ લોન (Home loan) ની ચૂકવણી દર મહિને ચોક્કસ રકમ એટલે કે મંથલી લોન ઇએમઆઇ (Loan EMI)ના સ્વરૂપે કરવાની હોય છે. મોટાભાગના લોકો મકાન ખરીદવા માટે હોમ લોન તો લઇ છે પણ બેન્ક તમારી લોન (Bank loan)ની ગણતરી કેવી રીતે છે તેની જાણકારી મેળવતા નથી. અમે તમને બેન્કોની હોમ લોનની ગણતરી ( home loan calculation) વિશેની માહિતી આપીશું.

બેન્કો લોનના ઇએમઆઇની ગણતરી કેવી રીતે કરે છે તેની જાણકારી તમારી પાસે નથી તો આ આર્ટીકલમાં તમે જાણી શકશો કે લોનના હપ્તાનું કેલક્યુલેશન કેવી રીતે કરવામાં આવે છે.

કેવી રીતે થાય છે હોમ લોનની ગણતરી

હોમ લોન કેલક્યુલેટર (Home loan calculator) નો ઉપયોગ કરીને લોન લેનાર વ્યક્તિ હોમ લોનની EMIની ગણતરી કરી શકે છે. અલબત્ત હોમ લોનના EMIની ગણતરી લોનની રકમ અને રિ-પેમેન્ટ (loan repayment) રકમ- સમયગાળાના આધાર કરાય છે. ઉપરાંત લોકોની જરૂરિયાતોના આધારે પણ લોનના EMIમાં વધારો કે ઘટાડો કરવામાં આવે છે. ફાઇનાન્સ એક્સપર્ટ્સ તરફથી સલાહ અપાય છે કે, લોન EMI માટે વ્યક્તિની કુલ આવકના 35થી 45 ટકા જેટલી રકમ નક્કી કરવામાં આવે છે.

બેન્કો કઇ પદ્ધતિનો ઉપયોગ કરે છે?

હોમ લોનની વાત કરીયે બેન્કો ત્રણ અલગ-અલગ રીતે વ્યાજ ( Home Loan Interest Rate) વસૂલે છે, જેમાં દૈનિક, માસિક અને વાર્ષિક ધોરણે ગણતરી કરાય છે. ઉપરાંત કેટલીક હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ માસિક ધોરણે પણ લોનના EMIની ગણતરી કરતી હોય છે, જ્યારે બેન્ક સામાન્ય રીતે દૈનિક ધોરણે લોનની ગણતરીની પદ્ધતિનો (Loan Calculation method) વધારે ઉપયોગ કરે છે.

ડેઇલી પેમેન્ટનો વિકલ્પ તમારી લોનની મૂળ રકમને ઓછી કરે છે. અલબત્ત કોઇ પણ કિસ્સામાં EMIની ચૂકવણી માસિક ધોરણે કરાય છે, આથી અસરકારક વ્યાજદર સ્થિર રહે છે, જ્યાં સુધી લોન લેનાર વ્યક્તિ લોનની વહેલી ભરપાઇ ન કરે.

જો લોનધારક વ્યક્તિ લોનની વહેલી ચૂકવણી કરે તો તે દિવસે તેની મૂળ રકમ ઘટી જશે. ડેઇલી સિસ્ટમની સાથે જો તે દર મહિનાની પાંચમી તારીખે EMIની ચૂકવણી કરે છે અને 10 તારીખની પહેલા ચૂકવણી કરે છે, તો મૂળભૂત બાકી રકમ તરત જ ઘટી જશે. જો માસિક ધોરણે ગણતરી કરવામાં આવતી હોય તો આગામી મહિનાની પાંચ તારીખે પ્રી-પેમેન્ટ સ્વીકારવામાં આવશે.

Web Title: Home loan calculation method all details here

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×