HMD Key Launched: એચએમડી એ લેટેસ્ટ 4જી સ્માર્ટફોન પસંદગીના બજારોમાં લોન્ચ કર્યો છે. એચએમડી કી કંપનીનો નવો ફોન છે અને તે એન્ડ્રોઇડ 14 ગો એડિશન સાથે આવે છે. એચએમડીના બજેટ સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલનો ઓટો ફોકસ રિયર કેમેરો, 6.52 ઇંચની એચડી+ સ્ક્રીન, 2જીબી રેમ જેવા ફીચર્સ આવે છે. આ બજેટ ફોનમાં 4000mAhની મોટી બેટરી આપવામાં આવી છે. ચાલો લેટેસ્ટ એચએમડીના લેટેસ્ટ સ્માર્ટફોન વિશે વિગતવાર જાણીયે
HMD Key Specifications : એચએમડી કી સ્પેસિફિકેશન
એચએમડી કી સ્માર્ટફોનમાં 6.5 ઇંચ (576 x 1280 પિક્સલ) એચડી+ એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે, જે 460 નાઇટ્સ સુધી પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં 1.4 ગીગાહર્ટ્ઝ ક્વોડ-કોર SC9832E પ્રોસેસર આપવામાં આવ્યું છે. માલી 820MP1 ગ્રાફિક્સ માટે હાજર છે. આ સ્માર્ટફોનમાં 2 જીબી રેમ અને 32 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 128 જીબી સુધી વધારી શકાય છે.
એચએમડી કી સ્માર્ટફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોનમાં એન્ડ્રોઇડ 14 (ગો એડિશન) છે. હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનો ઓટો ફોકસ રિયર કેમેરો છે જે એલઇડી ફ્લેશ સાથે આવે છે. ડિવાઇસમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં એલઇડી ફ્લેશ સાથે 8 મેગાપિક્સલનો ઓટોફોકસ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સિક્યોરિટી માટે આ ફોનમાં સ્માર્ટ ફેસ અનલોક ફીચર આપવામાં આવ્યું છે.
કનેક્ટિવિટી માટે એચએમડી કી હેન્ડસેટમાં 4G, Wi-Fi 802.11 B/G/N, બ્લૂટૂથ 4.2, જીપીએસ/એ-જીપીએસ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસનું માપ 166.4×76.9×8.95mm છે અને તેનું વજન 185.4 ગ્રામ છે. હેન્ડસેટમાં 3.5mm ઓડિયો જેક, એફએમ રેડિયો જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ડિવાઇસને પાવર આપવા માટે 4000mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે.
HMD Key Price : એચએમડી કી કિમત
એચએમડી કી સ્માર્ટફોનની કિંમત 59GBP (લગભગ 6270 રૂપિયા) છે. આ સ્માર્ટફોન આઇફી બ્લૂ અને મિડનાઇટ બ્લેક કલરમાં આવે છે. આ સ્માર્ટફોનને યુકે, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.