IIFL Wealth Hurun Gujarat Rich List 2022 : ગુજરાતી પ્રજાની ઓળખ વેપાર-ધંધો કરનાર અને ઉદ્યોગ સાહસિક તરીકે થાય છે. તાજેતરમાં જ ગુજરાતી ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણીએ વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા ધનિક વ્યક્તિ બનીને દુનિયાભરમાં ભારતનો ડંકો વાગ્યો છે. ભારતના સૌથી ધનિક વ્યક્તિઓમાં પણ પ્રથમ બે સ્થાને ગુજરાત મૂળના ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણી અને મુકેશ અંબાણી છે.
જો ગુજરાત સ્થિત ઉદ્યોગપતિઓની (Gujarat based billionaires) વાત કરી છેલ્લા એક વર્ષમાં તેમની કુલ સંપત્તિ (Wealth) માં અધધધ… 70 ટકાનો વધારો થયો છે અને તે હાલ 15,02,800 કરોડ રૂપિયા થઇ છે. આ માહિતી IIFL Wealth Hurun Gujarat Rich List 2022 (આઇઆઇએફએલ વેલ્થ હુરુન ગુજરાત રિચ લિસ્ટ 2022)માં જણાવવામાં આવી છે.
આ યાદી અનસાર વર્ષ 2022માં અબજોપતિ ગુજરાતી ઉદ્યોગપતિઓમાં (Gujarati billionaires list) અદાણી ગૂપ (Adani Group)ના ચેરમેન ગૌત્તમ અદાણી પ્રથમ સ્થાને છે. ઉપરાંત ‘IIFL Wealth Hurun India Rich List 2022’ (આઈઆઈએફએલ વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022)માં ગુજરાતના 13 નવા વ્યક્તિઓનો ઉમેરો થયો છે. જે ઉદ્યોગપતિ અને વ્યક્તિઓની કુલ સંપત્તિ રૂ. 1000 કરોડ કે તેનાથી વધારે છે તેમનો આ યાદીમાં સમાવેશ કરાયો છે. સંપત્તિની ગણતરી 30મી ઓગસ્ટ 2022ના આધારે કરવામાં આવી છે.

IIFL Wealth Hurun Gujarat Rich List 2022માં ગુજરાતના વિવિધ અને શહેરો પ્રમાણે વાત કરીયે તો 52 ટકા ધનાઢ્યો સાથે અમદાવાદ (Ahmedabad) પ્રથમ ક્રમે છે, જે તેને સંપત્તિ સર્જન માટે ગુજરાતનું સૌથી પસંદગીનું શહેર બનાવે છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, આ વર્ષે ધનાઢ્યો વ્યક્તિઓની યાદીમાં ગુજરાતની બે મહિલાઓએ સ્થાન મેળવ્યુ છે.
ગુજરાત ટોપ-10 ધનિક વ્યક્તિઓ
ગુજરાતના સૌથી મોટા ટોચના 10 ધનિક વ્યક્તિઓની સંપ્તતિમાં છેલ્લા એક વર્ષમાં 3500થી 10,400 કરોડ રૂપિયા સુધીનો વધારો થયો છે. જેમાં ગૌતમ અદાણી (Gautam Adani)એન્ડ ફેમિલીની સંપત્તિમાં છેલ્લા એક વર્ષના સમયગાળામાં 116 ટકાનો વધારો નોંધાવ્યો છે અને કુલ સંપત્તિ વધીને રૂ. 10,64,400 કરોડ થઇ છે. ત્યારબાદ 54000 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ (Torrent Pharmaceuticals) કંપનીના વડા સુધીર મહેતા – સમીર મહેતા એન્ડ ફેમિલી આ યાદીમાં બીજા ક્રમે છે અને તેમની સંપત્તિ છેલ્લા એક વર્ષમાં 4 ટકા વધી છે. તો ઝાયડસ લાઇફસાયન્સ કંપનીના ચેરમેન પંકજ પટેલ એન્ડ ફેમિલી રૂ. 34900 કરોડની સંપત્તિ સાથે ગુજરાતના ટોપ-10 ધનાઢ્યોની યાદીમાં ત્રીજા ક્રમે છે, સૌથી રસપ્રદ વાત એ છે કે વિતેલ વર્ષમાં તેમની સંપત્તિમાં 29 ટકાનું ધોવાણ થયુ છે. તેવી જ આ યાદીમાં ચોથા ક્રમે રહેલા નિરમા કંપનીના વડા કરશનભાઇ પટેલ એન્ડ ફેમિલીની સંપત્તિ વિતેલ એક વર્ષમાં 11 ટકા ઘટીને રૂ. 34400 કરોડ થઇ છે.



