ઑક્ટોબર મહિનામાં કુલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન વધીને 1,51,718 કરોડ રૂપિયા નોંધાયુ છે, જે જુલાઈ 2017માં દેશમાં નવી કરપ્રણાલી અમલમાં આવ્યા બાદ બીજા ક્રમની સૌથી વધુ માસિક કરવેરાની મુલાકાત છે.
ડોમેસ્ટિક ટ્રાન્સેક્શનમાં એપ્રિલ 2022 બાદ બીજી સૌથી મોટી વૃદ્ધિ નોંધાવવા છતાં કુલ જીએસટી ક્લેક્શનમાં આયાત મારફતે થતી કરવેરાની વસૂલાતનો હિસ્સો ઓક્ટોબરમાં ઘટીને 25 ટકા થયો છે જે સપ્ટેમ્બરમાં 28 ટકા અને ઓગસ્ટમાં 30 ટકા હતો.
ઉંચા મોંઘવારી દરથી મોટાભાગની ચીજ વસ્તુઓની છુટક કિંમત ભાવમાં વધારો તેમજ તહેવારોની માંગ, તેમજ યોજનાઓની ખાતરી કરવા માટે લેવાયેલા પગલાંઓથી જીએસટી ક્લેક્શનમાં વૃ્દ્ધિને ટેકો મળ્યો છે. જીએસટી કલેક્શનમાં વાર્ષિક ધોરણે વૃદ્ધિ જોવા મળી છે જો કે અગાઉના ત્રણ મહિનાની 25 કાની વૃદ્ધિ સામે ઓક્ટોબરમાં તેમાં 16 ટકાનો જ વધારો થયો છે.
છેલ્લા આઠ મહિનાથી માસિક જીએસટી ક્લેક્શન 1.4 લાખ કરોડ રૂપિયાના આંકડાથી ઉપર રહ્યુ છે. નાણા મંત્રાલયે મંગળવારે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં 8.3 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા જે ઓગસ્ટ 2022માં જનરેટ થયેલા 7.7 કરોડ ઈ-વે બિલ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે.
નાણાં મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યુ છે કે, “ઑક્ટોબર 2022નું જીએસટી ક્લેક્શન એ એપ્રિલ 2022ના રેકોર્ડ કલેક્શન પછી બીજા ક્રમનું સૌથી વધુ માસિક કલેક્શન છે અને બીજી વખત જીએસટી કલેક્શન 1.50 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. એપ્રિલ 2022 પછી ઑક્ટોબરમાં પણ સ્થાનિક ટ્રાન્સેક્શન વધવાના પરિણામે બીજા ક્રમનું સૌથી વધુ માસિક કલેક્શન જોવા મળ્યું. સતત આઠ મહિનાની વૃદ્ધિ બાદ આ નવો મહિનો છે, જેમાં માસિક જીએસટી ક્લેક્શન 1.4 લાખ કરોડ રૂપિયાથી વધારે રહી છે.”
નોંધનિય છે કે, એપ્રિલ 2022માં 1,67,540 કરોડ રૂપિયાનું વિક્રમી માસિક જીએસટી કલેક્શન નોંધાયું હતું.
GST ક્લેક્શનમાં વૃદ્ધિ શું દર્શાવે છે?
આર્થિક નિષ્ણાતોએ જણાવ્યું કે, તહેવારોની સિઝનની શરૂઆત સાથે જ જીએસટી વસૂલાતમાં તેજી આવી છે. ઓછામાં ઓછા 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમના પ્રદેશોમાં જીએસટી ક્લેક્શનમાં 20 ટકાથી વધારે વૃદ્ધિ નોંધાવી છે.
ભારતમાં KPMGના પાર્ટનર અભિષેક જૈને જણાવ્યું હતું કે, “આ મહિનાનું કલેક્શન અત્યાર સુધીનું બીજું સૌથી વધુ રેવન્યુ કલેક્શન છે અને તે તહેવારોની સિઝનના કારણે ખર્ચમાં વધારો થવાને આભારી છે. તહેવારોની સિઝન ચાલુ રહેવાની સાથે, GST કલેક્શનમાં હજી વધુ વધારો થવાની ધારણા છે. આનાથી ટેક્સ વસૂલાત મામલે સરકારે સુધારેલો લક્ષ્યાંક આગામી મહિનાઓમાં વસૂલાતમાં મોટી વૃદ્ધિ તરફ દોરી લઇ જઇ શકે છે.
એનએ શાહ એસોસિએટ્સના ઇનડાયરેક્ટ ટેક્સના પાર્ટનર પરાગ મહેતાએ જણાવ્યું હતું કે, “ઑક્ટોબર 2022નું GST કલેક્શન એ ઑક્ટોબર 2021નાી કલેક્શન કરતાં 16 ટકા વધારે છે. આ આંકડા દર્શાવે છે કે GST હવે વ્યવસ્થિત રીતે અમલમાં આવી ગયુ છે. નોંધપાત્ર વધારો થયો છે. ઑક્ટોબર પણ તહેવારો અને રજાઓનો મહિનો હતો જેમાં લોકોએ રિયલ એસ્ટેટ, વાહનો, રજાઓ અને અન્ય જરૂરિયાતો પર જંગી ખર્ચ કર્યો છે
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે વૃદ્ધિ દર સાધારણ હોવા છતાં, જીએસટી કલેક્શન આ નાણાકીય વર્ષ માટે નિર્ધારિત અંદાજપત્રીય લક્ષ્યાંક કરતાં વધી જશે તેવી અપેક્ષા છે. આ વર્ષે રાજકોષીય ખાધ માટે આવક વૃદ્ધિ નિર્ણાયક છે કારણ કે સરકાર ખાતર, ખાદ્ય અને ઇંધણ સબસિડીના કારણે વધારાના ખર્ચની જરૂરિયાતોને પહોંચી વળવાની સમસ્યાનો સામનો કરી રહી છે.
“ઓક્ટોબર 2022 માં GST કલેક્શનમાં વાર્ષિક વૃદ્ધિમાં ઘટાડો થવાની ધારણા સામાન્ય આધારને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી, અને આગામી થોડા મહિનામાં તે ચાલુ રહી શકે છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે CGST ક્લેક્શન ચાલુ નાણાંકીય વર્ષ 2022-23 માટેના 1.3થી 1.4 લાખ કરોડ રૂપિયાના બજેટ અંદાજ કરતા વધારે રહેવાની ધારણા છે. ઓક્ટોબરમાં ફેસ્ટિવ સીઝનની સાથે નવેમ્બર મહિનામાં પણ જીએસટી કલેક્શનમાં વધારો જોવા મળી શકે છે એવું” ICRAના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું.