Google Pixel 9 Pro Fold : ગુગલ પિક્સલ સ્માર્ટફોન પ્રશંસકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુગલ ભારતમાં પિક્સલ 9 સીરીઝને લોન્ચ કરવા જઇ રહ્યું છે. ગુગલ આગામી સિરીઝમાં બે સ્માર્ટફોન ગુગલ પિક્સલ 9 પ્રો અને ગુગલ પિક્સલ 9 પ્રો ફોલ્ડ લોન્ચ કરશે. કંપનીએ બંને ફોનની ભારત લોન્ચિંગ તારીખની પુષ્ટિ કરી છે. કંપનીએ પિક્સલ 9 પ્રો ફોલ્ડનો ફર્સ્ટ લુક પણ રજૂ કર્યો છે.
ઓગસ્ટ મહિનામાં કંપનીની મોટી ઇવેન્ટ મેડ બાય ગુગલ ઇવેન્ટ યોજાવાની છે. આ ઇવેન્ટ 13 ઓગસ્ટના રોજ યોજાશે. તે દિવસે આ ફોન લોન્ચ થશે. આ ઇવેન્ટમાં કંપની પિક્સલ 9 સીરીઝ લોન્ચ કરશે. આ ઇવેન્ટ પહેલા જ કંપનીએ આગામી સીરિઝનો ઓફિશિયલ ટીઝર વીડિયો પણ રિલીઝ કરી દીધો છે.
ફોનનો પ્રથમ લુક
ટીઝર વીડિયોમાં પિક્સેલ 9 પ્રો અને પિક્સેલ 9 પ્રો ફોલ્ડનો પહેલો લુક પણ જાહેર કરવામાં આવ્યો છે. ગુગલ આ વખતે પાવરફુલ એઆઇ ફીચર્સ સાથે પિક્સલ 9 સીરીઝ રજૂ કરી શકે છે.
ટીઝર વીડિયો અનુસાર, ગૂગલ વ્હાઇટ કલર ઓપ્શન સાથે પિક્સલ 9 પ્રો રજૂ કરી શકે છે. તેની રિયર પેનલમાં પિલ શેપમાં કેમેરા મોડ્યુલ છે જેમાં ટ્રિપલ કેમેરા સેન્સર મળશે. કેમેરા સેન્સર પાસે કંપનીએ એલઇડી ફ્લેશ લાઇટ અને ટેમ્પરેચર સેન્સર આપ્યું છે. ફોનની રાઇડ સાઇડ પર પાવર બટન અને વોલ્યુમ બટન આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો – POCO C61 Airtel Edition પરથી ઉઠ્યો પડદો, 6000 થી ઓછી કિંમતમાં નવો ફોન, જાણો ફિચર્સ
પિક્સેલ 9 પ્રો ફોલ્ડ ડિઝાઇન
ગુગલ પિક્સલ 9 પ્રો ફોલ્ડમાં ગ્રાહકોને ખૂબ જ યુનિક ડિઝાઇન મળવાની છે. ટીઝર વીડિયોમાં વ્હાઇટ કલર ઓપ્શન સાથે પિક્સલ 9 પ્રો ફોલ્ડ બતાવવામાં આવ્યું છે. બીજા પોસ્ટરમાં તેનો બ્લેક કલર ઓપ્શન પણ સામે આવ્યો છે. પિક્સેલ 9 ફોલ્ડના આગળના ભાગમાં પંચ હોલ કટ ડિઝાઇન છે. આ મોડલમાં તમને ચાર કેમેરા મળશે. બે કેમેરા સેન્સર ઉપરની તરફ અને છે જ્યારે બે કેમેરા સેન્સર નીચેની તરફ છે.
પિક્સેલ 9 સિરીઝ કિંમત
ગયા અઠવાડિયે, ફ્રેન્ચ પ્રકાશન Dealabs દ્વારા એક અહેવાલમાં સંકેત આપવામાં આવ્યો હતો કે Pixel 9 Pro અને Pixel 9 Pro ફોલ્ડ અનુક્રમે €1,099 (અંદાજે રૂ. 1,00,000) અને €1,899 (અંદાજે રૂ. 1,72,900) થી શરૂ થશે. આ કિંમતો યુરોપિયન વેરિઅન્ટ્સ માટે છે.