scorecardresearch
Premium

Google Pixel 8a: ગૂગલ પિક્સલ 8એ સ્માર્ટફોનના ડમી યુનિટના ફોટા લીક, ઓછી કિંમતના Google ફોનની પ્રથમ ઝલક જુઓ

Google Pixel 8a Smartphones Design Features: ગૂગલ નવા Pixel સ્માર્ટફોન પર કામગીરી કરી રહી છે અને તેના ડમી યુનિટના ફોટા વાયરલ થયા છે. ગૂગલ પિક્સલ 8એ સ્માર્ટફોન વર્ષ 2024ના પ્રથમ ભાગમાં લોન્ચ થવાની અપેક્ષા છે

Google Pixel 8a Smartphones | Google Smartphones Google Pixel Smartphones | Google Latest Smartphone
ગૂગલ પિક્સલ 8એ સ્માર્ટફોનના ડમી યુનિટના ફોટા લીક થયા છે. (Photo – Social Media)

Google Pixel 8a Leaked: ગૂગલે ઓક્ટોબર 2023માં તેની Pixel 8a સિરિઝમાં નવા ફોન લોન્ચ કર્યા હતા. હવે સમાચાર એ છે કે આલ્ફાબેટ ઇન્ક. Googleની માલિકીની કંપની એક નવા Pixel સ્માર્ટફોન પર કામગીરી કરી રહી છે. Google Pixel 8Aના નવા ડમી યુનિટની તસવીરો લીક થઈ ગઈ છે. આ ફોટા આગામી અફોર્ડેબલ Pixel 8a ફોનની ડિઝાઇન સંબંધિત જાણકારી આપે છે.

Google Pixel 8a ની ડમી યુનિટ ઈમેજોને LinkedIn પર No Name અને xleaks7 નામના ટિપસ્ટર્સ દ્વારા શેર કરવામાં આવી હતી. આ ટિપ્સર્સે ચાર ફોટા શેર કર્યા છે જે અપકમિંગ ડિવાઈસની ફ્રન્ટ અને બેંક દર્શાવે છે.

Google Pixel 8aના ફોટા લીક થયા (Google Pixel 8a Smartphones Photo Leak)

જો આપણે ડમી યુનિટ્સ પર નજર કરીએ તો, Pixel 8A સ્માર્ટફોનમાં અગાઉના Pixel 7a કરતાં વધુ કર્વ ડિઝાઇન હશે. ટિપસ્ટરે એમ પણ કહ્યું છે કે ડિવાઈસ પહેલા કરતા સ્લીમ હશે. જો કે, ફોનમાં પાછળના Pixel 7A કરતાં લાંબા હશે અને તેના ડાઇમેન્શન 153.44 x 72.74 x 8.94mm હશે.

લીક થયેલા ફોટાને જોતા, તે સ્પષ્ટ છે કે ડિવાઇસના ડમી યુનિટમાં પંચ-હોલ સેલ્ફી કેમેરા હશે. હેન્ડસેટમાં થોડી જાડી બેઝલ્સ આપવામાં આવશે. Pixel સીરીઝનો સિગ્નેચર કેમેરા બાર પાછળના ભાગમાં જોઈ શકાય છે, જેમાં બે કેમેરા સેન્સર અને એક ફ્લેશ છે.

લીક થયેલા ફોટાને જોતા, તે દર્શાવે છે કે ડિવાઈસના ડમી યુનિટમાં પંચ-હોલ સેલ્ફી કેમેરા હશે. હેન્ડસેટમાં થોડી જાડી બેઝલ્સ આપવામાં આવશે. Pixel સીરીઝનો સિગ્નેચર કેમેરા બાર પાછળના ભાગમાં જોઈ શકાય છે, જેમાં બે કેમેરા સેન્સર અને એક ફ્લેશ છે.

આ પણ વાંચો |  વીવો X90, V29 સિરિઝ પર મેળવો 10000 સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ; માત્ર 101 ચૂકવી ઘરે લઇ જાવ લેટેસ્ટ વીવો સ્માર્ટફોન

અગાઉના A- સિરિઝના સ્માર્ટફોનની જેમ, Google Pixel 8a વર્ષ 2024ના પ્રથમ છ મહિનામાં લોન્ચ થવાની ધારણા છે. જો કે, હજુ સુધી રિલીઝ ડેટને લઈને ગૂગલ તરફથી કોઈ માહિતી મળી નથી. આગામી મહિનાઓમાં ગૂગલના નવા સ્માર્ટફો વિશે વધુ માહિતી જાહેર થાય તેવી અપેક્ષા છે.

Web Title: Google pixel 8a smartphone leaked images shows rounded design like pixel 7 jsart import

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×