scorecardresearch
Premium

Google Pixel 8 Phone : ગૂગલ પિક્સલ 8 સિરીઝ મોબાઇલ 4 ઓક્ટોબરે લોન્ચ થશે, લેટેસ્ટ સ્માર્ટફોનના ફિચર વિશે જાણો

Google Pixel 8 Series Launch: ટેક જાયન્ટ Google Pixel 8 સિરીઝમાં પિક્સલ 8 અને પિક્સલ 8 પ્રો સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. જાણો લેટેસ્ટ સ્માર્ટફોનના ફિચર વિશે વિગતવાર

google pixel 8 pro series | google pixel 8 pro series smartphone | google pixel 8 pro mobile | google latest smartphone | latest smartphone 2023 | google pixel 8 pro battery | google pixel 8 pro features | google pixel 8 price
ગૂગલ પિક્સ્લ 8 સિરિઝ ફોનનો ફોટો (Express Photo)

Google Pixel 8 Pro Series Smartphone Feature And All Details : ગૂગલ પિક્સેલ 8 સિરીઝઃ ગૂગલ પિક્સેલ 8 સિરીઝના સ્માર્ટફોન વિશે છેલ્લા ઘણા સમયથી સતત કોઇને કોઇ સમાચાર આવી રહ્યા છે. આમ તો ટેક જાયન્ટ ગૂગલે તેની નવી સ્માર્ટફોન સીરીઝની લોન્ચ ડેટ જાહેર કરી છે. Pixel 8 સિરીઝના નવા સ્માર્ટફોન 4 ઓક્ટોબરે લોન્ચ થશે. કંપની ન્યૂયોર્કમાં યોજાનારી ફિઝિકલ ઇવેન્ટમાં નવા Pixel 8 સિરીઝના સ્માર્ટફોનનું લોન્ચિંગ કરશે. નોંધનીય છે કે એપલ કંપનીએ તાજેતરમાં 12 સપ્ટેમ્બરે iPhone 15 ઇવેન્ટનું આયોજન કરવાની માહિતી પણ આપી છે.

તમને જણાવી દઇયે કે, ગૂગલ પિક્સલ 8 સ્માર્ટફોનની લોન્ચિંગ ઇવેન્ટ 4 ઓક્ટોબરે સાંજે 7.30 વાગે શરૂ થશે.

ગૂગલ પિક્સલ 8 પ્રોમાં ક્યા ફિચર મળશે (Google Pixel 8 Pro features)

ગૂગલ પિક્સ્લ 8 સિરીઝના ફ્લેગશિપ ડિવાઇસ, Pixel 8 Pro વિશેની માહિતી ઓનલાઈન લીક થઈ ચૂકી છે. આ ફોનની ડિઝાઇન અને કેમેરા લેઆઉટ પણ જાહેર કરવામાં આવ્યા છે. આ ડિવાઇસમાં 6.7 ઇંચ OLED ડિસ્પ્લે, ટેન્સર G3 પ્રોસેસર, 5100mAh બેટરી અને 64MP ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ હોવાની અપેક્ષા છે.

Pixel 8 Pro ઉપરાંત Google ઇવેન્ટમાં નવો Pixel 8 સ્માર્ટફોન અને Pixel Watch 2 પણ લૉન્ચ કરી શકે છે. Pixel Watch 2 માં લેટેસ્ટ ‘W5’ જનરેશન Qualcomm Snapdragon ચિપસેટ હોઈ શકે છે. ઉપાંત આ ગૂગલ વોચમાં સારી બેટરી લાઈફ હોવાની આશા છે.

ઉપરાંત એવી પણ અપેક્ષા છે કે Google આ ઇવેન્ટમાં તેના હાર્ડવેર પ્રોડક્ટ્સ જેમ કે Pixel Buds A-Series અને Pixel Buds Pro પણ લોન્ચ કરશે. જો કે, આ ઇવેન્ટમાં કંપની દ્વારા Pixel Fold અને Pixel ટેબલેટ લોન્ચ કરવામાં આવશે નહીં. ઇન્વિટેશનમાં કંપનીએ પોતાના Nest અને Fitbit બેન્ડનો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ આ ઇવેન્ટમાં આવી પ્રોડક્ટ્સ પરથી પડદો ઉઠી શકે છે.

આ પણ વાંચો | ભારતના 15000થી ઓછી કિંમતવાળા શાનદાર બજેટ સ્માર્ટફોન; વિવો, રેડમીના લેટેસ્ટ મોબાઇલ સૌથી ફેવરિટ

ગૂગલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઇવેન્ટની જાહેરાત પણ પોસ્ટ કરી છે. આ જાહેરાતમાં Pixel અને iPhone એકસાથે ‘Spa Day’ની મજા લેતા બતાવવામાં આવ્યા છે. તમને જણાવી દઇયે કે ગૂગલ પિક્સલ 8 પ્રો સિરીઝની આ ઇવેન્ટનું લાઇવ સ્ટ્રિમિંગ કરવામાં આવશે.

Web Title: Google pixel 8 pro series launch battery features smartphone full details here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×