Google Pixel 8, Pixel 8 Pro :ગઈ કાલે (4 ઑક્ટોબર 2023) આયોજિત ‘મેડ બાય ગૂગલ’ ઇવેન્ટમાં વચન મુજબ ગૂગલે આખરે નેક્સ્ટ-જનન પિક્સેલ સ્માર્ટફોન લૉન્ચ કર્યા હતો. Google Pixel 8 સીરીઝમાં કંપનીએ Pixel 8 અને Pixel 8 Pro ફોન લોન્ચ કર્યા છે. Google Pixel 8 અને Pixel 8 Pro ને ડિઝાઇન અને હાર્ડવેર અપગ્રેડ મળશે. આ ફોનને નવી Tensor G3 ચિપ સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. અપગ્રેડ કરેલી ડિઝાઇન વિશે વાત કરીએ તો, ફોનમાં વધુ સારા અનુભવ માટે ગોળાકાર કિનારીઓ છે.
Pixel 8, Pixel 8 Pro કિંમત
Pixel 8 Proને ભારતમાં 75,999 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે જ્યારે Pixel 8 Proને ભારતમાં 1,06,999 રૂપિયાની કિંમતે અવેલેબલ કરાવવામાં આવ્યો છે. બંને ફોનનું વેચાણ ફ્લિપકાર્ટ પર 12 ઓક્ટોબરથી શરૂ થશે. Pixel 8 પ્રી-બુકિંગ પર, Pixel Buds Pro 8,999 રૂપિયામાં મેળવી શકાય છે જ્યારે Pixel 8 Pro પ્રી-બુકિંગ પર, Pixel Watch 2 19,999 રૂપિયામાં મેળવી શકાય છે.
મર્યાદિત સમયની લૉન્ચ ઑફર્સ વિશે વાત કરીએ તો, Pixel 8ને પસંદગીના બેંક કાર્ડ્સથી ખરીદવામાં આવે તો ₹ 8000 અને ₹ 3000ના એક્સચેન્જ ડિસ્કાઉન્ટ સાથે મેળવી શકાય છે. જ્યારે 9000 રૂપિયાના બેંક ડિસ્કાઉન્ટ અને 4000 રૂપિયાના એક્સચેન્જ ડિસ્કાઉન્ટ સાથે Pixel 8 Pro મેળવવાની તક છે.
Pixel 8, Pixel 8 Pro ફીચર્સ
Pixel 8 સીરીઝના બંને ફોન ગૂગલના ટેન્સર G3 ચિપસેટ સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. આ ફોનમાં ઓડિયો મેજિક ઈરેઝર ફીચર છે. આની મદદથી વીડિયોમાં સંભળાતા અલગ-અલગ અવાજોને ભૂંસી શકાય છે.
Pixel 8 માં 6.2-inch Actua ડિસ્પ્લે છે જે Pixel 7 કરતા 42 ટકા વધુ તેજસ્વી છે અને વાસ્તવિક-વિશ્વની સ્પષ્ટતા આપે છે. Pixel 8 માં સાટિન મેટલ ફિનિશ, પોલિશ્ડ ગ્લાસ બેક પેનલ છે. આ ફોન રોઝ, હેઝલ અને ઓબ્સિડિયન કલરમાં આવે છે.
Pixel 8 Proમાં 6.7 ઇંચની સુપર એક્ટુઆ ડિસ્પ્લે છે. કંપનીનું કહેવું છે કે આ ગૂગલની અત્યાર સુધીની સૌથી બ્રાઈટ ડિસ્પ્લે છે. ફોનને નવા બ્લુ બે અને ઓબ્સિડીયન કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. Pixel 8 Proમાં એક નવું ટેમ્પરેચર સેન્સર આપવામાં આવ્યું છે જેના દ્વારા યુઝર્સ કોઈપણ ઓબ્જેક્ટનું ટેમ્પરેચર સ્કેન કરી શકે છે.
આ પણ વાંચો: Netflix: નેટફ્લિક્સ હોલીવુડના કલાકારોની હડતાલ સમાપ્ત થયા પછી આ નિર્ણય લઇ શકે તેવી અટકળો
Pixel 8 સીરીઝમાં એક નવું કોલ આસિસ્ટ ફીચર આપવામાં આવ્યું છે. Pixel 8 સીરીઝમાં Pixel 7 સીરીઝની સરખામણીમાં અપગ્રેડેડ કેમેરા છે. ગૂગલનું કહેવું છે કે ઓછા પ્રકાશમાં પણ નવા Pixel ફોનથી સારી ગુણવત્તાના ફોટા અને વીડિયો રેકોર્ડ કરી શકાય છે. Pixel 8 માં 50MP પ્રાઈમરી રીઅર કેમેરા છે. ફોનમાં અપડેટેડ અલ્ટ્રા-વાઇડ કેમેરા પણ છે જે ઓટોફોકસ સાથે આવે છે અને મેક્રો ફોકસ તરીકે પણ કામ કરે છે.
Pixel 8 Proમાં 50MP પ્રાથમિક, 48MP અલ્ટ્રા-વાઇડ અને 48MP ટેલિફોટો સેન્સર સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. ફોનમાં ઓટોફોકસ ફ્રન્ટ કેમેરા ઉપલબ્ધ છે.
Pixel 8 અને Pixel 8 Pro ની સૌથી મોટી વિશેષતા 7 વર્ષ માટે ઉપલબ્ધ સોફ્ટવેર અપડેટ્સ છે. હા, ગૂગલે ઈવેન્ટમાં જણાવ્યું હતું કે Pixel 8 સીરીઝમાં 7 વર્ષ માટે OS અપગ્રેડ, સુરક્ષા અપડેટ અને નિયમિત ફીચર ડ્રોપ્સ મળશે.