Google Pixel 8 and Pixel 8 Pro Smartphone AI Camera Features : ગૂગલ તેનો આગામી ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. Pixel 8 અને Pixel 8 Pro કંપનીના નવા સ્માર્ટફોન હોઈ શકે છે. ગૂગલ પિક્સલ સિરિઝના આ સ્માર્ટફોન્સ વિશેની માહિતી ઘણા મીડિયા રિપોર્ટમાં જાણવા મળી છે. હવે અપકમિંગ પિક્સલ ફોન વિશે જાણવા મળે છે કે, તેમાં શાનદાર AI ફિચર્સ હશે જે સ્માર્ટફોનના અનુભવને મજેદાર બનાવશે. ચાલો તમને Pixel 8 અને Pixel 8 Pro વિશે વિગતવાર જણાવીએ…
Google Pixel સિરિઝની ગણતરી માર્કેટમાં શ્રેષ્ઠ કેમેરા સ્માર્ટફોનમાં થાય છે. ગૂગલના સોફ્ટવેર સાથે ફોનના હાર્ડવેરના સંયોજન સાથે Pixel ફોન બેસ્ટ ક્વોલિટીના ફોટા કેપ્ચર કરે છે. Pixel 8 સિરિઝ સાથે, Google હવે આ ફોનમાં AI ફિચર્સનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે. એટલે કે, જો તમે આકસ્મિક રીતે કોઈ ફોટો અથવા વિડિયો બગાડી નાંખો છો, તો તેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સુધારી શકાય છે. તમને જણાવી દઈએ કે આ જાણકારી સૌથી પહેલા એન્ડ્રોઈડ એક્સપર્ટ મિશાલ રહેમાને આપી હતી. તેણે Pixel Superfan સર્વેને ટાંકીને આ માહિતી આપી છે. આ સર્વેમાં અપકમિંગ પિક્સેલ 8 અને પિક્સલ 8 પ્રોના કેટલાક ફિચર્સની વિગતો આપવામાં આવી છે.
Pixel 8 સિરિઝ ફોનમાં AIનો ઉપયોગ કરીને બેકગ્રાઉન્ડ નોઈઝ દૂર કરી શકાય છે. ઉદાહરણ તરીકે, જો વિડિઓમાં પંખા-કૂલરનો અવાજ આવે છે, તો તેને દૂર કરી શકાય છે.
જો ફોટોઝ વિશે વાત કરીએ તો, યુઝર્સ Pixel 8 અને Pixel 8 Proના AI કેમેરા સાથે ‘પરફેક્ટ ગ્રૂપ ફોટો’ ક્લિક કરી શકશે. એટલે કે જો કોઈ ગ્રૂપમાં મૂવ કરે છે, તો યુઝર્સ AIની મદદથી તેને ઠીક કરી શકશે.
ગુગલ પિક્સલ 8 વૉઇસ રિપ્લાય (Google Pixel 8 Voice Replies)
એન્ડ્રોઇડ ઓથોરિટીએ રહેમાનને ટાંકીને અન્ય ફિચર વિશે માહિતી આપી છે. Pixel 8 વિશે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે Google Assistant યુઝર્સના મેસેજના જવાબ આપવા માટે સક્ષમ હશે. જો તમારા ફોન પર કોઈ મેસેજ પ્રાપ્ત થાય છે, તો યુઝર્સ આસિસ્ટન્ટને મેસેજને ઓળખવા અને તેનો જવાબ આપવા માટે કહી શકશે. આ ફિચર વિશે વાત કરીએ તો Pixel 8માં તેના લોન્ચિંગના સમયે તેને રોલઆઉટ કરી શકાય છે, અથવા કદાચ કંપની પાછળથી અપડેટના સમયે આપી શકે છે.