scorecardresearch

Google Phone: ઓગસ્ટમાં લોન્ચ થઇ શકે છે ગૂગલ પિક્સલ સ્માર્ટફોન અને ફોલ્ડેબલ ફોન, જાણો સંપૂર્ણ વિગત

Google Pixel 10, Pixel 10 Pro Launch: ગૂગલ પિક્સલ 10 અને પિક્સલ 10 પ્રો સ્માર્ટફોન ઓગસ્ટ મહિનામાં લોન્ચ કરવામાં આવી શકે છે. જાણો શું હશે ખાસ છે આ ગૂગલ પિક્સેલ સિરીઝ સ્માર્ટફોનમાં.

Google phone | Google smartphone | Google Pixel 10
Google phone : ગૂગલ સ્માર્ટફોન. (Photo: Social Media)

Google Pixel 10, Pixel 10 Pro Launch: ગૂગલ 20 ઓગસ્ટ, 2025 ના રોજ એક મોટી લોન્ચ ઇવેન્ટ યોજવાની તૈયારી કરી રહ્યું છે. આ ટેક શોમાં દિગ્ગજ સર્ચ કંપની પોતાની પિક્સલ સીરિઝનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ ઇવેન્ટમાં મોસ્ટ અવેટેડ પિક્સલ 10 સીરીઝ પણ રજૂ કરવામાં આવશે. એન્ડ્રોઇડ ઓથોરિટીના એક રિપોર્ટમાં ગૂગલ પ્લે સ્ટોર પર એક પ્રમોશનલ બેનર સામે આવ્યું છે, જેમાં આગામી પિક્સલ 10 સીરીઝ તરફ ઇશારો કરવામાં આવ્યો છે. ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે આગામી ઇવેન્ટમાં ચાર નવા પિક્સેલ ડિવાઇસ લોન્ચ કરી શકાય છે.

ગૂગલ આ ઇવેન્ટમાં પિક્સલ 10, પિક્સલ 10 પ્રો, પિક્સલ 10 પ્રો એક્સએલ અને ફોલ્ડેબલ મોડલ્સ (પિક્સલ 10 પ્રો ફોલ્ડ) લોન્ચ કરી શકે છે. અહેવાલો સૂચવે છે કે આ વર્ષની પિક્સેલ લોન્ચ ઇવેન્ટની સૌથી મોટી ખાસિયત ઓલ-ન્યૂ 3એનએમ ટેન્સર જી 5 પ્રોસેસર છે જે પ્રોસેસિંગ પાવર અને એઆઇ ક્ષમતામાં મોટો વધારો આપે તેવી અપેક્ષા છે. આ સિવાય કેમેરા સિસ્ટમમાં પણ ઘણા મોટા અપગ્રેડ આવી શકે છે.

Google Pixel 10, Pixel 10 Pro camera

પિક્સલ 10 સ્માર્ટફોનમાં પાવરફુલ 50 એમપી જીએન8 પ્રાઇમરી સેન્સર, 13 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ અને 10MPનું ટેલિફોટો સેન્સર મળવાની આશા છે. આશા છે કે ફોનમાં ફ્રન્ટમાં હાઈ-રિઝોલ્યુશન 42MP સેલ્ફી કેમેરા મળશે. પિક્સલ 10 પ્રો અને પ્રો એક્સએલમાં નોચ, 48 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ અને 48 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી હોવાની અપેક્ષા છે. બીજી તરફ પિક્સલ 10 પ્રો ફોલ્ડમાં 48MP પ્રાઇમરી, અલ્ટ્રા-વાઇડ અને ટેલિફોટો કેમેરા હોવાની આશા છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે હેન્ડસેટમાં ડ્યુઅલ 10 મેગાપિક્સલના ફ્રન્ટ કેમેરા હોઇ શકે છે.

Google Pixel 10, Pixel 10 Pro price in India

ગૂગલ પિક્સલ 10 સ્માર્ટફોનને ભારતમાં લગભગ 90,000 રૂપિયાની આસપાસ લોન્ચ કરી શકાય છે. આ ફોનની સીધી ટક્કર iPhone 16 અને આવનારા iPhone 17 સાથે થશે. પિક્સલ 10 પ્રો અને પિક્સલ 10 પ્રો એક્સએલની કિંમત 1,10,000 રૂપિયાથી વધુ હોવાની આશા છે અને તેને અલ્ટ્રા-પ્રીમિયમ કેટેગરીમાં લોન્ચ કરવામાં આવશે.

પિક્સલ 10 પ્રો ફોલ્ડની વાત કરીએ તો આ ફોલ્ડેબલ ફોનને 1,50,000 રૂપિયાથી વધુની કિંમતમાં લોન્ચ કરી શકાય છે. હેન્ડસેટને સેમસંગ અને વિવોના હાઇ-એન્ડ ફોલ્ડેબલ ફોનની કેટેગરીમાં અત્યાધુનિક ડિઝાઇન અને ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટર સાથે ઉપલબ્ધ કરાવી શકાય છે.

Web Title: Google pixel 10 pixel 10 pro launch date expected india price as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×