scorecardresearch
Premium

Google: ગૂગલ જીએમલ લોગઇન માટે નવી સિસ્ટમ લાવશે, SMS વેરિફિકેશન બંધ કરશે

Google to introduce QR Code Based login for Gmail: ગૂગલ જીમેલ લોગિન કરવા માટે નવી સિસ્ટમ લાવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ગૂગલ ટૂંક સમયમાં Gmail માટે QR આધારિત લૉગિન સિસ્ટમ શરૂ કરશે અને SMS આધારિત ઓથેન્ટિફિકેશન બંધ થઈ જશે.

Gmail Login | Gmail | Email | Google Mail
Google Gmail Login: ગૂગલ જીમેલ લોગિન માટે નવા ફીચર્સ લાવશે. (Photo: Freepik)

Google to introduce QR Code Based login for Gmail: ગૂગલ જીએમલ ઉપયોગકર્તા માટે નવી સુવિધા શરૂ કરવા જ રહ્યું છે. ગૂગલની નવી સર્વિસથી જીએમલ પાસવાર્ડ યાદ રાખવાની ઝંઝટ દૂર થશે. ગૂગલ પોતાની ઇમેલ સર્વિસ જીમેલને શક્ય તેટલી સુરક્ષિત બનાવવાના ઇરાદાથી સતત નવા ફીચર્સ લોન્ચ કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ટેક જાયન્ટ ટેક્સ્ટ-આધારિત પાસવર્ડને નવી વેરિફિકેશન સિસ્ટમ સાથે બદલી શકે છે. જી હા, એક રિપોર્ટ અનુસાર ગૂગલ હવે જીમેલમાં ક્યૂઆર કોડ આપવાના કારણે એસએમએસ ઓથેન્ટિકેશન કોડ સિસ્ટમ બંધ કરી શકે છે.

ફોર્બ્સના એક લેટેસ્ટ રિપોર્ટમાં ‘ગૂગલ ઇનસાઇડર્સ સાથેની વાતચીત’ને ટાંકીને એવો દાવો કરવામાં આવ્યો છે કે ટેક જાયન્ટ આ વર્ષે જીમેલ માટે એસએમએસ આધારિત ઓથેન્ટિકેશન સિસ્ટમ બંધ કરી શકે છે.

CNETને આપેલા એક નિવેદનમાં, ગૂગલમાં સુરક્ષા અને ગોપનીયતા જનસંપર્કના વડા રોસ રિચેન્ડ્રફર (Ross Richendrfer) એ આ ફેરફારની પુષ્ટિ કરી છે. અને કહ્યું કે ટેક જાયન્ટ યુઝર્સને ફોન નંબર વેરિફિકેશન કરવા માટે ક્યૂઆર કોડ સ્કેન કરવાનું કહેશે. તમને જણાવી દઇયે કે, SMS મારફતે હાલની ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશનની તુલનામાં વેરિફિકેશનની નવી સિસ્ટમ વધારે સુરક્ષિત છે. હાલ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન દરમિયાન યૂઝર્સે પાસવર્ડ દાખલ બાદ કોડ ટાઇપ કરવાનો હોય છે.

ઓનલાઇન સ્કેમર્સ હવે પહેલા કરતા વધુ સ્માર્ટ બની ગયા છે અને દરરોજ લોકોને છેતરવા માટે નવી યોજના લાવી રહ્યા છે. એવું લાગે છે કે ગૂગલ હવે ઘુષણખોરીના આ તબક્કે નેટવર્ક ઓપરેટરને અલગ કરવા માંગે છે.

ટેક જાયન્ટનું કહેવું છે કે છેતરપિંડી કરનારાઓ લાંબા સમયથી સિમ સ્વેપિંગ અને નવા પ્રકારના કૌભાંડ ‘ટ્રાફિક પમ્પિંગ’નો ઉપયોગ કરી રહ્યા છે. આ રીતે આ ઓનલાઈન સ્કેમર્સ ઓનલાઈન સર્વિસ પ્રોવાઈડર્સનો ઉપયોગ કરીને મોટી સંખ્યામાં એવા નંબરોને એસએમએસ મોકલે છે જે તેમના નિયંત્રણમાં હોય છે અને જ્યારે આ મેસેજ ડિલિવર થાય છે ત્યારે તેમને પૈસા મળે છે.

નોંધનીય છે કે, ગૂગલ એસએમએસ આધારિત ઓથેન્ટિકેશનને ખતમ કરનારી પહેલી કંપની નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં, એક્સ (ટ્વિટર), સિગ્નલ, એપલ અને માઇક્રોસોફ્ટે વધુ સુરક્ષિત વિકલ્પોને કારણે એસએમએસ આધારિત ઓથેન્ટિકેશન બંધ કર્યું છે.

Web Title: Google gmail login qr code authentication system sms verification service will close as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×