scorecardresearch
Premium

Gold Silver Price: અખાત્રીજ પર સોનામાં કડાકો, ચાંદી પણ 2000 સસ્તી થઇ, જાણો 24 અને 23 કેરેટ ગોલ્ડનો ભાવ

Godl silve Rate Akshaya Tritiya: અખાત્રીજ પર સોના ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે. આમ એક દિવસમાં સોનું 31 ટકા અને ચાંદી 13 ટકા મોંઘી થઇ છે. જાણો આજના સોના ચાંદીના લેટેસ્ટ ભાવ

Gold Silver Jewellery | Gold Price | Silver Price | Gold Silver Rate Today | Gold Silver Price Today
Gold Silver Price News Today: સોના ચાંદીના ભાવ (Photo: Social Media)

Godl silve Price Crash On Akshaya Tritiya 2025: અખાત્રીજ પર સોના ચાંદી સસ્તા થયા છે. વૈશ્વિક બજાર અને સ્થાનિક વાયદા બજારમાં ભાવ ઘટવાથી હાજર બજારમાં પણ સોના ચાંદીના ભાવ નોંધપાત્ર ઘટ્યા છે. અખાત્રીજ પર સ્થાનિક ઝવેરી બજારમાં સોનામાં 1000 અને ચાંદીમાં 2000 રૂપિયાનો કડાકો બોલાયો છે. હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા પર સોનું ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે. જાણો આજના 24 કેરેટ અને 23 કેરેટ સોનાના ભાવ.

Gold Price On Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર સોનું સસ્તું થયું

અખાત્રીજ પર લોકોને સસ્તુ સોનું ખરીદવાની તક મળે છે. અમદાવાદના ઝવેરી બજારમાં સોનામાં 1000 રૂપિયાનો કડાકો બોલાયો હતો. આમ 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ 98000 રૂપિયા થયો છે. જ્યારે તેના આગલા દિવસે સોનાનો ભાવ 99000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. તો 23 કેરેટ 99.5 શુદ્ધ સોનાનો 97700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. તો સોનાના હોલમાર્ક દાગીનાનો ભાવ 96040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. હોલમાર્ક સોનું 22 કેરેટનું હોય છે.

Silver Price Today : ચાંદીમાં 2000 રૂપિયાનો કડાકો

અખાત્રીજ પર સોના જેમ ચાંદીમાં પણ કડાકો બોલાયો છે. સ્થાનિક ઝવેરી બજારમાં આજે ચાંદીમાં 2000 રૂપિયાનો કડાકો બોલાયો હતો. આમ 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 96000 રૂપિયા થઇ હતી. તો રુપું ચાંદીનો ભાવ 95800 રૂપિયા પ્રતિ 1 કિલો થયો હતો. એક દિવસ પહેલા ચાંદીનો ભાવ 98000 રૂપિયા હતો.

અખાત્રીજ પર સોનું ખરીદનારને જબરદસ્ત વળતર

અક્ષય તૃતીયા પર સોનું ચાંદી ખરીદવાની પરંપરા છે. સોના ચાંદીના ભાવા રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યા છે. તાજેતરમાં સોના અને ચાંદીના ભાવ 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી કુદાવી ગયા હતા. જો કે વૈશ્વિક બજારમાં નરમાઇ અને ઐતિહાસિક ઉંચા ભાવે માંગ ઘટવાથી સોના ચાંદીની કિંમત ઘટી છે. તેમ છતાં ગત વર્ષે અખાત્રીજ પર સોનું ચાંદી ખરીદનારને જબરદસ્ત વળતર મળ્યું છે.

આ પણ વાંચો | અક્ષય તૃતીયા પર સોનું કે ચાંદી શું ખરીદવું? શેમાં મળશે છપ્પડફાડ રિટર્ન? જાણો એક્સપર્ટ્સ પાસેથી

વર્ષ 2025ની અખાત્રીજ પર સોનાનો ભાવ 98000 રૂપિયા અને ચાંદી 96000 રૂપિયા છે. જ્યારે વર્ષ 2024ની અખાત્રીજ પર સોનાનો ભાવ 75000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત 85000 રૂપિયા પ્રતિ 1 કિલો હતી. આમ એક વર્ષમાં સોનું 23000 રૂપિયા મોંઘું થયું છે. તો ચાંદીની કિંમત 11000 રૂપિયા વધી છે. ટકાવારીમાં વાત કરીયે તો સોનામાં 30.66 ટકા અને ચાંદીમાં 13 ટકા રિટર્ન મળ્યું છે.

Web Title: Gold silver price crash on akshaya tritiya 2025 as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×