scorecardresearch
Premium

અદાણીને એક જ દિવસમાં 56,240 કરોડનું નુકસાન, અંબાણી વિશ્વના ટોપ-10 ધનિકોમાંથી બહાર

bloomberg billionaires index: સપ્ટેમ્બરની શરૂઆતમાં જ વિશ્વના બીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ બનનાર ગૌત્તમ અદાણી ( gautam adani) હાલ ત્રીજા ક્રમે આવી ગયા, શેરબજાર (stock market)માં મસમોટા કડાકા બોલાતા ભારતીય ઉદ્યોગપતિ (indian billionaires)ઓની સંપત્તિ (net worth)માં જંગી ધોવાણ થયું.

અદાણીને એક જ દિવસમાં 56,240 કરોડનું નુકસાન, અંબાણી વિશ્વના ટોપ-10 ધનિકોમાંથી બહાર

bloomberg billionaires index: દુનિયાના ટોચના ધનિકોની યાદીમાં સામેલ ભારતીય ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણી (gautam adani) અને મુકેશ અંબાણી (Mukesh Ambani)ની પીછેહઠ થઇ છે. થોડાક સપ્તાહ પહેલા વિશ્વના બીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ બનનાર ગૌત્તમ અદાણી હાલ આ યાદીમાં ત્રીજા ક્રમે આવી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સના (bloomberg billionaires index)આંકડા અનુસાર ભારતીય ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણીને એક જ દિવસમાં 6.91 અબજ ડોલર એટલે કે લગભગ 56,240 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે. ઉપરાંત મુકેશ અંબાણી (Mukesh Ambani) દુનિયાના ટોપ-10 ધનિકોની યાદીમાંથી બહાર ફેંકાઇ ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનરની યાદીમાં હાલ ઇ-કોમર્સ કંપની એમેઝોનના સીઇઓ જેફ બેઝોસ (jeff bezos) બીજા ક્રમે છે.

ભારતીય ધનાઢ્યોની સંપત્તિમાં ઘટાડાનું મુખ્ય કારણ શેરબજારમાં આવેલા મસમોટા કડાકા છે. આ ઉદ્યોગપતિઓની શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓના શેરમાં કડાકો બોલાતા તેમની માર્કેટ વેલ્યૂએશનમાં ઘટાડાની સીધી અસર તેમની કુલ નેટવર્થ ઉપર પડી છે.

ગત સોમવારે શેરબજાર (Stock Market)માં મોટા કડાકાને કારણે ગૌત્તમ અદાણીની સંપત્તિ ઘટીને હાલ 135 અબજ ડોલર રહી ગઇ છે. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિ પણ ઘટીને 82.4 અબજ ડોલર થઇ છે, જેના કારણે તેઓ વિશ્વના ટોચના 10 ધનિક વ્યક્તિઓની યાદીમાંથી પણ બહાર થઇ ગયા છે. તો બીજી બાજુ ઇ-કોમર્સ કંપની એમેઝોનના માલિક જેફ બેઝોસની સંપત્તિમાં ઉમેરો થતા તેઓ 138 અબજ ડોલરની સંપત્તિ સાથે ફરી દુનિયાના બીજા ક્રમના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તો ટેસ્લા કંપની (tesla inc)ના માલિક એલન મસ્ક (elon musk net worth) 245 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના નં-1 ધનિકના સ્થાને અડીખમ રહ્યા છે

નૌંધનિય છે કે, સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ જેફ બેઝોસને પછાડી ગૌત્તમ અદાણી (gautam adani) દુનિયાના નં-2 ધનિક બન્યા હતા. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ (bloomberg billionaires list) મુજબ ચાલુ વર્ષે ગૌત્તમ અદાણીની કુલ સંપત્તિમાં 58.5 અબજ ડોલરનો ઉમેરો થાય છે, જ્યારે એલન મસ્ક અને જેફ બેઝોસની સંપત્તિમાં અનુક્રમે 25.1 અબજ ડોલર અને 54.3 અબજ ડોલરનો ઘટાડો થયો છે.

તાજેતરમાં જ ગૌત્તમ અદાણી મુકેશ અંબાણી (Mukesh Ambani)ને IIFL વેલ્થ હુરુન ઇન્ડિચા રિચ લિસ્ટ 2022માં (iifl wealth hurun india rich list) પછાડીને ભારતના સૌથી ધનિક વ્યક્તિ (indian billionaires) બન્યા હતા. આ રિપોર્ટ અનુસાર પાછલા વર્ષની તુલનામાં ગૌત્તમ અદાણીએ દરરોજ 1600 કરોડ રૂપિયાથી વધારે કમાણી કરી છે. આ રિપોર્ટ અનુસાર ગૌત્તમ અદાણી એકમાત્ર એવા ભારતીય છે જેમણે એક-બે નહીં પણ સાત-સાત કંપનીઓ બનાવી છે, જેની માર્કેટકેપ 1 લાખ કરોડ કે તેનાથી વધારે છે.

ઘણા વર્ષો સુધી ભારતના સૌથી ધનિક વ્યક્તિનું બિરુંદ જાળવી રાખનાર મુકેશ અંબાણી ચાલુ વર્ષે ભારતના ધનપતિઓની યાદીમાં 7.94 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે હાલ આ યાદીમાં બીજા ક્રમે છે. IIFL હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022ના મતે વર્ષ 2012માં અદાણીની સંપત્તિ અંબાણીની તુલનામાં 6 ગણી ઓછી હતી, પરંતુ 10 વર્ષ બાદ અંબાણી કરતા અદાણીની સંપત્તિ 3 લાખ કરોડ રૂપિયા વધારે છે. ગૌત્તમ અદાણીએ વર્ષ 2021માં દરરોજ 1612 કરોડ રૂપિયા જ્યારે મુકેશ અંબાણીએ 210 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

Web Title: Gautam adani net worth down mukesh ambani out top 10 bloomberg billionaires

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×