scorecardresearch
Premium

Adani Share Crash: અદાણી કંપનીના શેર બીજા દિવસે પણ 10 ટકા તૂટ્યા, કેન્યા એ 70 કરોડ ડોલરનો સોદો રદ કર્યો, ગૌતમ અદાણી સંકટમાં

Gautam Adani Bribery Case In US: ગૌતમ અદાણી સામે અમેરિકાના લાંચ આક્ષેપ બાદ કેન્યા એ 70 કરોડ ડોલરનો સોદો રદ કર્યો છે. અદાણી ગ્રૂપ કંપનીઓના શેર સતત બીજા દિવસે તૂટ્યા છે.

Adani Group | Adani Group Share Price Crash | Adani Stock Price | Gautam Adani Comapany | Adani Group Marketcap|
Adani Group Companies Stock Crash: અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં કડાકો બોલાયો છે. (Express Photo/ Freepik)

Gautam Adani Bribery Case In US: અદાણી ગ્રૂપ કંપનીઓના શેર સતત બીજા દિવસે તૂટ્યા છે. ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે લાંચ આપવાના અમેરિકાના આક્ષેપ બાદ વિવાદ અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં ગુરુવારે બે વર્ષમાં સૌથી મોટો 22 ટકાનો કડાકો નોંધાયો હતો. ભારે વેચવાલનું દબાણ રહેતા શુક્રવારે પણ શેરબજાર ખુલતાની સાથે જ અદાણી કંપનીઓના શેર 10 ટકા સુધી તૂટ્યા છે.

Adani Group Stock Down : અદાણી ગ્રૂપ કંપનીઓના શેર તૂટ્યા

શુક્રવારે શેરબજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રૂપ કંપનીઓના શેર 10 ટકા સુધી તૂટ્યા છે. આજે શેરબજારમાં ઇન્ટ્રા ડે સેશન દરમિયાન સૌથી વધુ અદાણી ગ્રીન એનર્જી કંપનીનો શેર 10 ટકા તૂટ્યો છે. ફ્લેગશીગ કંપની અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 7.3 ટકા, અદાણી પોર્ટ્સ સેઝ 5.4 ટકા, અદાણી પાવર 6.3 ટકા, અદાણી એનર્જી સોલ્યુશન 8.6 ટકા, અદાણી ટોટલ ગેસ 5.81 ટકા, અદાણી વિલ્મર 5.5 ટકા, અંબુજા સિમેન્ટ 1.5 ટકા ઘટ્યા હતા.

જો કે બીજી બાજુ અદાણી ગ્રૂપની 3 કંપનીના શેર આજે વધ્યા હતા – જેમાં સાંઘી ઈન્ડસ્ટ્રીઝ 3.5 ટકા, એસીસી લિમિટેડ 2.7 ટકા અને એનડીટીવી અડધા ટકા જેટલો વધ્યા હતા. તમને જણાવી દઇયે કે, ગૌતમ અદાણીનું પ્રમોટર્સ શેરહોલ્ડિંગ ધરાવતી 11 કંપનીઓ ભારતીય શેરબજારમાં લિસ્ટેડ છે.

Kenya Cancels Deals With Adani : કેન્યા સાથે અદાણી ગ્રૂપનો સોદો રદ

અમેરિકાના લાંચ કેસ બાદ ગૌતમ અદાણીની મુશકેલી વધી રહી છે. કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ નૈરોબીના પ્રાયમરી એરપોર્ટના વિસ્તરણનો સોદો તાત્કાલિક અસરથી રદ કરવાની જાહેરાત કરી છે. જેમાં અદાણી ગ્રૂપનો પ્રસ્તાવ પણ સામેલ છે. રૂટોએ રાષ્ટ્રજોગ સંબોધનમાં રૂટો પાવર ટ્રાન્સમિશન બનાવવા માટે 70 કરોડ ડોલરનો એ પ્રોજેક્ટ બંધ કરવાનો આદેશ આપ્યો હતો, જેમાં અદાણી ગ્રૂપ યુનિટ સામેલ છે.

આ પણ વાંચો | સાગર અદાણી કોણ છે? ગૌતમ અદાણી સામે અમેરિકામાં લાંચ કેસમાં ઉછળ્યું નામ

E

રુટોએ તપાસ એજન્સીઓ અને ભાગીદાર દેશો દ્વારા પૂરી પાડવામાં આવેલી નવી માહિતીને ટાંકીને જણાવ્યું હતું કે, “મેં પરિવહન મંત્રાલય, ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રાલયની એજન્સીઓને હાલ ચાલી રહેલી ખરીદી પ્રક્રિયાને તાત્કાલિક રદ કરવા સૂચના આપી છે.

આ પણ વાંચો | ગૌતમ અદાણી સામે અમેરિકાના લાંચ આક્ષેપ વચ્ચે LICને 8500 કરોડનું નુકસાન, જાણો કેવી રીતે

સેન્સેક્સ 800 પોઇન્ટ ઉછળ્યો, બેંક અને આઈટી શેરમાં તેજી

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી મોટા ઉછાળે ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 77155 સામે આજે ઉંચા ગેપમાં 77349 ખુલ્યો હતો. આઈટી અને બેંક શેરમાં તેજીથી શેરબજારમાં ઉછાળો આવ્યો. સેન્સેક્સ ઇન્ટ્રા ડે 800 પોઇન્ટ ઉછળીને ઉપરમાં 77994 સુધી ગયો હતો. એનએસઇ નિફ્ટી 23349 પાછલા બંધ સામે વધીને આજે 23535 ખુલ્યો હતો. બ્લુચીપ શેરમાં તેજીથી નિફ્ટી 250 પોઇન્ટ ઉછળી 23600 લેવલ ઉપર ટ્રેડ થયો હતો. જો કે વેચવાલીના દબાણથી અદાણી ગ્રૂપ કંપનીઓના શેર ખુલતાની સાથે જ 10 ટકા સુધી તૂટ્યા હતા.

Web Title: Gautam adani group share crash after kenya cancels deals following us bribery case as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×