Vivek Umashankar : સ્માર્ટફોન કેમેરા (Smartphone camera) છેલ્લા ઘણા સમયથી વિકસિત થઇ રહ્યા છે. સાધારણ 0.1 MP રીઝોલ્યુશનથી હવે 200 MP થી વધુ રીઝોલ્યુશન કેમેરા વાળા સ્માર્ટફોન અત્યારે મળતા થઇ ગયા છે. કેટલાક હાઇ-એન્ડ મોડલ્સમાં 1-ઇંચ પ્રકારના સેન્સર પણ હોય છે, જે પ્રોફેશનલ કેમેરા જેવી જ ઇમેજ અને વિડિયો ક્વોલિટી ઓફર કરે છે.
હવે સ્માર્ટફોનમાં મોટા અને સ્માર્ટ કેમેરા ઉપલબ્ધ છે, પરંતુ તમારી એક સામાન્ય ભૂલ કેમેરાને કાયમ માટે નુકસાન પહોંચાડી શકે છે. તમારા સ્માર્ટફોન કેમેરા સિસ્ટમને કાયમી નુકસાન અટકાવવા માટે તમે આ પાંચ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ,

આ પણ વાંચો: મોટોરોલાએ લોન્ચ કર્યો સૌથી મોટી સેકન્ડરી સ્ક્રીનવાળો રેઝર 50 ફોલ્ડેબલ ફોન, રેઝર 50 અલ્ટ્રાથી પણ પડદો ઉંચકાયો
સ્માર્ટફોનનો યુઝ કરીને લેસર લાઇટ શો શૂટ કરવાનું ટાળો
કોન્સર્ટ મોટાભાગે હાઈ ક્વોલિટી લેસર લાઇટનો ઉપયોગ કરે છે. તમારા સ્માર્ટફોન વડે શૂટિંગ કરવાથી કેમેરા સેન્સરને તેની હાઈ એનર્જી ડેન્સિટીને કારણે કાયમી ધોરણે નુકસાન થઈ શકે છે, જે લેન્સ સિસ્ટમ અને સેન્સર બંનેને અસર કરે છે.
બાઇક પર સ્માર્ટફોન રાખવાનું ટાળો
સ્માર્ટફોનને બાઇક અથવા સ્કૂટર પર રાખવાથી સ્માર્ટફોનના કેમેરાને કાયમ માટે નુકસાન થઈ શકે છે. આ ઝડપથી ચાલતા વાહનને કારણે થતા વાઇબ્રેશનને કારણે છે. બાઇક પર સ્માર્ટફોનને ઉછળતો અટકાવા માટે વાઈબ્રેશનને શોષવા માટે રચાયેલ વિશિષ્ટ માઉન્ટિંગ કીટનો ઉપયોગ કરો.
પાણીમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનું ટાળો
કેટલીક બ્રાન્ડ્સના ફોનથી પાણીની અંદર શૂટિંગ કરી શકાય છે, ત્યારે આ IP રેટિંગ સાથે પણ ડિવાઇસને કાયમી ધોરણે નુકસાન પહોંચાડી શકે છે. પાણીની અંદરનો સ્માર્ટફોનનો વિસ્તૃત ઉપયોગ ફોનને ગરમ કરે છે, અને કન્ડેન્સેશનથી પાણી સિસ્ટમમાં પ્રવેશી શકે છે અને કેમેરાને નુકસાન પહોંચાડે છે.
આ પણ વાંચો: ITR Return: આઈટી રિટર્ન ફાઈલ કરવામાં AIS કેવી રીતે મદદરૂપ છે? ક્યાંથી ડાઉનલોડ કરવું
વધારે તાપમાનમાં શૂટિંગ કરવાનું ટાળો
અતિશય તાપમાનમાં શૂટિંગ, પછી ભલે તે ખૂબ ઠંડુ હોય કે ખૂબ ગરમ, કેમેરાને નુકસાન પહોંચાડી શકે છે. વધારે સમય માટે સૂર્યના તાપમાં શૂટિંગ કરવું, ખાસ કરીને સૂર્યગ્રહણ દરમિયાન એ પણ ફોન કેમેરાને નુકસાન પહોંચાડી શકે છે. જો કે, તમે સ્માર્ટફોન વડે સુરક્ષિત રીતે ચંદ્રને શૂટ કરી શકો છો, અને કેટલાક ફોનમાં ડેડીકેટેડ મૂન મોડ્સ પણ હોય છે.
કેમેરા લેન્સ પ્રોટેક્ટરનો ઉપયોગ કરવો:
પ્રોટેક્ટરનો ઉપયોગ છતાં, નબળી રીતે ઇન્સ્ટોલ કરેલ અથવા ઓછી ગુણવત્તાવાળા લેન્સ પ્રોટેક્ટર કેમેરાના લેન્સને ડેમેજ કરી શકે છે. લેન્સ અને પ્રોટેક્ટર વચ્ચેના ઓછા અંતર પણ ધૂળના કણોને ફસાઈ શકે છે, અને લેન્સને નુકસાન પહોંચાડી શકે છે.