scorecardresearch
Premium

Fastag Rules: ફાસ્ટેગ ઓનલાઇન ખરીદવાથી લઇ એક્ટિવ કરવા સુધી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Fastag Online Purchase And Activation Process: ફાસ્ટેગના નવા નિયમ મુજબ ઓછું બેલેન્સ, ચૂકવણીમાં વિલંબ કે ફાસ્ટેગ બ્લેકલિસ્ટ હશે તો બમણો દંડ ચૂકવવો પડશે. અહી ઘરે બેઠાં ઓનલાઇન ફાસ્ટેગ એક્ટિવ કરવાની સરળ રીત આપી છે.

FASTag | FASTag New Ru;es | Fastag Activation Tips | New Fastag
Fastag Activation Tips: ફાસ્ટેગ ઓનલાઇન ખરીદી અને એક્ટિવેટ કરવું સરળ છે. (Photo: Social Media)

Fastag Online Purchase And Activation Process: ફાસ્ટેગના નવા નિયમ 17 ફેબ્રુઆરીથી લાગુ થયા છે. ફાસ્ટેગના નવા નિયમ મુજબ ઓછું બેલેન્સ, ચૂકવણીમાં વિલંબ કે ફાસ્ટેગ બ્લેકલિસ્ટ હશે તો વાહન ચાલકે વધારે દંડ ચૂકવવો પડશે. ફાસ્ટેગના નવા નિયમથી જે કાર ચાલકોના ફાસ્ટેગ ડિએક્ટિવ થઇ ગયા છે, તેમણે એક્ટિવ કરવા પડશે અથવા નવા લેવા પડશે. ઉપરાંત ફાસ્ટેગ નિષ્ક્રિય હશે તેમણે ટોલ બુથ પર ટોલ ટેક્સ ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવી સમસ્યાથી બચવા માટે અહીં જુનું ફાસ્ટેગ ફરી એક્ટિવ કરવા અને નવો ફાસ્ટેગ લેવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે જાણકારી આપી છે.

Fastag Online Purchase : નવું ફાસ્ટેગ કેવી રીતે મેળવવું?

ફાસ્ટેગ ભારતમાં નવેમ્બર 2014થી લાગુ છે. ટોલ બુથ પર વાહનના ટોલ ટેક્સના ઓનલાઇન પેમેન્ટ માટે ફાસ્ટેગ સુવિધા શરૂ કરવામાં આવી છે. ફાસ્ટેગ તમે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે મેળવી શકો છો. ફાસ્ટેગની વેલિડિટી 5 વર્ષની હોય છે. ફાસ્ટેગને સમયાંતરે રિચાર્જ કરવાનું હોય છે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ભારતમાં 22 બેંકોને વાહનો માટે FASTag કાર્ડ આપવા માટે નિયુક્ત કર્યા છે. આ 22 બેંકોએ NHAI પ્લાઝા, કોમન સર્વિસ સેન્ટર્સ, પેટ્રોલ પંપ અને ટ્રાન્સપોર્ટ હબ સાથે મળીને સમગ્ર ભારતમાં 28000થી વધુ પોઈન્ટ-ઓફ-સેલ ટર્મિનલ (6) સ્થાપ્યા છે.

વાહન ચાલક કોઈપણ બેંકની વેબસાઈટ પરથી FASTag કાર્ડ મેળવી શકો છો. ફાસ્ટેગ મેળવવા માટે તમે તે બેંકના કસ્ટમર હોવા જરૂરી નથી.

ઉપરાંત MY FASTag એપ ડાઉનલોડ કરી વાહન ચાલક ઓનલાઇન ફાસ્ટેગ કાર્ડ મેળવી શકે છે. તમે તમારા નજીકના POS ટર્મિનલ પરથી પણ ફાસ્ટેગ કાર્ડ મેળવી શકો છો.

Fastag Activation Tips: FASTag ઓનલાઈન કેવી રીતે સક્રિય કરવું?

ફાસ્ટેગ કાર્ડ એક્ટિવ હોવું જરૂરી છે. ફાસ્ટેગના નવા નિયમ મુજબ જો તમારું ફાસ્ટેગ નિષ્ક્રિય હશે તો ટોલ બુથ પર બમણો ટોલ ટેક્સ ચૂકવવો પડશે. જો તમારું ફાસ્ટેગ નિષ્ક્રિય થઇ ગયુ છે તો અહીં આપેલી ટીપ્સ અનુસરી તમે સરળતાથી ફાસ્ટેગને એક્ટિવ કરી શકો છો.

  • સૌથી પહેલા તમારા મોબાઇલમાં My Fastag એપ ડાઉનલોડ કરો
  • My Fastag એપ ઓપન કરી Activate Fastag (એક્ટિવેટ ફાસ્ટેગ) પર ક્લિક કરો
  • અહીં તમારે ટોલ ટેક્સ પેમેન્ટ માટે વિકલ્પ પસંદ કરવાનો રહેશે
  • Fastag ID દાખલ કરો અથવા QR કોડ પણ સ્કેન કરી શકો છો
  • તમારા વાહનની વિગતો દાખલ કરો.
  • FASTag એક્ટિવ થઇ જશે

Web Title: Fastag new rules fastag online purchase and activation process in gujarati

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×