scorecardresearch
Premium

EPFO: ઇપીએફ મેમ્બર નોકરી બદલવાની સાથે પીએફના પૈસા પણ ઓનલાઇન ટ્રાન્સફર કરી શકશે, જાણો પ્રક્રિયા

EPFO Rules For PF Account Transfer: ઇપીએફઓ દ્વારા નિયમમાં સુધારો કરાયો છે, જેનાથી પીએફ એકાઉન્ટ ઓનલાઇન ટ્રાન્સફર કરવું સરળ બની ગયું છે. કર્મચારી એમ્પ્લોયરની મંજરી વગર પોતાનું પીએફ એકાઉન્ટ ઓનલાઇન ટ્રાન્સફર કરી શકે છે. જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા

EPFO | EPFO Rules | EPF | PF Account
EPFO: ઇપીએફઓ (File Photo)

EPFO Rules For PF Account Transfer: ઇપીએફઓ (EPFO) દ્વારા તાજેતરમાં પીએફના પૈસા ટ્રાન્સફર કરવાના નિયમમાં ફેરફાર કર્યો છે. 15 જાન્યુઆરીના નિર્દેશ મુજબ, હવે પીએફ મેમ્બર અમુક ખાસ કિસ્સાાં પોતાના પીએફ ખાતાને ઓનલાઇન ટ્રાન્સફર કરી શકે છે, તે પણ જુના કે નવા એપ્લોયર કંપનીની મંજૂરી વગર. આ નિયમ ફેરફારથી ઓનલાઇન પીએફ ક્લેમ કરવું પહેલા કરતા વધુ સરળ અને ઝડપી બની ગયું છે. ખાસ કરીને નોકરી બદલનાર કર્મચારીઓ માટે બહુ મહત્વપૂર્ણ છે. જાણો પીએફ એકાઉન્ટ ઓનલાઇન ટ્રાન્સફર કરવાની સરળ રીત

ઇપીએફઓ પોર્ટલ પર કર્મચારી પોતાની પર્સનલ ડિટેલ જેવી કે, નામ, જન્મ તારીખ, પતિ/ પત્નીનું નામ, મેરેજ સ્ટેટ્સ, રાષ્ટ્રીયતા, લિંગ અને એમ્પ્લોયર / કંપનીની વિગતમાં ભૂલને પોતે જ સુધારી શકે છે.

પીએફ ટ્રાન્સફર ક્યાં સંજોગોમાં થઇ શકશે?

  • ઇપીએફઓની નવી સુવિધાનો લાભ ઉઠાવવા માટે તમારે આ શરતોને પુરી કરવ પડશે
  • આધાર સાથે UAN લિંક: તમારા પીએફ એકાઉન્ટનો યુનિવર્સિલ એકાઉન્ટ નંબર (UAN) આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઇએય
  • કેવાયસી (KYC): તમારા પીએફ એકાઉન્ટની જાણકારી, જેમ કે, આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક એકાઉન્ટ વગેરે માહિતી ઇપીએફઓ સિસ્ટમમાં વેરિફાઇડ હોવી જોઇએ.
  • EPFO એકાઉન્ટ: તમારા જુના અને નવા બંને પીએફ ખાતા ઇપીએફઓ દ્વારા મેનેજ કરેલા હોવા જોઇએ.
  • નોકરી છોડ્યાન તારીખ: તમારી પાછલી કંપનીના રેકોર્ડમાં તમારા દ્વારા નોકરી છોડયાની તારીખની વિગત ઇપીએફઓ પોર્ટલ પર અપડેટ થયેલી હોવી જોઇએ.

આ પણ વાંચો | PF મેમ્બર જાતે જ નામ જન્મ તારીખ બદલી શકશે, કંપની વેરિફાય કે ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે

પીએફ એકાઉન્ટ ઓનલાઇન ટ્રાન્સફર કરવાની રીત

  • સૌથી પહેલા EPFO મેમ્બર પોર્ટલ ઓપન કરો
  • હવે પોતાનું UAN અને પાસવર્ડ દાખલ કરી પોતાના પીએફ એકાઉન્ટમાં લોગિન કરો
  • ત્યાર પછી ઓનલાઇન સર્વિસિસ ટેબ પર જઇ વન મેમ્બર- વ ઇપીએફ એકાઉન્ટ (ટ્રાન્સફર રિકવેસ્ટ) ઓપ્શન પર ક્લિક કરો
  • હાલના પીએફ એકાઉન્ટમાં ઉલ્લેખિત તમારી વ્યક્તિગત માહિતી વેરિફાઇ કરો
  • પીએફ ખાતાની વિગત વેરિફાઇ કર્યા બાદ પીએફ એકાઉન્ટ ડિટેલ ઓપ્શન પર ક્લિક કરો
  • ફોર્મને વેરિફાઇ કરવા માટે તમારા પાછલા એમ્પ્લોયર/ કંપની કે હાલના એમ્પ્લોયર માંથી કોઇ એકની પસંદગી કરો
  • ત્યાર પછી UNA સાથે રિજસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી માટે ગેટ ઓટીપી ના ઓપ્શન પર ક્લિક કરો
  • ઓટીપી દાખલ કર્યા બાદ પીએપ ટ્રાન્સફર રિક્વેસ્ટ સબમિટ પર ક્લિક કરો
  • રિક્વેસ્ટ સબમીટ કર્યા બાદ તે ટ્રેક ક્લેમ સ્ટેટ્સ માં જઇને પોતાની પીએફ ટ્રાન્સફર રિક્વેસ્ટની સ્થિતિ ચકાસી શકો છો.
  • તમારી કંપન યુનિફાઇડ પોર્ટ્સના એમ્પ્લોયર ઇન્ટરફેસ મારફતે તમારી ઇપીએફ ટ્રાન્સફર રિક્વેસ્ટ મંજૂર કરશે.

Web Title: Epfo rules pf account transfer to new employer online know step by step as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×