scorecardresearch
Premium

PF Withdrawal: પીએફ ઉપાડવું બેંક ખાતા જેટલું સરળ બન્યું, EPFO એ 2 નિયમ રદ કર્યા

PF Claim Settlementl Rules: ઇપીએફઓ એ પીએફ ઉપાડવાની પ્રક્રિયા સરળ બનાવવા બે નિયમ રદ કર્યા છે. તેનાથી પીએફ ક્લેમ સેટલમેન્ટ પહેલા કરતા વધુ ઝડપી અને સરળ થશે.

Employees Provident Fund Organisation | EPFO | epf member | epf login | pf account login
EPFO: ઇપીએફઓ. (Express File Photo)

EPFO PF Withdrawal Claims Settlement Rules: પીએફ ઉપાડવું વધુ સરળ બનાવવા માટે ઇપીએફઓ (EPFO) દ્વારા ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસમાં મોટા ફેરફાર કરવાની જાહેરાત કરી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ પોતાના સભ્યો માટે ફંડ ઉપાડવાની પ્રક્રિયા સરળ બનાવી અમુક નિયમ નાબૂદ કર્યા છે. પીએફ ઉપાડવા માટે ઇપીએફ સભ્યે કંપનીની મંજૂરી પણ લેવી પડશે નહીં.

ચેકનો ફોટો અપલોડ નહીં કરવો પડે

ઇપીએફઓ દ્વારા પ્રથમ ફેરફાર કરવામાં આવ્યો છે કે હવે પીએફ ઉપાડની પ્રક્રિયા દરમિયાન કેન્સલ ચેક અપલોડ કરવાનો નિયમ દૂર કરવામાં આવ્યો છે. શ્રમ મંત્રાલયે એક નોટમાં જણાવ્યું છે કે હવે ઇપીએફ સભ્યોને કેન્સલ ચેક અથવા બેંક પાસબુકનો ફોટો અપલોડ કરવાની જરૂર રહેશે નહીં.

શ્રમ મંત્રાલયે જણાવ્યું હતું કે, “ઇપીએફઓ એ ઓનલાઇન પીએફ ક્લેમ ફાઇલ કરતી વખતે કેન્સલ ચેક અથવા વેરિફાઇડ બેંક પાસબુકના ફોટા અપલોડ કરવાની જરૂરિયાતને સંપૂર્ણપણે દૂર કરી દીધી છે.” આ જરૂરિયાતને શરૂઆતમાં કેટલાક કેવાયસી-અપડેટેડ સભ્યો માટે પ્રાયોગિક ધોરણે રાહત સાથે રજૂ કરવામાં આવી હતી. 28 મે, 2024 ના રોજ શરૂ થયા પછી, આ નિર્ણયથી 1.7 કરોડ ઇપીએફ સભ્યોને લાભ થયો છે. ”

પાયલટ પ્રોજેક્ટ સફળ થયા બાદ હવે EPFOએ આ છૂટછાટ તમામ પીએફ સભ્યો માટે કરી દીધી છે. “બેંક ખાતાને યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) સાથે લિંક કરતી વખતે બેંક ખાતાધારકનું નામ ઇપીએફ સભ્યની વિગતો સાથે પહેલેથી જ ચકાસાયેલું હોવાથી, આ વધારાના દસ્તાવેજની હવે જરૂર નથી. ”

ચેકના ફોટાની જરૂરિયાતને દૂર કરીને, ઇપીએફઓ લગભગ 6 કરોડ સભ્યોને તાત્કાલિક લાભ આપવા, નબળી ગુણવત્તાવાળા અથવા વાંચી ન શકાય તેવા અપલોડને કારણે થતા પીએફ ક્લેમ રિજેક્શન ઘટાડવા અને તે સંબંધિત ફરિયાદોને ઘટાડવાની તૈયારીમાં છે.

UNA સાથે બેંક ખાતાની વિગત લિંક કરવા કંપનીની મંજૂરીની જરૂર નહીં

ઇપીએફઓ દ્વારા રજૂ કરવામાં આવેલ બીજો ફેરફાર એ છે કે બેંક ખાતાની વિગતોને UNA એકાઉન્ટ નંબર સાથે જોડવા માટે એમ્પ્લોયરની મંજૂરીની આવશ્યકતાને દૂર કરી છે.

બેંક ખાતાઓને યુએએન સાથે લિંક કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે, ઇપીએફઓએ હવે બેંક વેરિફિકેશન પછી એમ્પ્લોયરની મંજૂરીની આવશ્યકતાને દૂર કરી દીધી છે.

હાલમાં, દરેક સભ્યએ તેના બેંક ખાતાને યુએએન સાથે લિંક કરવું જરૂરી છે, જેથી આવા ખાતામાં પીએફ ઉપાડની મુશ્કેલી વિનાની થાપણો સુનિશ્ચિત કરી શકાય.

મંત્રાલયે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન, 1.3 કરોડ સભ્યોએ તેમના બેંક ખાતાઓને લિંક કરવા માટે રિક્વેસ્ટ કરી છે, અને સંબંધિત બેંક / એનપીસીઆઈ સાથે યોગ્ય મેળ ખાધા પછી આ રિક્વેસ્ટને ડીએસસી / ઇ-સાઇન દ્વારા એમ્પ્લોયર દ્વારા મંજૂરી આપવામાં આવે છે.

નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન 1.3 કરોડ EPFO સભ્યોએ તેમના બેંક ખાતાઓને લિંક કરવા માટે વિનંતી રજૂ કરી હતી, અને સંબંધિત બેંક સાથે યોગ્ય મેળ ખાધા પછી એમ્પ્લોયર દ્વારા વિનંતીને મંજૂરી આપવી પડશે, જેમાં કુલ 16 દિવસનો સમય લાગે છે જે એમ્પ્લોયરના સ્તરે કામનું ભારણ વધે છે અને પરિણામે પ્રક્રિયામાં વિલંબ થાય છે.

હાલમાં દર મહિને 7.74 કરોડ સભ્યો પીએફ યોગદાન આપી રહ્યા છે, તેમાંથી 4.83 કરોડ સભ્યોએ UNAમાં જોડ્યા છે, જ્યારે બાકીની કંપની સ્તરે મંજૂરીઓ પેન્ડિંગ છે.

Web Title: Epfo pf withdrawal claim settlement rules easying epf member uan number as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×