PF ATM Withdrawal: ઇપીએફઓ (EPFO) સભ્યો માટે પીએફના પૈસા ઉપાડવું વધુ સરળ બની ગયું છે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ ઘોષણા કરી છે કે, EPFO 3.0 હેઠળ હવે એટીએમ માંથી સીધા પીએફના પૈસા ઉપાડવા સરળ બની જશે. એટલે કે કર્મચારીએ પીએફના પૈસા ઉપાડવા માટે લાંબી અને કંટાળાજનક પદ્ધતિ, ઇપીએફઓ ઓફિસના ધક્કા અને એમ્પ્લોયર દ્વારા મંજૂરી મેળવવાની ઝંઝટ માંથી મુક્તિ મળશે.
અગાઉ પીએફ ખાતામાં પૈસા ઉપાડવા બહુ મુશ્કેલ હતુ, પરંતુ હવે બેંક માંથી જેમ પૈસા ઉપડે છે એટલું સરળ બની જશે. EPFO પોતાની સિસ્ટમને અપગ્રેડ કરી રહ્યું છે જેથી કર્મચારી એટીએમ માંથી પીએફના પૈસા ઉપાડી શકશે. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, આ કર્મચારીના પૈસા છે, જેઓ જ્યારે ઇચ્છે ઉપાડી શકે છે.
કેવી રીતે ATM માંથી PF ના પૈસા ઉપડશે?
EPFOની આ નવી સુવિધા હેઠળ કર્મચારીનું પીએફ એકાઉન્ટ એક ATM સપોર્ટેડ સિસ્ટમ સાથે લિંક હશે. પૈસા ઉપાડવા માટે તમારે UAN એટલે કે યુનિવર્સલ એકાઉન્ટ નંબર કે લિંક્ડ બેંક એકાઉન્ટ સાથે આઇડેન્ટિ વેરિફાઇ કરવી પડશે. સાથે જે સુરક્ષા માટે OTP વેરિફિકેશન જેવા મલ્ટી ફેક્ટર ઓથેન્ટિફિકેશન પ્રોસેસ લાગુ કરવામાં આવશે.
UPI દ્વારા પીએફના પૈસા ઉપાડવાની સુવિધા મળશે
મની કન્ટ્રોલના એક રિપોર્ટ મુજબ, ATM ઉપરાંત EPFO તેના સભ્ય માટે UPI (Unified Payments Interface) દ્વારા પણ પીએફના પૈસા ઉપાડવાની સુવિધા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. એટલે કે પીએફ સભ્ય ફોનપે, ગુગલપે, પેટીએમ, BHIM જેવી એપ્સ મારફતે પણ સીધું પીએફ ઉપાડી શકશે. હાલ પીએફ ઉપાડવામાં NEFT કે RTGS દ્વારા 2 થી 3 દિવસ લાગે છે, પરંતુ UPI વડે થોડાક જ સેકન્ડમાં આ કામ પૂર્ણ કરી શકાશે.
EPFO 3.0 હેઠલ PF ATM કાર્ડ મળશે
EPFO ગ્રાહકોને ટુંક સમયમાં એક સ્પેશિયલ PF ATM કાર્ડ મળશે, જેના વડે કર્મચારી પોતાના પીએફ એકાઉન્ટ માંથી પૈસા ઉપાડી શકશે. અલબત્ત ક્યા ક્યા ATM આ સુવિધાને સપોર્ટ કરશે, તેની જાણકારી હાલ ઉપલબ્ધ નથી. પરંતુ EPFO એ ખાતરી આપી છે કે, તે સરળ અને યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવશે.
PF ઉપાડવું વધુ સરળ બનશે
EPFO 3.0 લાગુ થયા બાદ પીએફ ઉપાડની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ અને ઇન્સ્ટન્ટ થઇ જશે. લાખો ઇપીએફ સભ્યને તેનો લાભ મળશે, ખાસ કરીને જ્યારે તાત્કાલિક પૈસાની જરૂરી હોય. સરકાર ટુંક સમયમાં આ સુવિધા શરૂ થવાની તારીખ અને સંપૂર્ણ પ્રક્રિયાની જાણકારી આપશે.