scorecardresearch
Premium

EPFO આપે છે 7 લાખ સુધીની સહાય, જાણો શું છે EDLI યોજના અને ફાયદા

EPFO EDLI Scheme Benefits: ઇપીએફઓ સભ્યોને ઇડીએલઆઈ યોજના હેઠળ 2.5 લાખ થી 7 લાખ રૂપિયા સુધીની સહાય આપે છે. નવા નિયમ મુજબ 1 વર્ષથી ઓછી નોકરી કરનાર ઇપીએફ સભ્ય પણ આ યોજનાનો લાભ મેળવવા હકદાર બને છે.

EPFO | EDLI Scheme | EDLI Beneifts | EPF Members
EPFO EDLI Scheme Benefits: ઇપીએફઓ સભ્યોને ઇડીએલઆઈ યોજના હેઠળ વીમા કવચ આપે છે. (Express Photo)

EPFO EDLI Scheme Benefits: ઇપીએફઓ એમ્પ્લોઇઝ ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ (EDLI) યોજનાનો લાભ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પણ આફે છે. હકીકતમાં તમામ ઇપીએફ સભ્યો EDLI યોજનાના દાયરામાં આવે છે. ઇટીએલઆઈ યોજના વર્ષ 1976માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખાનગી ક્ષેત્રમાં નોકરી કરનાર કર્મચારીના મોત પર તેના પરિવારને આર્થિક સહાય મળે છે. જો કે મોટાભાગના પ્રાઇવેટ જોબ કરનાર લોકોને ઇપીએફઓની આ ખાસ EDLI યોજના વિશે જાણકારી હોતી નથી.

EDLI યોજનામાં કેટલી સહાય મળે છે?

ઇડીએલઆઈ (Employees Deposit Linked Insurance (EDLI) યોજનામાં ઇપીએફ સભ્યના મોત પર પરિવારને 2.5 લાખ થી 7 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય મળે છે. વર્ષ 2021 પહેલા આર્થિક સહાય 1 લાખ થી 6 લાખ રૂપિયા હતી. ત્યાર પછી વર્ષ 2021માં EDLI યોજનાની મુદ્દત 3 વર્ષ લંબાવવાની સાથે સાથે આર્થિક સહાયની રકમ પણ વધારવામાં આવી હતી. EDLI યોજના જે 27 એપ્રિલ, 2024ના રોજ સમાપ્ત થઇ રહી હતી. જો કે સરકારે EDLI યોજના આગામી નવા આદેશ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. એટલે કે ઇપીએફઓ સાથે જોડાયેલા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને EDLI યોજનાનો લાભ ત્યાં સુધી મળવાનું ચાલુ રહેશે જ્યાં સુધી સરકાર કોઇ નવો આદેશ જાહેર ન કરે.

EDLI યોજનાનો લાભ ક્યારે અને કોને મળે છે?

ઇપીએફઓની EDLI યોજનાનો લાભ ખાનગી ક્ષેત્રના કર્મચારીની અકાળે મોતના કિસ્સામાં તેના પરિવારના મળે છે. તાજેતરમાં ઇપીએફઓ એ ઇડીએલઆઈ યોજનાના નિયમમાં ફેરફાર કર્યો છે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની આગેવાનીમાં EDLIના સેન્ટ્રેલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠકમાાં આ યોજનાના નિયમમાં ફેરફારના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. નવા નિયમ મુજબ EDLI ના લાભની રકમ કર્મચારીના વેતનના 20 ગણી અથવા પ્રોવિડન્ટ ફંડમાં જમા રકમના આધારે, જે પણ ઓછી હોય તેના આધારે ચૂકવવામાં આવશે. આ વીમા માટે કંપનીઓના મૂળ પગારના 0.5 ટકા રકમ EDLIમાં ફાળવાય છે.

તેમા જણાવ્યું હતું કે, જો નોકરી શરૂ કર્યાના પ્રથમ વર્ષમાં ઇપીએફ મેમ્બરની મૃત્યુ થાય તો તેના પરિવારને EDLI યોજના હેઠળ ઓછામાં ઓછા 50000 રૂપિયાની આર્થિક સહાય મળે છે. ઇપીએફઓ એ જણાવ્યું હતું કે, આ નિયમ ફેરફારથી 5000થી વધારે પરિવારને ફાયદો થશે.

EDLI યોજનાના નિયમમાં ફેરફારથી કોને ફાયદો થશે?

ઇડીએલઆઈ યોજનાના નિયમ મુજબ, જો ઇપીએફઓમાં પ્રથમ યોગદાનના છ મહિનાની અંદર કર્મચારીની મૃત્યુ થાય છે તો તેનો પરિવાર EDLI યોજનાનો લાભ મેળવવા હકદાર રહેશે. જો શરત એ છે કે, તેનું નામ પેરોલ માંથી રદ કરવામાં આવેલું ન હોવું જોઇએ. આ નિયમ ફેરફારથી હજારો પરિવારને ફાયદો થવાની ધારણા છે. કારણ કે, દર વર્ષે આવા અંદાજે 14000 કેસો આવે છે.

અગાઉ બે નોકરી વચ્ચે થોડોક પર ગેપ પડતા (સમયના અનુસંધાનમાં) EDLI યોજનાનો લાભ મળતો ન હતો. આ નિયમ મુજબ નોકરીમાં બે મહિના સુધીના ગેપને કન્ટિન્યૂઅલ સર્વિસ માનવામાં આવશે.

Web Title: Epfo edli scheme benefit eligible private sector employees epf member as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×