scorecardresearch
Premium

EPF Loan: પીએફ પર લોન, તે પણ વ્યાજ મુક્ત, જાણો ઓનલાઇન અરજીની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવજે

EPF Loan Against PF Balance: ઇપીએફ લોન આકસ્મિક નાણાકીય જરૂરિયાત, ઘર ખરીદવા, મેડિકલ ઇમરજન્સી, લગ્ન વગેરે બાબતો માટે મેળવી શકાય છે. પીએફ લોન ઉપાડવાની પ્રક્રિયા પણ સરળ છે અને કોઇ વ્યાજ ચૂકવતું પડતું નથી.

EPF Loan | pf loan | epfo | pf withdrawal | pf account login, |pf account number | PF UNA
EPF Loan: ઇપીએફ લોન. (Photo: Freepik)

EPF Loan Against PF Balance: પીએફ કર્મચારીને નિવૃત્તિ બાદ નાણાકીય સુરક્ષા આપતી યોજના છે. ભારતમાં લાખો કર્મચારીઓને એમ્પલોઇ પ્રોવિડન્ડ ફંડ (EPF) રિટાયરમેન્ટ પછી નાણાકીય સુરક્ષા આપે છે. જેને સામાન્ય બોલચાલમાં પીએફ કહેવામાં આવે છે, જે કર્મચારી માટે એક ફરજિયાત બચત અને રિટાયરમેન્ટ પ્લાન જેવું છે, જેમા કંપની કે નોકરીદાતા પણ યોગદાન આપે છે. પીએફમાં જમા રકમ પર દર વર્ષે વ્યાજ ચૂકવાય છે, વ્યાજના દર સરકાર નક્કી કરે છે. પણ શું તમે જાણો છો પીએફ બેલેન્સ ઉપર લોન પણ મળે છે?

પીએફ બેલેન્સ પર લોન મળે છે?

ઇપીએફ યોજના નિવૃત્તિ માટે એક મોટું નાણાકીય ભંડોળ બનાવવામાં મદદ કરે છે. જરૂર પડે ત્યારે કર્મચારી પીએફ બેલેન્સ માંથી 50 ટકા રકમ પણ ઉપાડી શકે છે. EPFO કર્મચારીઓને આકસ્મિક નાણાકીય જરૂરિયાત, ઘર ખરીદવા, મેડિકલ ઇમરજન્સી, લગ્ન માટે પૈસા ઉપાડવાની મંજૂરી આપે છે. આ સુવિધાનું નામ ઇપીએફ લોન છે. હકીકતમાં ઇપીએફ લોનમાં કર્મચારીના પીએફ ખાતામાં જમા રકમ માંથી જ પૈસા ઉપાડવાની મંજૂરી મળે છે.

પીએફ લોન પર વ્યાજ ચૂકવવો પડે છે?

બેંક લોન જેમ પીએફ લોન પર વ્યાજ ચૂકવવું પડતું નથી. કર્મચારીએ ઇપીએફ લોન પર કોઇ પણ પ્રકારનું વ્યાજ ચૂકવવું પડતું નથી અને પોતાના જમા પીએફ બેલેન્સ માંથી એક લિમિટ સુધી પૈસા ઉપાડી શકે છે. જો કે તેની માટે પહેલી શરત એ છે કે, તમારું ઇપીએફ એકાઉન્ટ એક્ટિવ હોવું જોઇએ.

How To Apply For EPF Loan : ઇપીએફ લોન માટે કેવી રીતે અરજી કરવી?

ઇપીએફ એડવાન્સ ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા બહુ સરળ છે. કર્મચારી ઇપીએફઓ પોર્ટલ મારફતે અરજી કરી શકે છે.

EPFOની સત્તાવાર વેબસાઇટ (Unified Member Portal) પર જાઓ અને UAN, પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરી લોગીન કરો.

ઓનલાઇન સર્વિસ (Online Services) > ક્લેમ (Claim) (Form-31, 19, 10C) વિકલ્પ પસંદ કરો.

વેબસાઇટમાં દેખાતા ફોર્મમાં જરૂરી વિગતો જેમ કે – નામ, જન્મ તારીખ, બેંક એકાઉન્ટની વિગતો દાખલ કરો.

ડ્રોપડાઉન મેનૂ થી પૈસા ઉપાડવાનું કારણ પસંદ કરો.

પીએફ એકાઉન્ટ માંથી કેટલા પૈસા ઉપાડવા છે તે રકમ દાખલ કરો અને એપ્લિકેશન સબમીટ કરી દો.

આ માટે જરૂરી ડોક્યુમેન્ટ અપલોટ કરો અને આધાર ઓટીપી વેરિફાઇ કરો.

EPFO અરજીની સમીક્ષા કર્યા બાદ 7 – 10 કામકાજના દિવસ દરમિયાન પૈસા ટ્રાન્સફર કરી દેશે.

ઇપીએફ લોન કોણ લઇ શકે છે?

  • EPF એડવાન્સ મેળવવા માટે અમુક આવશ્યક શરતો પુરી કરવી જરૂરી છે.
  • કર્મચારી પાસે માન્ય UAN (Universal Account Number) હોવું જોઇએ.
  • કર્મચારી EPFOનો એક્ટિવ મેમ્બર હોવો જોઇએ.
  • ઉપાડ માટે EPFOના નિર્ધારિત માપદંડો પુરા કરવા ફરજિયાત છે.
  • પૈસાનો ઉપાડ નિર્ધારિત સમયમર્યાદાની અંદર હોવું જોઇએ.
  • લઘુતમ સર્વિસ પીરિયડના સમયગાળાની શરત પુરી કરવી જોઇએ.

Web Title: Epf loan against pf balance how to online apply for pf loan rules documents as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×