scorecardresearch
Premium

twitter ડીલ પછી એલોન મસ્કની સંપત્તિમાં 70 અરબ ડોલરનો ઘટાડો, માર્કેટ પ્રાઇઝમાં પણ થયું મોટું નુકસાન

Elon Musk Net Worth: ફોર્બ્સ અનુસાર મસ્કની હવે કુલ સંપત્તિ 194.8 બિલિયન ડોલર છે. જેનો મોટો ભાગ ટેસ્લામાં તેમની લગભગ 15 ટકા ભાગીદારીથી આવે છે. તેમનું માર્કેટ પ્રાઈઝ 622 બિલિયન ડોલર છે.

એલોન મસ્ક ફાઇલ તસવીર
એલોન મસ્ક ફાઇલ તસવીર

ટ્વીટરના સીઈઓ એલોન મસ્ક અત્યારે ચર્ચામાં છે. દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કની સંપત્તિમાં એટલો ઘટાડો થયો છે કે તેમની કુલ સંપત્તિ 200 અરબ ડોલરની નીચે આવી ચુક્યું છે. ફોર્બ્સ અનુસાર મસ્કની હવે કુલ સંપત્તિ 194.8 બિલિયન ડોલર છે. જેનો મોટો ભાગ ટેસ્લામાં તેમની લગભગ 15 ટકા ભાગીદારીથી આવે છે. તેમનું માર્કેટ પ્રાઈઝ 622 બિલિયન ડોલર છે.

એપ્રિલમાં ટ્વિટરની બોલી લગાવ્યા બાદ જ એલોન મસ્કની સંપત્તિમાં 70 અરબ ડોલરનો ઘટાડો આવ્યો છે. જ્યારે કંપનીએ પોતાનું અડધી માર્કેટ પ્રાઈઝ ગુમાવી દીધી છે. એલન મસ્કની સંપત્તિમાં ઘટાડાનું કારણ ટેસ્લાની શેર પ્રાઈઝમાં ઘટાડો થવાનું છે. રોકાણકારો ટેસ્લાના શેરોને વેચવા લાગ્યા છે કારણ કે તેમની ચિંતા હતી કે મસ્ક પોતાની 15 ટકા ભાગીદારી વેચી શકે છે.

એલોન મસ્કે ગત મહિને 13 અરબ ડોલરના લોન અને 33.5 અરબ ડોલરની ઇક્વિટી સાથે 44 અરબ ડોલરનો સોદો પુરો કર્યો હતો. આવી સ્થિતિમાં હવે વોલ સ્ટ્રીટને ડર છે કે મસ્કે આવી સ્થિતિમાં પોતાની પકડને નબળી કરી દીધી છે. હવે તે મજબૂતી લાવવા માટે ટેસ્લા ઉપર ફોકસ કરી રહ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ટર કેપિટલ મેનેજમેન્ટમાં હેટફિલ્ડે કહ્યું હતું કે એવું લાગે છે કે એલન મસ્ક ટ્વિટર ઉપર 100 ટકા સમય વિતાવી રહ્યા છે. તમે જાણો છો કે આ માટે તેમને વધારે પૂંજીની આવશ્યક્તા હોઈ શકે છે.

ટ્વીટર ખરીદ્યા બાદ મસ્કે ટ્વીટરમાં અનેક ફેરફાર કર્યા છે. તાજેતરમાં તેમણે બ્લૂ ટીક માટે 8 ડોલરની ફીની જાહેરાત કરી હતી. જે એપલ ડિવાઈસોમાં અનેક દેશોમાં લાગુ કરી દીધું છે. ભારતમાં આ મહિને ગમે ત્યારે લાગુ કરી શકાય છે. એલન મસ્કે અનેક ટ્વીટર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.

રોયટર્સની રિપોર્ટ પ્રમાણે દુનિયાના સૌથી અમિર વ્યક્તિની કુલ સંપત્તિ બીજા સૌથી અમિર વ્યક્તિ એલવીએમએચના માલિક બર્નાર્ડ અરર્નોલ્ટથી લગભગ 40 બિલિયન ડોલર વધારે છે. જ્યારે ત્રીજા નંબર ઉપર ભારતના સૌથી અમિર વ્યક્તિ ગૌતમ અદાણી છે. જેમની કુલ સંપ્તિ બ્લૂમબર્ગ પ્રમાણે 136 બિલિયન ડોલર છે.

Web Title: Elon musks wealth drops by 70 billion dollar after twitter deal forbes report

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×