X No More Free, Elon Musk charging Twitter Users : માઇક્રો બ્લોગિંગ સાઇટ એક્સ એટલે કે અગાઉનું ટ્વિટર યુઝર્સ માટે એક મોટા સમાચાર આવ્યા છે. હવે ટ્વિટર કદાચ ફ્રી સર્વિસ નહીં આપે. એટલે કે જે વ્યક્તિએ ટ્વિટર પર પોસ્ટ કે ફોટો-વીડિયો અપલોડ કરવા છે, તમારે પેમેન્ટ ચૂકવવું પડશે. એક્સના માલિક એલોન મસ્કએ ઘોષણા કરી છે કે, હવે તમારે X પર પોસ્ટ કરવા માટે ચૂકવણી કરવી પડશે. જો તમે તમારી પોસ્ટ, ફોટો અથવા વિડિયો અપલોડ કરવા માંગતા હોવ તો તમારે પેઇડ પ્લાન લેવો પડશે. જો તમે ચૂકવણી કર્યા વિના X પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો, તો તમે માત્ર ટ્વીટ્સ વાંચી શકશો. ટ્વિટરે અમુક દેશોમાં તેનું ટેસ્ટિંગ પણ કરી દીધું છે.
ટ્વિટર સર્વિસ હવે ફ્રી નહીં રહે, તમા યુઝર્સે ચાર્જ ચૂકવવો પડશે (X No More Free)
ટેસ્લાના ચેરમેન એલોન મસ્કને ટેકઓવર કર્યા બાદ સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટરમાં ધરમૂળથી ફેરફાર થયા છે. જેમાં ટ્વિટર યુઝર્સ પાસેથી સબ્સક્રિપ્શન ચાર્જ અને બ્લુ ટીક સર્વિસ સૌથી ખાસ છે. એલોન મસ્ક હવે તમામ યુઝર્સ પાસેથી ચાર્જ વસૂલવાની યોજના બનાવી રહ્યા છે અને અમુક દેશોમાં પેઇડ પ્લાનનું ટેસ્ટિંગ શરૂ થઇ ગયુ છે. હાલમાં તેની શરૂઆત ન્યુઝીલેન્ડ અને ફિલિપાઈન્સથી કરવામાં આવી છે. પરંતુ એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં કંપનીએ સમગ્ર વિશ્વમાં Xનો ઉપયોગ કરવા માટે ચૂકવણી કરવી પડશે.

યુઝર્સે ટ્વિટરનો ઉપયોગ કરવા કેટલો ચાર્જ ચૂકવવો પડશે (Twitter Users Pays Annual Fee)
એલોન મસ્કે કહ્યું છે કે, ટ્વિટરનો ઉપયોગ કરવા માટે વાર્ષિક 1 ડૉલર એટલે કે અંદાજે 83 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. એલોન મસ્કે પેઇડ પ્લાન લાગુ કરવા પાછળ એવી દલીલ કરી છે કે, આમ કરવાથી X પર હાજર બોગસ અને ઓટોમેટેડ બોટ એકાઉન્ટ બ્લોક કરી દેશે.
ટ્વિટર (એક્સ) દ્વારા પેઇડ સર્વિસનું અમુક દેશોમાં ટેસ્ટિંગ શરૂ (Twitter Or X Paid Plans Testing)
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, એલોન મસ્કે X પર Not a Bot ફીચરનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. તેનું ટેસ્ટિંગ હાલમાં ન્યુઝીલેન્ડ અને ફિલિપાઈન્સમાં શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં નવા X યુઝર્સ વાર્ષિક ફી ચૂકવ્યા વિના X નો ઉપયોગ કરી શકતા નથી. આ ફી વગર તમે X પર પોસ્ટ, લાઈક, કોમેન્ટ અને બુકમાર્ક કરી શકશો નહીં. બ્લૉગ પોસ્ટ મુજબ તે X પર બૉટો અને સ્પામરનો સામનો કરવામાં મદદ કરવા માટે સંભવિત શક્તિશાળી માપનું મૂલ્યાંકન કરશે, જ્યારે નાની ફીની રકમ સાથે પ્લેટફોર્મ ઍક્સેસને સંતુલિત કરશે. આ ટેસ્ટિંગની અંદર, હાલના યુઝર્સ પ્રભાવિત થશે નહીં.
મોબાઇલ નંબરથી વેરિફિકેશન (Mobile Number Verification)
એલોન મસ્કે કહ્યું છે કે, આ પેઇડ પ્લાન કંપનીના ‘નોટ એ બોટ’ પ્રોગ્રામનો એક ભાગ છે. મસ્કનું કહેવું છે કે આ પ્લાન લેનારા યુઝર્સ સાબિત કરશે કે તેઓ બોટ એકાઉન્ટ નથી. વધુમાં, એવું પણ કહેવામાં આવ્યું છે કે નવા દેશોમાં વેબ યુઝર્સે તેમના ટ્વિટર એકાઉન્ટ માટે તેમના ફોન નંબરનું વેરિફિકેશનના કરવાની જરૂર પડશે. Xએ એક પોસ્ટમાં કહ્યું છે કે સ્પામ અને બૉટ પ્રવૃત્તિને ઘટાડવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. એલોન મસ્કની જાહેરાત પરથી તે સ્પષ્ટ છે કે જો તમે 1 ડોલરની વાર્ષિક ફી નહીં ચૂકવો, તો તમે ફક્ત ‘રીડ ઓન્લી’ વિભાગનો ઉપયોગ કરી શકશો. એટલે કે આ પ્રોગ્રામમાં તમે ટ્વીટ વાંચી શકો છો પરંતુ તમારી પોતે ટ્વીટ નહીં કરી શકો.
આ પણ વાંચો | એલોન મસ્ક ટ્વિટર યુઝર્સને કરશે માલામાલ, કોણ અને કેવી રીતે આ બે પ્રોગ્રામમાં જોડાઇ કમાણી કરી શકશે, જાણો સંપૂર્ણ વિગત
ટ્વિટરની આવક માટેનું પગલું (Twitter Revenue)
ટ્વિટરને ટેકઓવર કર્યા બાદ નવા માલિક એલોન મસ્ક સોશિયલ મીડિયા સાઇટની આવક વધારવા માટે સતત નવા રસ્તાઓ શોધી રહ્યો છે. એક્વિઝિશનથી, એલોન મસ્કને X માટે દર વર્ષે લગભગ 1.2 અબજનું વ્યાજ ચૂકવવું પડે છે. આવી સ્થિતિમાં, આવક વધારવા માટે ટ્વિટર પર પ્રીમિયમ સર્વિસ શરૂ કરવામાં આવી હતી, જેના માટે યુઝર્સે દર મહિને 7.99 ડોલર ચૂકવવા પડશે.