scorecardresearch
Premium

એલોન મસ્કની નવી ચાલ! WhatsApp, Telegram ને ટક્કર આપવા લાવ્યા નવી મેસેજિંગ એપ XChat, જાણો તેની ખાસિયત

Elon Musk Launches XChat to take on WhatsApp, Telegram: એલોન મસ્કે વોટ્સએપ, ટેલિગ્રામ, મેસેન્જરને ટક્કર આપવા માટે એક નવી મેસેન્જર એપ XChat લોન્ચ કરી છે.

Elon musk, elon musk new App, elon musk x,
એલોન મસ્કની XChat વ્હોટ્ટસ એપ અને ટેલિગ્રામને ટક્કર આપશે. (તસવીર: X)

Elon Musk Launches XChat: એલોન મસ્કના X એ આખરે પોતાનું મેસેન્જર XChat રજૂ કર્યું છે. મસ્કની નવી મેસેજિંગ એપ WhatsApp, Telegram અને ચીનના WeChat સાથે સ્પર્ધા કરવાના ઈરાદાથી રજૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે એલોન મસ્કનો ઈરાદો X ને એક ઓલ-ઈન-વન એપ બનાવવાનો છે અને હવે XChat સાથે, અબજોપતિ ઉદ્યોગપતિઓના લક્ષ્ય WeChat સાથે સ્પર્ધા કરવાનો છે. X પર યુઢર્સ માટે એક અલગ મેસેજિંગ પ્લેટફોર્મ તરીકે લોન્ચ કરાયેલ, XChat કેટલીક સુરક્ષા સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેથી વધુને વધુ યુઝર્સ સેવાનો ઉપયોગ કરવા માટે આકર્ષિત થઈ શકે.

પોતાની આધિકારિક પોસ્ટમાં મસ્કે ખુલાસો કર્યો કે XChat માં બિટકોઈન-શૈલીનું એન્ક્રિપ્શન, અદ્રશ્ય સંદેશાઓ અને ક્રોસ-પ્લેટફોર્મ ઑડિઓ અને વિડિઓ કૉલ્સ જેવી સુવિધાઓ છે. એપ્લિકેશનમાં XChat યુઝર્સ અન્ય યુઝર્સ સાથે ફાઇલો પણ શેર કરી શકે છે. આ સૂચવે છે કે મસ્ક અન્ય ઉદ્યોગ દિગ્ગજો WhatsApp અને Telegram સાથે સ્પર્ધા કરવાનો ઇરાદો ધરાવે છે.

Tesla ના CEO એ લખ્યું, ‘નવું XChat એન્ક્રિપ્શન અને સંદેશ ગાયબ થવા અને કોઈપણ પ્રકારની ફાઇલ શેરિંગ જેવી સુવિધાઓ સાથે રોલઆઉટ થઈ રહ્યું છે. તેમાં ઑડિઓ/વીડિયો કૉલિંગ પણ છે.’

આ પણ વાંચો: સસ્તા અને જોરદાર ફીચર્સ વાળા સ્માર્ટફોનની શોધમાં છો? તો આ મોબાઈલ તમારા માટે છે બેસ્ટ

મસ્કનું કહેવું છે કે XChat એપ Rust પર આધારિત છે, જે એક પ્રોગ્રામિંગ ભાષા છે અને તે ગતિ અને સુરક્ષામાં વધારો કરે છે. આ ભાષામાં બિટકોઈન જેવી એન્ક્રિપ્શન સિસ્ટમ પણ છે, જેના કારણે XChat સુરક્ષિત મેસેજિંગ એન્ક્રિપ્શન પ્રદાન કરે છે. એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને કારણે, XChat પણ WhatsApp, Signal અને Telegram જેવી લોકપ્રિય મેસેજિંગ એપ્સની લીગમાં જોડાઈ ગયું છે.

XChat કેવી રીતે ઍક્સેસ કરવું?

તમને જણાવી દઈએ કે XChat હાલમાં બીટા ફેઝમાં છે અને તે હાલમાં પસંદગીના યુઝર્સ અને ડેવલપર્સ માટે ઉપલબ્ધ છે. આ ઉપરાંત XChat હાલમાં ફક્ત X ના પેઇડ સબ્સ્ક્રાઇબર્સ માટે જ ઉપલબ્ધ છે. હવે જોવાનું બાકી છે કે આવનારા સમયમાં X મફત યુઝર્સ માટે ક્યારે ઉપલબ્ધ થશે? પ્રશ્ન એ છે કે શું Grok AI ભવિષ્યમાં Meta અને WhatsApp જેવી મેસેજિંગ એપ્સ સાથે સંકલિત થશે.

મસ્કની પોસ્ટ અનુસાર, XChat ટૂંક સમયમાં Android, iOS અને વેબ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે.

Web Title: Elon musk new move new messaging app xchat has come to compete with whatsapp and telegram rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×